SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અસદૂભૂત અર્થના વિષયવાળું હોવાથી ખરી રીતે એ સંભવતું જ નથી. તેથી તે અસંભવિત ચિત્તનો અભાવ હોવાથી પરમાત્મા મહાન નથી – એ કથન અયુક્ત છે. //૪-૨૩ તથાદિબીજાએ માનેલું કુશલ ચિત્ત અસંભવિત છે – એ જણાવાય છે– स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता । यद्वयं कुशले चित्ते तदसम्भवि तत्त्वतः ॥४-२४॥ स्वधर्मादिति-स्वधर्मादन्येषां जगत्प्राणिनां मुक्त्याशा मुक्तिवाञ्छा । तेषामन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरजिहीर्षालक्षणा । यदेतद्वयं कुशले चित्ते विषयीभवति । तत्तत्त्वतोऽसम्भवि बुद्धानां निर्वृतिप्रतिपादनात् । गङ्गावालुकासमा बुद्धा निर्वृता इति परेषामागमव्यवस्थितेः स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसङ्क्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविषयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा-"मय्येव निपतत्वेतज्जगदुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम् ।।१।।” इतिवद् “अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । मदीयज्ञानयोगाच्च चैतन्यं તેષુ સર્વલા Iકા” ત્યપ પરેજી પનીર્થ યાત્ II૪-૨૪ પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની આશા (ઇચ્છા) અને તે જીવોના અધર્મને સહન કરી લેવાની ભાવના : એ બંન્ને (પરંપરિકલ્પિત) કુશલ ચિત્તના વિષય મનાય છે. પરંતુ તે વાસ્તવિક રીતે સંભવિત નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે માયાપુત્રીય કુશલચિત્તની કલ્પના એ રીતે કરી છે કે – “પોતાના ધર્મના કારણે જગતના બધા જ પ્રાણીઓ મુક્ત થાય અને દુર્ગતિના કારણભૂત જે અધર્મ તેમણે આચર્યો છે તેનું ફળ મને મળે - આ રીતે તેમનાં દુઃખો દૂર કરવાની અને તેમને મુક્ત બનાવવાની જે ઇચ્છા છે, તે બે ઇચ્છાથી યુક્ત ચિત્ત કુશલચિત્ત છે. પરંતુ એ કુશલચિત્ત વાસ્તવિક રીતે સંભવિત નથી. કારણ કે તેમના જ ગ્રંથોમાં બુદ્ધોની (તત્ત્વજ્ઞાતાઓની) મુક્તિ જણાવી છે. ગંગાનદીની રેતીના કણો પ્રમાણ બુદ્ધો નિર્વાણ પામ્યા છે – આવી વ્યવસ્થા તેમના આગમમાં જણાવી છે. સ્વધર્મનો અન્ય જીવોમાં અને અન્ય જીવોના અધર્મનો સ્વમાં ઉપસક્રમ થતો હોત તો બધાની જ મુક્તિ થતી હોવાથી બુદ્ધોની જ મુક્તિ વર્ણવવાનું સંગત નહીં થાય, બધાની જ મુક્તિ વર્ણવવી પડત. આમ છતાં માત્ર ભાવનાના કારણે (વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું દુશરિત્ર (અધમ, મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધમ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત ૧૫૮ જિનમહત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy