SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિબંધ કરે છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીના પાતંત્ર્યમાં એ દષ્ટિએ ભેદ નથી. આથી સમજી શકાશે કે પૂ. સાધુમહાત્માઓને તેમની સમગ્રતા-પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ્ઞાન જેટલું જ મહત્ત્વ જ્ઞાનીના પારતંત્રમાં છે. જ્ઞાનના અભાવે કોઈ વાર દુઃખ કે મોહથી અન્વિત એવો પણ વૈરાગ્ય થયો હોય; તોપણ જ્ઞાનીની આજ્ઞાને વશ બની પ્રવૃત્તિ કરવાથી સાધુસમગ્રતાને પ્રાપ્ત કરી શકાય છે. આવું સમજયા પછી પણ જ્ઞાનીઓની પરમતારક આજ્ઞાને આધીન બનવાનું લગભગ ગમતું નથી. સર્વથા દુઃખોનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ બીજી કોઈ પ્રવૃત્તિ કરે અથવા ન કરે તો પણ ગુણવત્પાતંત્ર્ય કેળવે નહિ તો તેમનો પ્રયત્ન સફળ નહિ બને. સ્વતંત્રપણે વર્તવાની વૃત્તિ દિવસે દિવસે વ્યાપક બનતી જાય છે. આવી સ્થિતિમાં ગુણવત્પાતંત્ર્યની અનિવાર્યતા અને આવશ્યકતા સમજાવવાનું પણ લગભગ શક્ય નથી. જ્ઞાનરહિત એવા પણ વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવવાનું કાર્ય, ગુણવત્પાતંત્ર્ય કરે છે એ મુમુક્ષુ આત્માઓએ કોઇ પણ રીતે ભૂલવું ના જોઇએ. /૬-૨પા. ननु गुणवत्पारतन्त्र्यं विनाऽपि भावशुद्धया वैराग्यसाफल्यं भविष्यतीत्यत आह ગુણવત્પાતંત્ર્ય વિના પણ ભાવની શુદ્ધિથી વૈરાગ્યને સફળ બનાવી શકાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ ગુણવત્પાતંત્ર્યની આવશ્યકતા નથી - આ પ્રમાણે કહેનારાની વાત બરાબર નથી, તે જણાવાય છે भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ॥६-२६॥ भावेति-भावशुद्धिरपि यमनियमादिना मनसोऽसङ्क्लिश्यमानतापि । एतद् गुणवत्पारतन्त्र्यं विना । अप्रज्ञाप्यस्य गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य । बालस्य अज्ञानिनः । स्वाग्रहात्मिका शास्त्रश्रद्धाधिकस्वकल्पनाभिनिवेशमयी । मार्गो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही जीवपरिणामस्तदननुसारिणी न न्याय्या । यदाह-“भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियात्यर्थं न पुनः स्वाग्रहात्मिका ॥१।। रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।।२।। तथोत्कृष्टे जगत्यस्मिन् शुद्धिवे शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं नार्थवद्भवेत् ।३।' ॥६-२६।। ગુણવત્ એવા ગુરુજનોના પાતંત્ર્ય વિના અપ્રજ્ઞાપનીય એવા અજ્ઞાનીની પોતાના આગ્રહસ્વરૂપ ભાવશુદ્ધિ પણ માર્ગાનુસારિણી ન હોવાથી ઉચિત નથી.” - આ પ્રમાણે છવ્વીસમાં શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ; તેમ જ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન સ્વરૂપ પાંચ નિયમ અને આસન વગેરે યોગનાં અંગોની સાધના વડે મનની સંક્લેશ(રાગ-દ્વેષ)રહિત અવસ્થાને ભાવશુદ્ધિ કહેવાય છે. ગીતાર્થમહાત્માઓના ઉપદેશનું અવધારણ કરવાની જેનામાં યોગ્યતા નથી તેને અપ્રજ્ઞાપ્ય (અપ્રજ્ઞાપનીય) કહેવાય એક પરિશીલન ૨૩૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy