________________
રાંધવા વગેરેનો આરંભ કરાયે છતે; તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવંતોને આપીને પોતાના આત્માને હું કૃતાર્થ કરીશ - આવા પ્રકારનો સંકલ્પ કોઈ કરે તો તે શુભ ભાવ સ્વરૂપ હોવાથી, અન્ય મુનિચંદનાદિયોગની જેમ દુષ્ટ નથી... ઇત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઈએ. ૬-૧થી
ઉપર જણાવ્યા મુજબ અસંકલ્પિત જ પિંડ સાધુઓએ ગ્રહણ કરવાનો હોય તો, સર્વથા ન મળે એવું ન હોય તોપણ બહુધા એ નહિ મળે અને તેથી આવી અસંભવી વસ્તુનો ઉપદેશ આપવાથી આતની અનામતા થશે... ઇત્યાદિ શંકાના સમાધાન માટે જણાવાય છે
प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाप्ययम् ।
सम्भवीत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ॥६-१८॥ प्राय इति-एवमसङ्कल्पितस्यैव पिण्डस्य ग्राह्यत्वे । प्रायोऽलाभः स्यात् शुद्धपिण्डाप्राप्तिः स्यात् । इति चेद् बहुधापि सङ्कल्पातिरिक्तैर्बहुभिरपि प्रकारैः शङ्कितम्रक्षितादिभिरयमलाभः सम्भवी । अथवाएवं प्रायोऽसङ्कल्पितस्यालाभः स्यादिति चेद् बहुधाप्ययमसङ्कल्पितस्य लाभः सम्भवी । अदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां पाकस्योपलब्धेः । तथापि तवृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्तता स्यादित्यत आहइत्यत एव यतिधर्मो मूलोत्तरगुणसमुदायरूपोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रति अतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात्, कार्यानुरूपकारणवचनेनैवाप्तत्वसिद्धेः ॥६-१८॥
“આ પ્રમાણે અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનો હોય તો પ્રાયઃ એ મળશે જ નહિ - આ શંકાના સમાધાનમાં કહેવાનું એ છે કે ઘણી રીતે એવો પિંડ મળી શકે છે. જોકે એ પિંડ મેળવવાનું દુષ્કર તો છે. પરંતુ તેથી જ તો સાધુધર્મને અત્યંત દુષ્કર વર્ણવ્યો છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે પોતાના માટે રાંધવાદિનો આરંભ કરીને તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવંતોને દાન આપવાનો સંકલ્પ કરવાનું દુષ્ટ ન પણ હોય તોપણ એવો સંકલ્પિત પિંડ લગભગ ન મળે. કારણ કે આટલા વિવેકી અને ઉપયોગવાળા દાતાઓ ક્વચિત જ મળે. પૂ. સાધુભગવંતોના આચારનું પરિણાન, વિશિષ્ટ ઔદાર્ય, વિવેક અને પ્રાસંગિક ઉપયોગ વગેરેના યોગે એવો સંકલ્પ ઉદ્ભવે. બાકી તો રાંધવા વગેરેની શરૂઆત કરતાં પૂર્વે જ યાવદર્થિકાદિને ઉદ્દેશીને સંકલ્પ કરાતો હોય છે. તેથી વિવક્ષિત પિંડ અલભ્ય બનશે. આ પ્રમાણે શંકાકારનો આશય છે. પરંતુ એ બરાબર નથી. કારણ કે આમ તો શક્તિ કે પ્રક્ષિત વગેરે દોષોથી રહિત પિંડ પણ પ્રાયઃ ક્વચિત જ મળે છે. તેથી કાંઈ દુષ્ટ પિંડ થોડો લેવાય? આધાકમદિ દોષની શંકા જેમાં હોય તેને શંકિતપિંડ કહેવાય છે. અને મધ વગેરે (અભક્ષ્યાદિ) દ્રવ્યના સ્પર્શથી યુક્ત પિંડને પ્રક્ષિતપિંડ કહેવાય છે. શંકિતાદિ અનેક રીતે પિંડ અલભ્ય બને છે. તેથી દોષથી યુક્ત પિંડ લેવાનું વિધાન ન કરાય.
૨૨૬
સાધુસામગ્રય બત્રીશી