________________
આગળ ચાલવા માંડે છે તેમ તેમ બિંબ ભરાવનારને ચિત્તમાં સંતોષ (પ્રીતિવિશેષ) ઉત્પન્ન થાય છે. એ બધા જ ચિત્તપરિણામો બિંબની નિર્મિતિમાં કારણ બને છે. કારણ કે તાત્ત્વિક રીતે તે પરિણામોથી જ બિંબ ભરાવવાના કાર્યની સમાપ્તિ થાય છે. બિંબ કરાવવા સ્વરૂપ સાધ્ય-ફળની પ્રાપ્તિ, એ ચિત્તના સંતોષોથી થાય છે. ભાવને અનુરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી અહીં પ્રીતિવિશેષ સાનુબંધ (ઉત્તરોત્તર વૃદ્ધિમત) કરવો જોઈએ. જે ઉત્સાહથી કાર્યનો આરંભ કર્યો હતો તેની અપેક્ષાએ કાર્યની સમાપ્તિ સુધી એ ઉત્સાહ વધતો રહેવો જોઇએ. “કામ શરૂ કર્યું છે તો હવે પતાવો”. ઈત્યાદિ રીતે ઉત્સાહભંગ થવો ના જોઈએ. અન્યથા બિંબનિર્માણાદિ કાર્યમાં ભલીવાર નહિ રહે. આથી સમજી શકાશે કે કાર્યની સિદ્ધિમાં ઉચિત ઉત્સાહ(ચિત્તના સંતોષાત્મક પરિણામ)નું પ્રાધાન્ય છે. ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણો ન હોય તો ચિત્તનો ઉત્સાહ જાળવવાનું ખૂબ જ કઠિન છે. લોકોત્તર અનુષ્ઠાનો તાત્ત્વિક રીતે ઉત્સાહને લઈને પરમનિર્જરાનાં કારણ બને છે. પ-૧રા ચિત્તનો વિનાશ નહિ કરવાનું જણાવવા પાછળ જે આશય છે, તેને સ્પષ્ટ કરાય છે
तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता ।
पूर्या दौर्हृदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ॥५-१३॥ तत्कर्तरि चेति-तत्कर्तरि च बिम्बनिर्मातरि च । याऽप्रीतिः सा तत्त्वतः फलतो जिने स्मृता । तदालम्बनकाया अपि तस्या जिनोद्देशकत्वात् । सा च सर्वापायहेतुरिति तत्परिहारे यलो विधेयः । तदाह“अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या ।।१।।" तदप्रीतेः सर्वथा परिहार्यत्वात् । दौ«दभेदाः शिल्पिगता बालकुमारयुवलक्षणावस्थात्रयगामिनो मनोरथाः । तदवस्थात्रयमनादृत्य जिनावस्थात्रयाश्रयाः प्रतिमागतावस्थात्रयोद्भावनेन मनसोत्थापिताः सन्तः पूरणीयाः क्रीडनकाधुपढौकनादिना । इत्थमेव भगवद्भक्तिप्रकर्षापपत्तेः । यदाह-“अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौर्हदैर्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥१॥' अत्रावस्थात्रयगामिनो बुधै «दाः समाख्याताः बालाद्याश्चैत्ता यत्तत् क्रीडनकादिदेयमिति ॥५-१३॥
“શ્રી જિનબિંબના કર્તા(નિર્માતા) શિલ્પીને વિશે જે અપ્રીતિ છે; તે વાસ્તવિક રીતે શ્રી જિનેશ્વરદેવસંબંધી જ જાણવી અર્થાત્ એવી અપ્રીતિના પરિહાર માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ શિલ્પીને તેની ત્રણ અવસ્થાને લઈને ઉત્પન્ન થયેલા મનોરથો ખરેખર તો શ્રી જિનની જ અવસ્થાત્રયને લઈને તે મનોરથો છે - એમ માનીને પૂર્ણ કરવા જોઇએ.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે – શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબને કરનાર શિલ્પીને વિશે કોઈ પણ કારણસર અપ્રીતિ થાય તો તે દેખીતી રીતે શિલ્પીના કારણે થયેલી દેખાતી હોવા છતાં ખરી રીતે તો તે પરમાત્માને ઉદ્દેશીને જ થયેલી માનવી જોઈએ. એ અપ્રીતિ સર્વ અપાયોનું
ભક્તિ બત્રીશી
૧૭૬