________________
તેથી તેનો ઉપદેશ અપાય નહિ. વાવડીઓ, કૂવા, તળાવ કે સરોવર ખોદાવવાં, યક્ષાદિનાં ચૈત્યો બનાવવા અને અન્નશાળા વગેરે ખોલાવવી... ઇત્યાદિ પૂર્ણ કર્યો છે. નરકાદિ ગતિમાં લઈ જનારાં એ કર્મોનો ઉપદેશ સર્વથા ત્યાજય છે. ll૧-૪
नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह
ઉપર જણાવ્યા મુજબ પૂર્તકર્મમાં અનુકંપા મનાતી ન હોય તો દાનશાળાદિ પણ પૂર્ણ કર્મ હોવાથી; વિશિષ્ટ કારણે કરાતાં એ કર્મ પણ નહિ કરવાં જોઈએ. એમ થાય તો દાનશાળાદિ કર્મના ઉચ્છેદનો પ્રસંગ આવશે - આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે
पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् ।
तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः ॥१-५॥ पुष्टालम्बनमिति-पुष्टालम्बनं सद्भावकारणमाश्रित्य यद्दानशालादिकर्म प्रदेशिसम्प्रतिराजादीनां । तत्तु प्रवचनस्य प्रशंसादिनोन्नत्या बीजाधानादीनां भावतः सिद्धेर्लोकानाम् ।।१-५॥
શ્રી તીર્થંકર પરમાત્માના પ્રવચનની પ્રશંસા, સ્તવના વગેરેના કારણે જે ઉન્નતિ થાય છે, તેથી લોકોને સમ્યગ્દર્શનાદિના બીજનું આધાન અને ક્રમે કરી બીજનો પ્રરોહ વગેરે થાય છે, તેથી આવા પુષ્ટ આલંબન સ્વરૂપ સદ્ભાવકારણની અપેક્ષાએ પ્રદેશી કે સમ્મતિ રાજા વગેરેનું દાનશાળા વગેરે કાર્ય હતું. તેથી તેમાં પૂર્તકર્મત્વનો પ્રસંગ નથી. પ્રવચનની ઉન્નતિનો જે સદ્ભાવ છે તે પુષ્ટ આલંબનને આશ્રયીને કરાતાં દાનશાળાદિ કર્મો ઇચ્છાપૂર્તિ નથી. II૧-પા પુષ્ટાલંબને કરાતાં દાનશાળાદિ કર્મો ઇષ્ટાપૂર્ણ નથી - તેનું કારણ જણાવાય છે
बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् ।
अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥१-६॥ बहूनामिति-ततो निर्वृतिसिद्धबहूनामुपकारेणानुकम्पानिमित्ततां नातिक्रामति । तेन कारणेनात्रानुकम्पोचितफले मुख्यः शुभाशयो हेतुर्दानं तु गौणमेव, वेद्यसंवेद्यपदस्थ एव तागाशयपात्रं तागाशयानुगम एव च निश्चयतोऽनुकम्पेति फलितम् ।।१-६।।
આશય એ છે કે દાનશાળાદિ કર્મથી પ્રવચનની ઉન્નતિ દ્વારા લોકોને બીજાધાનાદિની સિદ્ધિ થાય છે અને તેથી કાલાંતરે મોક્ષની સિદ્ધિ થાય છે. આ રીતે ઘણા જીવોને ઉપકાર થતો હોવાથી તે દાનશાળાદિ કર્મો અનુકંપાનાં નિમિત્તોનું અતિક્રમણ કરતાં નથી. તેથી અહીં અનુકંપાના ઉચિતફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ શુભાશય (શુભભાવ સ્વરૂપ પુષ્ટ આલંબન) છે. દાનશાળાદિના નિર્માણથી અપાતું અન્નાદિનું દાન તો ગૌણ કારણ છે. ઉપર જણાવ્યા મુજબનો શાસનોન્નતિનો ભાવ વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થયા પછી જ આવે છે. મોક્ષ અને સંસારની પ્રાપ્તિના જે હેતુઓ
એક પરિશીલન