________________
અનુક્રમે વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. રાગની જેમ જ વૈરાગ્યના પણ અસંખ્ય પ્રકાર છે. પરંતુ એ બધાને ઉપર જણાવેલા ત્રણ ભેદોમાં સમાવીને અહીં માત્ર ત્રણ પ્રકારોનું વર્ણન કરવાનું ઈષ્ટ છે.
શ્લોકના પૂર્વાર્ધમાં એ ત્રણ ભેદોનાં નામ જણાવીને ઉત્તરાર્ધથી પ્રથમ દુઃખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે. આર્તધ્યાન સ્વરૂપ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. ઈષ્ટના સંયોગની ચિંતા અને અનિષ્ટના વિયોગની ચિંતા તેમ જ રોગની ચિંતા અને નિયાણા(નિદાન)ની ચિંતા સ્વરૂપ આર્તધ્યાન ચાર પ્રકારનાં છે. સંસારમાં પાપના યોગે પ્રાપ્ત થયેલા દુઃખસ્વરૂપ અનિષ્ટના યોગે તેના વિયોગ માટે સતત ચિંતનાદિ કરવાના કારણે આવા જીવો સંસારનાં સુખોથી પણ દૂર રહે છે. જેનાથી દૂર રહેવાનું છે તેની પ્રત્યે રાગ ન હોય એ સમજી શકાય છે. આ રીતે સુખ પ્રત્યે રાગનો અભાવ થવાથી તે વૈરાગ્ય છે અને દુઃખના નિમિત્તથી તે થયો હોવાથી દુઃખગર્ભિત હોય છે.
આવા આત્માઓ સુખથી દૂર રહેતા હોવા છતાં મુક્તિના ઉપાયભૂત સમન્નાનાદિને વિશે પોતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી. તાત્ત્વિક રીતે સુખની અસારતાદિના પરિજ્ઞાનથી જો વૈરાગ્ય થયો હોય તો શ્રદ્ધાતિશયને લઈને શક્તિ ઉપરાંત પણ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થતી હોય છે. તેથી જ્યાં શક્તિ અનુસાર પણ પ્રવૃત્તિ જણાતી ન હોય ત્યાં તાત્વિક વૈરાગ્ય હોતો નથી. તેથી શક્તિ અનુસાર પ્રવૃત્તિના અભાવના કારણે આ વૈરાગ્ય દુઃખાન્વિત છે. સંસારનો અહીં ભય ન હોવાથી અને માત્ર દુઃખનો જ ભય હોવાથી તે આત્તર્ધાન સ્વરૂપ છે - એ સ્પષ્ટ છે. II૬-૨૧.
પૂર્વ(૨૧મા)શ્લોકના ઉત્તરાર્ધથી શરૂ કરેલ પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ જણાવાય છે–
अनिच्छा हात्र संसारे स्वेष्टालाभादनुत्कटा ।
नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ॥६-२२॥ अनिच्छेति-अत्र हि वैराग्ये सति । संसारे विषयसुखे । अनिच्छा इच्छाभावलक्षणा आत्मपरिणतिः । नैर्गुण्यदृष्टिनं संसारस्य बलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं । द्वेषं विनाऽनुत्कटा । अत एव चित्ताङ्गयोः खेदकृद् मानसशारीरदुःखोत्पादिका इच्छाविच्छेदो हि द्विधा स्यादलभ्यविषयत्वज्ञानाद्वेषाच्च, आद्य इष्टाप्राप्तिज्ञानाद्दुःखजनकः, अन्त्यश्च न तथेति ॥६-२२।।
પોતાના ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય વખતે સંસાર પ્રત્યે અનુત્કટ અનિચ્છા હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનથી તેની પ્રત્યે ઉત્પન્ન થનારદ્વેષ વિના એ અનિચ્છા મન અને શરીરને ખેદ કરનારી બને છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુઃખાન્વિત વૈરાગ્ય હોતે છતે સંસાર અર્થાત્ વિષયસુખની પ્રત્યે ઇચ્છા રહેતી
૨૩૦
સાધુસામગ્રય બત્રીશી