________________
એ છે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનથી જેમ માર્ગ(મોક્ષમાર્ગ)નું જ્ઞાન થવાથી ક્રમ કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષની સંપદા પ્રાપ્ત થાય છે તેમ અહીં પણ માર્ગમાં રહેલા સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ વગેરે મહાત્માઓના આચારને અનુસરવાથી જે માર્ગદષ્ટિ (દર્શન-જ્ઞાન) પ્રવર્તે છે; તેથી જ પરમાનંદસંપદા પ્રાપ્ત થાય છે. માત્ર સંવિગ્ન મહાત્માઓ વગેરેના આચરણના અનુસરણથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓશ્રીના આચરણના અનુસરણથી માર્ગનું જયારે જ્ઞાન થાય છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એક જાતની માર્ગાનુસારી પ્રજ્ઞા છે. આ શ્લોકમાંનું માચિતાવાર આ પદ ખૂબ જ સ્પષ્ટ રીતે રહસ્યભૂત અર્થને જણાવે છે. સંવિગ્નાદિ મહાત્માઓની વિશેષતા એ છે કે તેઓ માર્ગસ્થિત છે. તેથી જ તેઓના આચારનું અનુસરણ કરવાથી માર્ગદષ્ટિ પ્રવર્તે છે. જેઓ માર્ગસ્થિત નથી; તેમના આચારનું અનુસરણ કરવાથી માર્ગનું જ્ઞાન થતું નથી. તેથી આચરણનું અનુસરણ કરતાં પૂર્વે માર્ગસ્થિતાદિનો વિવેક કરવાનું આવશ્યક છે. કોઈ પણ જાતના વિવેક વિના ગમે તેના આચરણનું અનુસરણ કરવાથી માર્ગદષ્ટિ પ્રાપ્ત થતી નથી અને તેથી પરમાનંદસંપદા પણ પ્રાપ્ત થતી નથી. અંતે માર્ગાનુસારિણી પ્રજ્ઞાને પ્રાપ્ત કરી પરમાનંદસંપદાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૩-૩રા.
|| રતિ મા-દાશિવમ || अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૨૩