________________
તીવ્ર અનુરાગ અને શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની અવિચલ શ્રદ્ધા શું કામ કરે છે : તે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના સ્વરૂપને જાણવાથી સમજી શકાશે. II૩-૨૩૫
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને શુદ્ધપ્રરૂપણા અને સુસાધુઓને ઔષધપ્રદાન વગેરે જેમ નિર્જરાનાં કારણ બનવાથી સફળ બને છે તેમ પોતાના ઉલ્લાસ મુજબ કરાતી આવશ્યકાદિ ક્રિયાઓ પણ વ્યર્થ નથી પણ સાર્થક છે - તે જણાવાય છે—
नावश्यकादिवैयर्थ्यं तेषां शक्यं प्रकुर्वताम् । अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ||३ - २४ ॥
नेति - आवश्यकादिवैयर्थ्यं च तेषां स्ववीर्यानुसारेण शक्यं स्वाचारं प्रकुर्वतां न भवति । तत्करण एवाचारप्रीत्येच्छायोगनिर्वाहात् । तथाऽनुमत्यादीनामनुमोदनादीनां साम्राज्यात् सर्वथाऽभङ्गात् । चेतसश्चित्तस्य भावावेशादर्थाद्युपयोगाच्च श्रद्धामेधाद्युपपत्तेः ।।३-२४।।
“પોતાના ઉલ્લાસ મુજબ શક્ય એવા સ્વાચા૨ને ક૨તા એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યક ક્રિયા વગેરે વ્યર્થ (નિષ્ફળ) નથી. કારણ કે એ કરતી વખતે નિરંતર અનુમોદના વગેરે ચાલુ હોય છે અને ચિત્ત ભાવાન્વિત હોય છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પોતાના વીર્ય-ઉલ્લાસ મુજબ શક્ય એવી પોતાની ક્રિયાઓ કરતા હોય છે. તે વખતે તેવા પ્રકારના ઉલ્લાસાદિના અભાવે તે તે ક્રિયાઓ બરાબર ન થવા છતાં નકામી જતી નથી. કારણ કે તે વખતે પણ જેઓ તે તે ક્રિયાઓ શુદ્ધ રીતે કરતા હોય છે તેમની નિરંતર અનુમોદના અને તે માટે પ્રેરણા કરવાદિના કારણે તે તે ક્રિયાઓનો સર્વથા ભંગ થતો નથી તેમ જ ચિત્ત; તે તે ક્રિયાઓના અર્થ(પરમાર્થ)ને વિશે ઉપયોગશીલ હોવાથી તેના ફળ સ્વરૂપે શ્રદ્ધા, મેધા અને કૃતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આવી ક્રિયાઓ કરવાથી જ પોતાના આચાર પ્રત્યેની પ્રીતિના કારણે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ઇચ્છાયોગ સંગત થાય છે. અન્યથા તેમને ઇચ્છાયોગ પણ સંગત નહિ થાય.
-
ઇચ્છાયોગનું સ્વરૂપ જ એવું છે કે શુદ્ધપ્રવૃત્તિ પ્રત્યે તીવ્રપક્ષપાત હોવાથી ઇચ્છાયોગના યોગી; ક્રિયાની ઉત્કટ ઇચ્છા હોવાથી શક્તિ અને ઉલ્લાસ અનુસાર તે તે ક્રિયાઓ કર્યા વગર રહી જ શકતા નથી. અર્થાત્ એવી ક્રિયાઓ જ તેમના ઇચ્છાયોગની નિર્વાહિકા છે. ક્રિયાઓ બરાબર થતી નથી તેથી સર્વથા કરવામાં ન આવે તો તેની પ્રત્યે ધીરે ધીરે ઉપેક્ષાભાવ આવવાથી તેના વિશેની પ્રીતિ નાશ પામે છે. ઇચ્છાયોગ, અનુમોદનાદિ અને અર્થદિમાં ચિત્તના ઉપયોગના કારણે સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું આવશ્યકાદિ અનુષ્ઠાન વ્યર્થ નથી. પરંતુ તે અનુષ્ઠાનથી શ્રદ્ધા, મેધા અને કૃતિ વગેરેની ઉપપત્તિ થાય છે. II૩-૨૪
એક પરિશીલન
૧૧૩