________________
વર્ષા માટે વાયુકુમાર અને મેઘકુમાર દેવસંબંધી મંત્રજાસાદિ કરવાનું શિષ્ટ જનોની પરંપરાથી આવેલું છે - તે યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી દરરોજ પરમાત્માના પરમતારક બિંબની પૂજા (અંગરચનાદિ સ્વરૂપ વિશિષ્ટ પૂજા) અને યાચકોને પોતાની સંપત્તિને અનુસરી દાન આપવું જોઈએ. ભાવપૂર્વક અપાયેલ દાન વગેરે શાસનની પ્રભાવનાનાં પ્રબળ કારણ છે. શાસનની તેવા પ્રકારની પ્રભાવના માટે ઉપર જણાવ્યા મુજબ નિરંતર આઠ દિવસ સુધી પૂજા અને દાન કરવાં જોઇએ. શક્તિસંપન્ન આત્માઓ પોતાની શક્તિ અનુસાર દાનાદિ કરે તો શાસનની પ્રભાવના ચોક્કસ જ થયા વિના નહિ રહે. શાસન ઉન્નતિના કારણ તરીકે નહિ જણાય ત્યાં સુધી તેની ઉન્નતિ કરવાનું શક્ય નથી. જેમ બને તેમ વધારે આત્માઓના હૃદયમાં શાસન પ્રત્યે બહુમાન પ્રગટે એ આશયવિશેષ શાસનોન્નતિનું પ્રબળ કારણ બને છે. શાસનોન્નતિના નામે પોતાનો પ્રભાવ પાડવાનો ભાવ આવી ન જાય-એનું સતત ધ્યાન રાખવું જોઇએ. જાતને ભૂલીને શાસન-ઉન્નતિ માટે પ્રયત્ન કરવાથી શાસનોન્નતિ પારમાર્થિક બને છે.
અહીં પર પ્રદ થી આરંભીને નવ મારિë અહીં સુધીનો ગ્રંથ ( ) આ મુજબ કૌંસમાં જણાવ્યો છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં એ પાઠ ઉપલબ્ધ નથી. અહીં જે ઉપલબ્ધ છે તેમાં અશુદ્ધિ પણ લાગે છે. એટલે તેનું વિવરણ કરવાનું થોડું અઘરું જ છે. છતાં સંભાવ્ય પાઠને આશ્રયીને તે ગ્રંથનો આશય નીચે મુજબ જણાવું છું. અન્યવિવેચનકર્તાનાં વિવેચનોથી પણ તે સમજવાનો પ્રયત્ન જિજ્ઞાસુઓએ કરવો જોઈએ.
પર પ્રહ.. ઇત્યાદિ- અહીં કેટલાક લોકો કહે છે કે વિશેષ પ્રકારના ન્યાયથી પ્રાપ્ત દ્રવ્યાદિ દ્વારા શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય ભાવની શુદ્ધિપૂર્વક થયેલું હોવાથી તેની સ્થાપના વખતે વિજ્ઞશાંતિ માટે બલિ વગેરે અપાય છે - તે ઉચિત નથી. કારણ કે ભાવની શુદ્ધિથી જ વિપ્નની શાંતિ થઈ જાય છે. કેટલાક લોકોનું એ કથન યુક્ત નથી. ભાવની વાસ્તવિક અત્યંતર સ્થાપનામાં ભાવની પ્રધાનતા હોવાથી સ્વભાવથી જ પારમાર્થિક ભાવ વડે વિપ્નોની શાંતિ થઈ જાય છે. અહીં તો બાહ્યબિંબસ્થાપના વખતે બલિ વગેરેના ઉપચારથી જ ક્ષેત્રાધિષ્ઠાયક દેવાદિને ઉદ્દેશીને શાંતિ વગેરે માટે ઉપર જણાવ્યા મુજબ મંત્રન્યાસાદિ કરાય છે. તેથી શાસનની ઉન્નતિ થવાના કારણે વિશેષ અભ્યદયની સિદ્ધિ (પુણ્યાનુબંધી પુણ્યવિશેષની સિદ્ધિ) થાય છે. અન્યથા અત્યંતર પ્રતિષ્ઠાની સિદ્ધિ થઈ ગયા પછી બાહ્યપ્રતિષ્ઠા જ અસિદ્ધ બનશે. કારણ કે શાસનની ઉન્નતિ વગેરેના ઉદેશથી તે કરાય છે. કર્મનિર્જરાદિ ફળ તો અત્યંતર પ્રતિષ્ઠાથી પ્રાપ્ત જ છે.
માત્ર ભાવથી જ કાર્ય(ફળ) સિદ્ધ થતું હોય તો; પ્રતિમાજીમાં પદ્માસન અને પર્યકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે, પરંતુ તેમ કરવાથી સિદ્ધાવસ્થામાં જળનો અભિષેક વગેરે ન હોવાથી પ્રતિમાજીનો પણ જલાભિષેક વગેરે નહિ કરવાનો પ્રસંગ આવશે (અર્થાતુ જલાભિષેકાદિ વ્યવહાર ઉચિત નહિ મનાય) - આ પ્રમાણે બીજા લોકો જે કહે છે –
એક પરિશીલન
૧૯૧