________________
કે તેની સર્વથા વ્યર્થતામાં તેના અસ્મલિતત્વાદિ ગુણોનું વર્ણન કોઈ પણ રીતે ઉપયોગી નથી બનતું. આમ છતાં એ વર્ણન છે. તેથી સમજાય છે કે અમ્મલિતાદિ ગુણોથી અભ્યસ્ત સૂત્ર પણ ઉપયોગરહિતપણે બોલાતું હોય તો તે દ્રવ્યાવશ્યક છે. અભ્યસ્ત સૂત્ર ભાવનું કારણ બને તો તે પ્રધાન દ્રવ્યાવશ્યક બને છે. અન્યથા તો તે અપ્રધાન દ્રવ્યાવશ્યક છે. આવું અસ્મલિતત્વ વગેરે ગુણથી યુક્ત દ્રવ્યાવશ્યક સર્વથા વ્યર્થ નથી. કાલાંતરે તે ભાવનું કારણ બની શકે છે. તે વખતે અભ્યસ્ત અસ્મલિતત્વાદિ ગુણો ખૂબ જ ઉપયોગી બને છે. l૩-રપા
ઉપર જણાવ્યા મુજબ સંવિઝપાક્ષિક મહાત્માઓનો શુદ્ધપ્રરૂપણા, ગ્લાનાદિને ઔષધપ્રદાન વગેરે જેમ માર્ગ છે તેમ જ્ઞાનાદિનો અભાવ હોવા છતાં આધાર્મિકાદિ દોષોના નિવારણ માટે એકાકી વિહારાદિ પણ એક માર્ગ કેમ ન મનાય - આ શંકાનું સમાધાન કરાય છે–
मार्गभेदस्तु यः कश्चिनिजमत्या विकल्प्यते ।
स तु सुन्दरबुद्ध्याऽपि क्रियमाणो न सुन्दरः ॥३-२६॥ માતિ–વ્ય: IIરૂ-૨દ્દા.
“પોતાની મતિકલ્પનાથી જે માર્ગવિશેષ પરિકલ્પાય છે; તે સુંદર બુદ્ધિથી પણ કરાતો (પરિકલ્પાતો) હોય તો સુંદર નથી.” - આ પ્રમાણે છવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શાસ્ત્રમાં જે માર્ગ જણાવ્યો છે તેને છોડીને અન્ય માર્ગવિશેષની પોતાની મતિકલ્પનાથી જે કલ્પના કરાય તે સારું નથી. સુંદર બુદ્ધિ-આશયથી પણ એવી કોઈ કલ્પના કરવાનું ઉચિત નથી.
શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે તેને માર્ગ માનવામાં કોઈ જ દોષ નથી. પરંતુ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી; તેને માર્ગ માનવાનું ઉચિત નથી. સંવિગ્નપાલિકોનો જે શુદ્ધપ્રરૂપણાદિ માર્ગ છે, તેનો ઉલ્લેખ પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્રમાં (ઉપદેશમાલાદિ ગ્રંથમાં) ઉપલબ્ધ છે. પરંતુ સમુદાયમાં રહેવાથી સંભવતા આધાર્મિકાદિ દોષના નિવારણ માટે એકાકી વિહારાદિની અનુજ્ઞાનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ગુરુપારતંત્ર્યના વિધાનના કારણે એકાકી વિહાર નિષિદ્ધ હોવાથી તેને માર્ગ માનવાનું યોગ્ય નથી. જ્યાં પણ એકાકી વિહારનો ઉલ્લેખ છે તે ગીતાર્થવિશેષને આશ્રયીને છે. મુખ્ય રીતે તો એકાકી વિહાર નિષિદ્ધ છે. તેથી આધાર્મિકાદિ દોષોના પરિવારની સુંદર બુદ્ધિ(આશય)થી પણ એ રીતે માર્ગવિશેષની કલ્પના કરવી એ ઉચિત નથી.
વર્તમાનમાં પોતાની મતિકલ્પનાથી માર્ગવિશેષની પરિકલ્પના ખૂબ જ વધી રહી છે. પારમાર્થિક ગુરુપારતંત્રના અભાવે શાસ્ત્રનિરપેક્ષ જ નહિ, શાસ્ત્રનિષિદ્ધ તે તે પ્રવૃત્તિઓ ખૂબ જ ઝડપથી વધતી ચાલી છે. કાલાદિ તેમ જ એકતાદિના આશયથી કરાતી એ પ્રવૃત્તિઓ સુંદરબુદ્ધિપૂર્વકની જણાતી હોય તોપણ શાસ્ત્રવિહિત ન હોવાથી તેને માર્ગસ્વરૂપ માની શકાશે નહિ. સંવિગ્નપાક્ષિક મહાત્માઓની શુદ્ધપ્રરૂપણાદિ ક્રિયાઓ શાસ્ત્રવિહિત હોવાથી તે માર્ગ છે. એને
એક પરિશીલન
૧૧૫