SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આગમમાં દીક્ષા છોડી દીધેલા તરીકે તેમનું વર્ણન છે. ચારિત્ર છોડી દેવાના તેમના પરિણામને જોઈને ગુર્નાદિકે ઘણી હિતશિક્ષા આપવા છતાં જેઓ સંયમના પરિણામમાં પાછા ફરતા નથી, તેઓ સારૂપિક કે સિદ્ધપુત્ર તરીકે થોડા કાળ માટે રહે. સારૂપિક તેને કહેવાય છે કે જે શિરોમુંડન કરાવે છે. રજોહરણ રાખતા નથી. તુંબડું લઈને ભિક્ષાએ જાય છે અને પત્ની રાખતા નથી. સિદ્ધપુત્ર તેને કહેવાય છે કે જે વાળ રાખે છે. ભિક્ષાએ જાય અથવા ન જાય. વરાટકોથી વૅટલિકા કરે. અથવા લાકડી ધારણ કરે. શ્લોકમાં પુ િઆ પદથી એવા જ સિદ્ધપુત્રાદિ ગ્રહણ કરાય છે કે જેઓએ દિક્ષા છોડી દીધી છે અને બીજી કોઈ ભિક્ષા) ક્રિયા કરવા સમર્થ ન હોય. પરંતુ જેઓ અત્યંત અવદ્યભીરુ છે અને મોક્ષની તીવ્ર અભિલાષાના કારણે પ્રવ્રયામાં ચિત્ત જેમનું પ્રતિબદ્ધ છે, તેમને પ્રથમ સર્વસંપન્કરી જ ભિક્ષા હોય છે. આવા આત્માઓને છોડીને બીજા અસઆરંભીને પૌરુષબી જ ભિક્ષા હોય છે. ઉપર જણાવ્યા મુજબ સિદ્ધપુત્રાદિને કઈ ભિક્ષા હોય છે - તે સ્પષ્ટપણે સમજી શકાય છે. છતાં પણ અષ્ટક પ્રકરણની વૃત્તિને કરનારાએ આ વિષયમાં એમ જણાવ્યું છે કે તત્ત્વ તો કેવલીભગવંતો જાણે છે તે આ સંશયને જણાવવા માટે નથી જણાવ્યું. પરંતુ દીક્ષાને છોડી જનારા આત્માઓનો ચોક્કસ કયો ભાવ છે - તે જાણી શકાતો નથી – એ જણાવવા માટે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૬-૧રા ઉપર જણાવેલી ત્રણ ભિક્ષામાંથી જે ભિક્ષાને લઇને સાધુ ભગવંતો પૂર્ણતાને પામે છે; તે જણાવાય છે– अन्याबाधेन सामण्यं मुख्यया भिक्षयालिवत् । गृह्णतः पिण्डमकृतमकारितमकल्पितम् ॥६-१३॥ अन्येति-अन्येषां स्वव्यतिरिक्तानां दायकानामबाधेनापीडनेन । मुख्यया सर्वसम्पत्कर्या भिक्षया । अलिवद्भमरवद् । अकृतमकारितमकल्पितं च पिण्डं गृह्णतः । सामग्र्यं चारित्रसमृद्ध्या पूर्णत्वं भवति । अलिवदित्यनेनानय(ट)नप्रतिषेधः । तथा सत्यभ्याहृतदोषप्रसङ्गात् । साधुवन्दनार्थमागच्छद्रिः गृहस्थैः पिण्डानयने नायं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिण्डानयनस्य प्रासङ्गिकत्वादिति चेन्नैवमपि માના હતાનિવારણાતિ વત્તિ //૬-૦રૂ/ અકૃત, અકારિત અને અકલ્પિત પિંડને; દાતા વગેરેને તકલીફ ન પડે એ રીતે ભમરાની જેમ સર્વસંપત્કરી ભિક્ષા વડે ગ્રહણ કરનાર પૂ. સાધુમહાત્માને સામગ્ય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતોને સર્વસંપન્કરી પ્રથમભિક્ષા હોય છે. એ ભિક્ષા વડે જે પિંડગ્રહણ તેઓશ્રી કરે છે તે વખતે પોતાને છોડીને અન્ય કોઇને (દાતા વગેરેને) પણ બાધા થાય નહિ એ રીતે ભમરાની જેમ ગ્રહણ કરે છે. ભમરો પુષ્પને ૨૨૦ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy