SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ “વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન : આ ત્રણ પ્રકારના જ્ઞાનને મહર્ષિઓએ કહ્યું છે.” II૬-રા. ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં જ્ઞાનમાંના પ્રથમ જ્ઞાનના સ્વરૂપાદિને જણાવાય છે– आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम् ॥६-३॥ आद्यमिति-आद्यं विषयप्रतिभासज्ञानं । मिथ्यादृशामेव । मुग्धस्याज्ञस्य रत्नप्रतिभासादिवत् तत्तुल्यं । तदाह-“विषकण्टकरलादौ बालादिप्रतिभासवद्” इति । अज्ञानं मत्यज्ञानादिकं तदावरणं यत्कर्म तस्यापायः क्षयोपशमस्तस्मात् । तदाह-“अज्ञानावरणापायम्” इति । ग्राह्यत्वादीनामुपादेयत्वादीनामविनिश्चयोऽनिर्णयो यतस्तत् । तदाह-“तद्धेयत्वाद्यवेदकम्” इति । यद्यपि मिथ्यादृशामपि घटादिज्ञानेन घटादिग्राह्यता निश्चीयत एव, तथापि स्वविषयत्वावच्छेदेन तदनिश्चयान्न दोषः, स्वसंवेद्यस्य स्वस्यैव तदनिश्चयात् ।।६-३।।। મતિ-અજ્ઞાનાદિઆવરણ સ્વરૂપ કર્મના અપાય-વિગમથી થનારું અને હેયતાદિના નિશ્ચયને નહિ કરનારું એવું; મુગ્ધ જીવોને રત્નાદિમાં થનારા પ્રતિભાસ જેવું પહેલું વિષયપ્રતિભાસ' જ્ઞાન; મિથ્યાષ્ટિઓને જ હોય છે - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મુગ્ધ, બાળકો વગેરેને રત્ન, વિષ કે કાંટા વગેરેનો જે પ્રતિભાસ થાય છે, તે સમયે તેમને હેય-ઉપાદેયનો જેમ વિવેક હોતો નથી તેમ અહીં મિથ્યાષ્ટિઓને પણ તે તે વિષયનો પ્રતિભાસ હેયોપાદેયતાના વિવેક વગરનો જ હોય છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે. આવું પણ વિવેકશૂન્ય જ્ઞાન તેમને અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આત્માનો ગુણ જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાત્વના ઉદયને લઈને તેને જ્ઞાન નથી માનતા પણ અજ્ઞાનરૂપ માને છે. તેના આવરણ સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મને પણ અજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (મંદરસવાળાં દળિયાના ઉદયથી) આ વિષયપ્રતિભાસજ્ઞાન થતું હોય છે. જ્ઞાનાવરણISાં. આ પદથી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે. મિથ્યાષ્ટિઓને જ થનારું આ વિષયપ્રતિભાસજ્ઞાન; “તયાત્રાઇવે' આ પદથી શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યા મુજબ ઉપાદેયત્વ અને હેયત્વ વગેરેના નિર્ણયને કરાવતું નથી. યદ્યપિ મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતા(ઉપાદેયતા)દિનો નિશ્ચય થાય છે પરંતુ સ્વવિષયતા જયાં જ્યાં છે ત્યાં ત્યાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી અર્થાત્ વિષયપ્રતિભાસજ્ઞાનમાત્રમાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. કારણ કે સ્વસંવેદ્ય એવું વિષયપ્રતિભાસ જે જ્ઞાન છે તે સ્વયં અગ્રાહ્ય-ય હોવા છતાં તેનો નિર્ણય તેનાથી (વિષયપ્રતિભાસજ્ઞાનથી) થતો નથી. કોઈ એક વિષયપ્રતિભાસજ્ઞાનથી તેવો નિર્ણય થાય તો પણ તેની એક પરિશીલન ૨૦૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy