SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલાષ સંવેગ છે. પુણ્યના યોગે સુખમય જણાતા પણ સંસારથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છાને નિર્વેદ કહેવાય છે. દીન, દુઃખી અને ધર્મહીન જીવોની પ્રત્યે દ્રવ્યદયા અને ભાવદયા સ્વરૂપ અનુકંપા બે પ્રકારની છે અને શ્રી વીતરાગપરમાત્માનું વચન અસત્ય હોય જ નહિ એવા દઢ વિશ્વાસ સ્વરૂપ આસ્તિક્ય છે. આ પ્રશમાદિ ગુણોથી અન્વિત સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમાદિ પાંચ ગુણોની જેમ; શ્રી જિનવચનમાં કુશલતા, પ્રભાવના, આયતનસેવના, સ્થિરતા અને ભક્તિઃ આ પાંચ ગુણોથી યુક્ત સમ્યગ્દર્શન અનુત્તર કોટિનું હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી નરક અને તિર્યચ્ચ ગતિનાં દ્વાર તો બંધ થાય છે, તેથી દેવતા અને મનુષ્ય સંબંધી સર્વ સુખોનું નિમિત્ત સમ્યગ્દર્શન બને છે અને પરંપરાએ તે સિદ્ધિના સુખને આપે છે. તેથી સમ્યગ્દર્શનની અનુત્તરતા સિદ્ધિસુખાવહત્વ સ્વરૂપ છે. II૬-૨૯ તે ઉપર જણાવ્યા મુજબ ગુણવત્યારતંત્ર દ્વારા ગુણવર્બહુમાનને પ્રાપ્ત કરનાર આત્માને જે પ્રાપ્ત થાય છે; તેથી તદન વિપરીત રીતે ગુણવદ્ ગુરુજનોની નિંદાદિ દ્વારા ગુણવંતોની પ્રત્યે જેઓ બહુમાન રાખતા નથી, તેમને જે મળે છે તે જણાવાય છે– यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥६-३०॥ यस्त्विति-यस्तु शासनमालिन्ये लोकविरुद्धगुणवन्निन्दादिना प्रवचनोपघाते । अनाभोगेनाप्यज्ञानेनापि वर्तते । स तु शासनमालिन्योत्पादनावसर एव मिथ्यात्वोदयात् । महानर्थनिबन्धनं दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं बध्नाति । यदाह-“यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।।१।। बनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं ઘોરં સર્વાનર્થનિવશ્વન” રા” I૬-રૂા. અજ્ઞાનથી પણ જે જીવ શાસનની મલિનતામાં પ્રવર્તે છે; તે મહાન અનર્થના કારણભૂત મિથ્યાત્વનો બંધ કરે છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે લોકમાં વિરુદ્ધ એવી ગુણવદ્ ગુરુજનોની નિંદા વગેરે દ્વારા પ્રવચનનો ઉપઘાત કરવા સ્વરૂપ શાસનની મલિનતામાં અજ્ઞાનથી પણ જે પ્રવૃત્તિ કરે છે; ત્યારે તે મહાન અનર્થને કરનારું મિથ્યા-કર્મ બાંધે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની મલિનતા કરાવવાના અવસરે જ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય થવાથી, દુઃખે કરી જેનો અંત આવી શકે એવા સંસારસ્વરૂપ વનમાં પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વમોહનીયકર્મનો બંધ થાય છે. ગુણવાન પુરુષોની નિંદા એ લોકવિરુદ્ધ કૃત્ય છે. એનાથી લોકો એમ વિચારે છે કે “આ તે કેવું શાસન છે? અહીં તો ગુણવાનની પણ નિંદા કરાય છે' - આ રીતે પ્રવચનનો ઉપઘાત થવાથી શાસનની મલિનતા કરાવાય છે અને તેથી મિથ્યાત્વનો બંધ થાય છે. ૨૪૦ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy