SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યદ્યપિ; જ્યાં કાર્યત્વ છે ત્યાં કર્તૃપ્રયોજ્યત્વ છે અને જ્યાં કપ્રયોજ્યત્વનો અભાવ છે ત્યાં કાર્યત્વનો અભાવ છે - આ નિયમથી કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - એ સ્પષ્ટ છે. ક્ષિતિ વગેરે કાર્યમાં કાર્યત્વ માનીએ અને કર્તૃપ્રયોજયત્વ(સકર્તૃકત્વ) ન માનીએ તો ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - આવો સામાન્યથી કાર્યકારણભાવ માની શકાશે નહિ. તેથી એ કાર્યકારણભાવના અનુરોધથી ક્ષિત્યાદિમાં સકર્તૃત્વ માનવાનું આવશ્યક છે. આ કાર્યકારણભાવ જ ઉ૫૨ જણાવેલા અનુમાનનો પ્રયોજક છે. આથી સમજી શકાશે કે જગકર્તૃત્વરૂપ સાધ્યની અપેક્ષાએ જગદકત્વસ્વરૂપ વિપક્ષનો બાધ કરનાર કાર્યસામાન્ય અને કર્તાસામાન્યનો કાર્યકારણભાવસ્વરૂપ અનુકૂળ તર્ક છે. ‘ક્ષિત્યાદિમાં કાર્યત્વ હોય અને સકર્તૃકત્વ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ કાર્ય અને કર્તા સામાન્યનો કાર્યકારણભાવ નહિ થાય' – આવા પ્રકા૨નો અનુકૂળ તર્ક હોવાથી ક્ષિત્યાવિ સતૃ ાર્યત્વાર્ ઘટાવિવત્ આ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - એવા સામાન્યથી કાર્યકા૨ણભાવમાં જ કોઇ પ્રમાણ નથી. કારણ કે ઘટાદિ કાર્યની પ્રત્યે કુલાલ વગેરે વિશેષકર્તા જ પ્રયોજક બનેલા દેખાય છે. તેથી ઘટાદિમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા કુલાલાદિ વિશેષકર્તામાં જ હોવાથી એ કારણતાનો અવચ્છેદક; કુલાલાદિ વિશેષકર્તામાં જ રહેનાર ધર્મને મનાય છે, જે ધર્મ; ક્ષિતિ મેરુ વગેરે (જેમનો કર્તા અપ્રસિદ્ધ છે) પદાર્થમાં રહેતો ન હોવાથી તેનાથી (ક્ષિતિ વગેરેથી) વ્યાવૃત્ત જાતિવિશેષરૂપ છે. શ્લોકમાં [પ્રયોન્યસ્થ - આ પદ છે તેનો અર્થ ર્જુનન્યતાવછેવસ્ય આ પ્રમાણે ટીકામાં કર્યો છે. એનો આશય એ છે કે કર્તામાં રહેલી જનકતા(કારણતા)નિરૂપિત જન્યતા(કાર્યતા)વચ્છેદક; કર્તૃપ્રયોજ્ય(કર્તૃપ્રયોજ્યત્વ સ્વરૂપ) છે. ‘આ(ઘટાદિ) કાર્ય સકર્તૃક છે અને આ(ક્ષિત્યાદિ) કાર્ય સકર્તૃક નથી' - આ પ્રમાણેના પ્રમાણભૂત વ્યવહારથી ઘટાદિ કાર્યમાં કુલાલાદિ કર્તાના પ્રયોજ્યત્વવિશેષનું જ ગ્રહણ થતું હોવાથી, ‘કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે' – એ કહી શકાય એવું નથી. તેથી ક્ષિત્યાવિ સમ્... ઇત્યાદિ અનુમાન પ્રયોજક નથી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યની પ્રત્યે કુલાલાદિકતૃવિશેષપ્રયોજ્યત્વ દેખાતું હોવા છતાં વિશેષતઃ કાર્યકારણભાવની જેમ સામાન્યતઃ કાર્યકારણભાવ પણ માનવો જોઇએ. કારણ કે ‘જે બેમાં વિશેષથી કાર્યકારણભાવ હોય છે; તે બેમાં સામાન્યથી પણ કાર્યકારણભાવ હોય છે’ – એવો નિયમ છે. તેથી કાર્યમાત્રની પ્રત્યે કત્ત્તસામાન્યને કારણ માનવાથી ક્ષિત્યાવિ સમ્... ઇત્યાદિ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ વ્યાપ્ય(વિશેષ)ધર્મથી જો કાર્યકારણભાવ શક્ય હોય તો વ્યાપકધર્મથી (સામાન્યધર્મથી) કાર્યકારણભાવ મનાતો નથી. વિશેષ(વ્યાપ્ય)ધર્મથી સામાન્ય(વ્યાપક)ધર્મ અન્યથાસિદ્ધ મનાય છે. અન્યથા; ઘટ અને દંડનો, ઘટત્વ અને દંડત્વ સ્વરૂપ વ્યાપ્યધર્મથી કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી એની અપેક્ષાએ વ્યાપક એવા દ્રવ્યત્વાદિ સામાન્યધર્મથી એક પરિશીલન ૧૩૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy