________________
છે. આ ચારે ય ભંગોને દષ્ટાંતથી સમજાવતાં (અષ્ટકપ્રકરણમાં) જણાવ્યું છે કે જેમ કોઈ એક માણસ સારા ઘરથી તેના કરતાં અધિક સારા ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ સર્મથી ભવથી ભવાંતરમાં જાય છે. જેમ કોઈ એક માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે, તેમ પાપાનુબંધી પુણ્ય સ્વરૂપ અસધર્મના કારણે ભાવથી ભવાંતરમાં (દુર્ગતિમાં) જાય છે. કોઈ એક માણસ જેમ અશુભ ઘરથી વધારે અશુભ ઘરમાં જાય છે તેમ મહાપાપથી જીવ એકભવથી બીજા ભવમાં જાય છે. જેમ કોઈ એક માણસ અશુભ ઘરથી શુભ ઘરમાં જાય છે તેમ સુધર્મના કારણે જીવ અશુભ ગતિથી શુભગતિમાં જાય છે – એ પુણ્યાનુબંધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચાર ભંગમાંથી પ્રથમ ભંગમાંનું શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યાનુબંધી પુણ્ય કેટલુંક ભોગવાયેલું હોય છે. જે બાકી છે તે ઉચિત ક્રિયા કરાવનારું હોવાથી તે તે દાનાદિ ક્રિયાને અનુકૂળ હોય છે. તેથી સમજી શકાશે કે દાન આપવાના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં અકૃતાર્થત્વ નથી... ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. II૪-૧૬ll
एतदेव गुणान्तरानुगुणविपाकशालितया स्पष्टयति
આ પૂર્વે શ્રી તીર્થંકરપરમાત્માનું પ્રથમભંગવર્નો પુણ્યાનુબંધી પુણ્ય ઉચિત ક્રિયાને અનુકૂળ છે – એ પ્રમાણે જણાવ્યું છે. એ પુણ્ય એવું જ હોય છે એ વાતને જ; ગુણાંતરને અનુકૂળ એવા વિપાકવાળું એ કર્મ હોય છે – એ વર્ણવવા દ્વારા સ્પષ્ટ કરાય છે
गर्भादारभ्य सत्पुण्याद् भवेत् तस्योचिता क्रिया ।
तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ॥४-१७॥ गर्भादिति-गर्भादारभ्य सत्पुण्यानुबन्धिपुण्याद् भवेत् । तस्य तीर्थकृतः । उचिता क्रिया । “तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधक मिति वचनादुचितप्रवृत्तिद्वारा तीर्थकृत्त्वस्य मोक्षसाधकत्वात् । ततस्तस्मात् । तत्रापि गर्भेऽपि । स्वामिनः श्रीवर्धमानस्य । अभिग्रहः प्रतिज्ञाविशेषः “जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमपीष्टतः ॥१॥इत्येवमुक्तस्वरूपः । न्याय्यो न्यायादनपेतः સૂયતે II૪-૧૭ના
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગર્ભથી માંડીને તીર્થંકરનામકર્મસ્વરૂપ સત્પષ્યથી શ્રી તીર્થંકર પરમાત્માને ઉચિત ક્રિયા જ થાય છે. “તીર્થંકરપણું સદા ઉચિત પ્રવૃત્તિથી મોક્ષ સાધક બને છે' - આ પ્રમાણેના વચનથી; ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થકર નામકર્મનો ઉદય મોક્ષસાધક બને છે. તેથી ગર્ભાવસ્થામાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ; “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતાપિતા જીવે છે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ગૃહસ્થાવસ્થામાં (ઘરમાં) રહીશ.' - આ પ્રમાણે જે અભિગ્રહ (પ્રતિજ્ઞાવિશેષ) ગ્રહણ કર્યો, તે યોગ્ય હતો - એમ શાસ્ત્રમાં વર્ણવાય છે. II૪-૧ણા
એક પરિશીલન
૧૫૧