SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (બીજાને નહિ) પુષ્ટ બનાવનારી એકલપેટીવૃત્તિને જણાવનારી છે તેમ જ તે વૃત્તિ; પોતાનું માંસ ખાનારા વાઘ વગેરેના દુર્ગતિમાં જવા સ્વરૂપ અપાયને ન વિચારનારી છે. આ રીતે બુદ્ધની સત્ત્વબુદ્ધિમાં આત્મભરિત્વ અને પરાપાયાનપેક્ષત્વ સ્વરૂપ મહાદૂષણ છે. આ વાતને અષ્ટક પ્રકરણમાં પણ જણાવાઈ છે. વિશિષ્ટ અર્થને સિદ્ધ કરવાથી અપકારીમાં સદ્દબુદ્ધિ આત્મભરિત્વને જણાવનારી અને પર પ્રાણીના અપાયની ઉપેક્ષાને કરનારી છે. આથી સમજી શકાશે કે બુદ્ધની સત્ત્વબુદ્ધિ પણ મોહાનુગત હોવાથી અતિકુશલચિત્તને જણાવનારી નથી. //૪-૨ll શ્રી તીર્થંકરપરમાત્મામાં મહત્ત્વને નહિ માનનારા અન્યદર્શનીઓની માન્યતાનું નિરાકરણ કરીને પરમાત્મામાં જ મહત્ત્વ છે – એ જણાવવા સાથે પ્રકરણાર્થનું સમાપન કરાય છે– पदार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् । अगूढलक्षो भगवान् महानित्येष मे मतिः ॥४-२७॥ . “તેથી પદાર્થમાત્રમાં રસિક; અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષવાળા એવા ભગવાન મહાન છે - એમ હું માનું છું.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી અને સર્વથા રાગાદિથી રહિત હોવાથી પદાર્થમાત્રના વાસ્તવિક સ્વરૂપમાત્રને જ ગ્રહણ કરે છે. એમાં પાધિક ધર્મનો આરોપ કરતા નથી. રાગાદિ દોષોને લઈને વસ્તુના સ્વરૂપના બદલે તેના વિરૂપનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન ન હોય તો પદાર્થમાત્રનો બોધ થતો નથી. શ્રી તીર્થંકરપરમાત્માને છોડીને બીજા કોઈ પણ દેવામાં આવી પદાર્થમાત્રરસિકતા નથી. કેટલાક વિદ્વાનોના મતે અહીં “પાર્થ” ના સ્થાને પાર્થ પાઠ છે. એ મુજબ વિચારતાં પણ માનવું જ પડે કે શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને અન્ય કોઈ પણ દેવમાં એવી પરાર્થરસિકતા નથી. ઐકાંતિક, આત્યંતિક, પારમાર્થિક હિતને તેઓ(અન્ય દેવો) સમજી પણ શક્યા નથી તો તેમનામાં પરાર્થરસિકતા ક્યાંથી સંભવે ? પોતાની ઉપર જેમણે ઉપકાર કર્યો નથી એવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા શ્રી તીર્થંકર પરમાત્મા અગૂઢલક્ષવાળા છે. શ્રી તીર્થંકરપરમાત્માનું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાનો અવિસંવાદ ખૂબ જ સ્પષ્ટ રીતે તેઓશ્રીની સાધનામાં જોવા મળે છે. અહીં સત્ર ના સ્થાને સમૂહ આવો પાઠ કેટલાક વિદ્વાનો માને છે. તેનો અર્થ પણ સમજી શકાય એવો છે. મૂઢ એટલે કોઈ પણ જાતના નિર્ણયથી શૂન્ય. એવા પ્રકારનું લક્ષ્ય જેમનું નથી; તેમને અમૂઢલક્ષ કહેવાય છે. આવા શ્રી તીર્થંકરપરમાત્મા મહાન છે – આ પ્રમાણે ગ્રંથકાર પરમર્ષિની માન્યતા છે. અન્ય કોઇ પણ પરમાત્મામાં આવું મહત્ત્વ નથી... એ સૌ કોઈ સમજી શકે છે. //૪-૨થી ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંત પરમાત્મામાં જ મહત્ત્વ હોવાથી તેઓશ્રીના જ ધ્યાનવિશેષથી આત્મા પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે - એ જણાવાય છે એક પરિશીલન ૧૬૧
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy