________________
આગમમાં વર્ણવેલી ઇન્દ્રાદિની જેમ શ્રી દશાર્ણભદ્રાદિએ કરેલી જે પૂજા છે, તેને “સર્વોપચારા પૂજા કહેવાય છે. પ-૨રા ઉપર જણાવેલી પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઇએ તે જણાવાય છે–
इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता ।
विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संवृतात्मना ॥५-२३॥ इयमिति-इयं पूजा न्यायोत्थवित्तेन भावविशेषात्परिशोधितद्रव्येण । भक्तिमता सता कार्या । विशुद्धं पट्टयुग्मादि रक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन । तदुक्तं-“सितशुभवस्त्रेणेति” । शुचिना द्रव्यतो देशसर्वस्रानाभ्यां । भावतश्च विशुद्धाद्यवसायेन । संवृतात्मना अंगोपांगेन्द्रियसंवरवता ।।५-२३॥
“ન્યાયથી પ્રાપ્ત અને પરિશુદ્ધ એવા વિત્ત(ધનાદિ દ્રવ્ય)થી વિશુદ્ધ અને ઉજ્જવળ એવા વસ્ત્રને ધારણ કરી દ્રવ્ય અને ભાવથી પવિત્ર, એવા ભક્તિમાને ઈન્દ્રિયાદિની અશુભ ચેષ્ટાઓનો નિરોધ કરીને આ પૂજા કરવી જોઇએ.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂર્વશ્લોકમાં વર્ણવેલી પૂજા ન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યથી જ કરવી જોઇએ. અન્યાયથી પ્રાપ્ત એવા વિત્તથી પૂજા કરવાનું ઉચિત નથી. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરંતુ તે અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી મેળવેલી ન હોવી જોઈએ. ન્યાયથી પ્રાપ્ત વિત્તમાં બીજા કોઈનું વિત્ત આવી ગયું હોય તો તેટલા પ્રમાણમાં તેનું પુણ્ય તેને પ્રાપ્ત થાઓ' આવી ભાવનાથી તેમ જ ન્યાયથી પ્રાપ્ત પણ ધન છોડવાજેવું છે, રાખવાજેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય નાશ પામવાનું છે તો તેનો સદુપયોગ કરી લેવો – એ જ હિતાવહ છે... ઇત્યાદિ ભાવથી ન્યાયોપાત્તવિત્તને પરિશુદ્ધ બનાવીને તે દ્રવ્યથી પૂજા કરવી.
પૂજા કરતી વખતે વિશુદ્ધ વસ્ત્રયુગલ લાલ, પીળા વગેરે વર્ણવાળું પહેરવું - આ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં જણાવતાં ફરમાવ્યું છે કે “સિતગુમવન્નેન' - પવિત્ર ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરવા વડે પૂજા કરવી. પૂજા કરતાં પૂર્વે દેશથી અથવા સર્વથા સ્નાન કરવાનું આવશ્યક છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશસ્નાન કહેવાય છે અને પગથી મસ્તક સુધીના પ્રક્ષાલનને સર્વસ્નાન કહેવાય છે. આ બે પ્રકારનું દ્રવ્યસ્નાન છે. આગમમાં પ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવ સ્નાન કહેવાય છે. આવાં બંને પ્રકારનાં (દ્રવ્ય-ભાવ) સ્નાનથી પવિત્ર બનીને પૂજા કરવાની છે. પૂજા કરતી વખતે અંગ(હસ્તાદ), ઉપાંગ(આંગળી વગેરે) અને ઈન્દ્રિયોની અશુભચેષ્ટાઓનો વિરોધ કરવા વડે સંવૃત (સંયત) બનેલા આત્માએ પૂજા કરવી જોઇએ. શરીર કે ઇન્દ્રિયો દ્વારા કર્મબંધ જે રીતે ન થાય તે રીતે પૂજા કરવી. શરીરાદિને સંયમિત બનાવ્યા વિના આત્માને સંવરભાવની પ્રાપ્તિ થતી નથી. કાયાનો સંયમ, મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશસ્ત વિષય-ખાનપાનાદિમાં એ અનુભવસિદ્ધ છે./૫-૨all
૧૯૪
ભક્તિ બત્રીશી