________________
સાધુ, શ્રાવક અને સંવિગ્નપક્ષી - આ ત્રણ મોક્ષમાર્ગ છે અને બાકીના ગૃહસ્થ, દ્રવ્યલિંગી અને કુલિંગી – આ ત્રણ ભવ – (સંસાર) માર્ગ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમાં
શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુભગવંતોનું આચરણ શ્રી તીર્થંકર-પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મોક્ષમાર્ગમાં મુમુક્ષુ આત્માઓને પ્રવત્તાર્વે છે. આવી જ રીતે શ્રાવકોનું દેશવિરતિનું આચરણ અને સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું શુદ્ધપ્રરૂપણાદિસ્વરૂપ આચરણ પણ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવત્તાર્વે છે. તેથી તે ત્રણે ય મોક્ષમાર્ગ છે. આનાથી તદ્દન વિપરીત ગૃહસ્થ, દ્રવ્યલિંગી(માત્ર સાધુવેષ રાખનાર) અને કુલિંગી(બાવાઓ વગેરે)ઓનો માર્ગ સંસારમાં ભટકાવનારો છે. ગૃહસ્થો વગેરેનું આચરણ શ્રી તીર્થંકરભગવંતની આજ્ઞાથી સર્વથા વિપરીત હોવાથી એ માર્ગે ચાલનારાને કોઈ પણ સંયોગોમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સંસારમાં ભટકવું પડે છે. આ શ્લોકમાં જણાવેલા શિવપથ અને ભવપથને કોઈ પણ જાતના પૂર્વગ્રહ(કદાગ્રહ) વિના સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
અહીં એ યાદ રાખવું જોઇએ કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના ત્રીજા મોક્ષમાર્ગની જેમ પૂ. સાધુભગવંતો અને શ્રાવકોનો જે મોક્ષમાર્ગ છે, તે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. માત્ર દ્રવ્યલિંગને ધારણ કરનારા એવા તેમનો માર્ગ શિવપથ નથી; પરંતુ ભવપથ છે. ૩-રા .
ત્રણ પ્રકારના મોક્ષમાર્ગનું અને ત્રણ પ્રકારના સંસારમાર્ગનું નિરૂપણ કરીને હવે તે તે માર્ગની માર્ગતાનું બીજ જણાવાય છે.
गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु ।
श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥३-३०॥ Tળતિ-ચ: Il3-રૂ.
“ગુણી, ગુણના અનુરાગી અને પૂ. સાધુમહાત્માઓને વિશે ગુણના ષી : આ ત્રણ અનુક્રમે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા, મધ્યમબુદ્ધિવાળા અને અધમબુદ્ધિવાળા પ્રગટ રીતે સંભળાય છે - પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉત્કૃષ્ટશ્રેષ્ઠબુદ્ધિવાળા આત્માઓ ગુણસંપન્ન હોય છે. મધ્યમ-બુદ્ધિવાળા આત્માઓ ગુણના રાગી હોય છે અને ગુણી એવા સાધુભગવંતોને વિશે દ્વેષી જનો અધમબુદ્ધિવાળા હોય છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાની થોડી આવશ્યકતા છે. જન્મમાત્રને અનિષ્ટ-ખરાબ અને દુઃખરૂપ વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મનુષ્યજન્મની એટલી જ પ્રશંસા કરી છે. અનંતાનંત જીવોમાં મનુષ્યોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. મનુષ્યની વિશેષતા તેની
૧૨૦
માર્ગ બત્રીશી