________________
સમ્યક્ત્વ પ્રકરણ
એક દિવસ અષ્ટાપદ પર્વતને વિષે નમસ્કાર કરીને ચક્રવર્તી વડે સ્વામી પૂછાયા. તે સ્વામી ! તમારા જેવા કેટલા થશે અને મારા જેવા કેટલા થશે ? I૧૫૮ાા તેને સ્વામીએ કહ્યું. ત્રેવીસ અરિહંત થશે અને વળી અગિયાર ચક્રવર્તી થશે. ૧૫૯ો ફરી પણ ચક્રીએ પૂછ્યું. તે સ્વામી ! અહીં સભામાં શું કોઈ અરિહંતનો જીવ છે ? સ્વામીએ કહ્યું. હે ભરત ! છે II૧૬oll પરીષહથી પરાભવ પામેલો, પોતાની બુદ્ધિથી કલ્પિત આવા પ્રકારના ત્રિદંડાદિક વેષને ધારણ કરનારો આ તારો પુત્ર મરીચિ શ્રીમાનું આ વીર નામનો ચોવીશમો જિનેશ્વર થશે. ભરત રાજાએ તેના તે ત્રિદંડિક વ્રતને નહીં પણ ભાવિમાં અરિહંત છે, એ પ્રમાણે વંદન કર્યું. //૧૧૧-૧૯ll હવે હર્ષિત થયેલા અને ભુજાના આસ્ફોટપૂર્વક અતિ ગર્વિત થયેલા બોલ્યા. અહો, સમગ્ર કુલોમાં શોભારૂપ મારું કુલ ઉત્તમ છે. ll૧૯all મારા દાદા પ્રથમ અરિહંત અને મારા પિતા પ્રથમ ચક્રવર્તિ હું ચોવીશમો જિન થઈશ. અહો, મારું કુલ ઉત્તમ છે. ll૧૯૪ો આ પ્રમાણે નીચ કર્મ વડે નીચગોત્ર કર્મને નિકાચિત કર્યું અને કપિલ અહીં પણ ધર્મ છે, એ પ્રમાણે ઉસૂત્રથી ભવો વધાર્યા. ll૧૯પા સહાયના અર્થી એવા તેમણે પોતાના સમાન મૂઢ એવા તેને દીક્ષા આપી. ત્યારથી માંડીને અહીં કપિલદર્શન પ્રવત્યું. I/૧૯કો પ્રભુના સમવસરણમાં ભરત રાજાએ એક વખત શક્રને કહ્યું, તમારું મૂલરૂપ બતાવો, મને કુતૂહલ છે. //૧૯lી શકે કહ્યું, હે મહારાજ ! મનુષ્યો વડે તે તેજ સહ્ય નથી, પરંતુ તમારી પ્રાર્થના વ્યર્થ ન થાઓ. આથી એક અંગુલીને બતાવી. I/૧૦૮ મારું કહેલું શક્ર વડે નિષ્ફળ ન કરાયું, એ પ્રમાણે ચક્રવર્તીએ પણ તેને માટે સ્તંભને રોપીને હર્ષ વડે શક્રમહોત્સવ કર્યો. ૧૯૯ો એક વખત આહારથી ભરેલા પાંચસો ગાડાઓ લઈને ભરત વડે પરિવાર સહિત સ્વામી નિમંત્રણ કરાયા. /૧૭lી સ્વામીએ કહ્યું, આ રાજપિંડ આધાકર્મ તથા સામે લાવેલો છે. તે કારણથી રોગીઓને જેમ અપથ્ય તેમ અમોને કહ્યું નહીં. ૧૭૧// ખેદ પામેલા ચક્રવર્તીએ કહ્યું, બંધુના રાજ્યને હરણ કરનાર લોભી હું છું. પૂજ્યો વડે હું પંક્તિની બહાર કેમ મૂકાયો ? અથવા કરેલા એવા માટે આટલું તો શું? ૧૭રી સ્વામીએ કહ્યું, તું ખેદ ન પામ. આ વ્યવસ્થા રાગવાળાની છે, વીતરાગી એવા અમારે કાંઈ ઉષ્ણ નથી અને કાંઈ શીતલ પણ નથી. /૧૭all તો પછી આ અનાદિનું શું કરવા યોગ્ય છે ? એ પ્રમાણે તેના વડે પૂછાયેલા સ્વામીએ કહ્યું, હે રાજેન્દ્ર ! ગુણથી અધિકને ભક્તિથી તે આપ. ૧૭૪ો આ મુનિઓ વિના મારા કરતાં કોણ ગુણથી અધિક છે અથવા જાણ્યું દેશવિરતિવાળા છે. તેથી તેઓને તે રાજાએ અન્નાદિક આપ્યું. ૧૭પી મુમુક્ષુઓને મારા ઘરમાં કાંઈપણ કલ્પશે નહીં. તેથી તેઓને આપવા માટે અનેક દાનશાળાઓ કરાવી. ll૧૭કી અને તેણે શ્રાવકોને કહ્યું, હંમેશાં દાનશાળામાં તમારે ભોજન કરવા યોગ્ય છે. ધર્મમાં જ તત્પર તમારા વડે ખેતી વગેરે કરવા યોગ્ય નથી. ll૧૭૭ પછી તેઓ જમતે છતે અને તેઓના બહાનાથી બીજા પણ ઘણા જમતે છતે અતિ પ્રાચર્યપણાથી કંટાળી ગયેલા રસોઈયા વડે વિજ્ઞપ્તિ કરાયેલા ભરત રાજાએ તેઓને જાણવા માટે દરેક છ-છ માસે પરીક્ષા કરીને ઉત્તરાસંગની જેમ કાંકિણી રત્ન વડે તેઓને ત્રણ રેખા કરી. II૧૭૮, ૧૭૯ો આપ જીતાયેલા છો, ભય વધે છે, તેથી તમે જીવોને હણો નહીં, હણો નહીં. એ પ્રમાણે રાજા વડે કહેવાયેલા તેઓ દ્વારમાં રહીને અંતઃપુરમાં રહેલા રાજાને કહેતા હતા. ll૧૮૭lી અને તે સાંભળીને ચક્રીએ વિચાર્યું, હું વિષયો વડે જીતાયેલો છું. તેથી ભય વધે છે, તે કારણથી પ્રાણીઓને હણું નહીં. ૧૮૧ી એ પ્રમાણે વિચારતા સંવેગવાળા રાજાને હંમેશાં દુષ્કર્મને નાશ કરનારું ધ્યાન ક્ષણમાત્ર પ્રવર્તતું હતું. /૧૮૨ા તેઓ ચક્રવર્તી માટે કરાયેલા આર્યોને અને