SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોક્તના સ્મરણપૂર્વકની તે તે પ્રવૃત્તિના કારણે ભાવ શુદ્ધ બને છે. આથી સમજી શકાશે કે ભાવથી શૂન્ય માત્ર બાહ્યવિશેષને લઇને ફળવિશેષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ભાવને લઇને જ પ્રતિમાજીના બાહ્યવિશેષ કોઇ વાર ફળવિશેષનું કારણ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે જણાવતાં ફરમાવ્યું છે કે - “શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય; એમાં જે બાહ્યવિશેષ છે, તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” (૭-૧૨) “નિરંતર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભક્તિ વગેરે હિંગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.” (૭-૧૩) ।।૫-૧૫॥ ઉપર જણાવેલા આશયવિશેષથી અને તેના અભાવથી કરાવાતા શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે વિશેષ (ફરક) છે; તે જણાવાય છે— लोकोत्तरमिदं ज्ञेयमित्थं यबिम्बकारणम् । मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ॥५- १६॥ I लोकोत्तरमिति—इत्थमागमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धेन । यबिम्बकारणम् । इदं लोकोत्तरं मोक्षदं च ज्ञातव्यम् । अन्यच्च उक्तविपरीतं च बिम्बकारणं । लौकिकं सदभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्यानुषङ्गिकत्वम्, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तम् -' एवंविधेन यबिम्बकारणं तद्वन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥१॥ लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषङ्गेण ||२|| ||५-१६।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે આ પ્રમાણે આગમમાં કહેલ વિધિના સ્મરણથી યુક્ત પ્રવૃત્તિથી શુદ્ધ એવા આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર કોટિનું અને મોક્ષને આપનારું જાણવું. આનાથી વિપરીત અશુદ્ધ પ્રવૃત્તિથી અશુદ્ધ એવા આશયથી જે બીજું બિંબ ભરાવાય છે તે લૌકિક કોટિનું અને અભ્યુદય (ખ્યાતિ વગેરે) ફળને કરવાવાળું જાણવું. યદ્યપિ લોકોત્તર કોટિનું જે બિંબ ભરાવાય છે તેનું ફળ મોક્ષ અને અભ્યુદય પણ છે, પરંતુ લોકોત્તર સ્થળે તે અભ્યુદય ફળ આનુષંગિક છે અને લૌકિક સ્થળે અભ્યુદય ફળ મુખ્ય છે, ત્યાં મોક્ષસ્વરૂપ ફળ તો મળતું જ નથી. આટલો ફરક તે બેમાં છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે— “આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે, તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થાત્ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને ભક્તિ બત્રીશી ૧૮૦
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy