________________
અષ્ટાપદ વક્તવ્યતા
પ્રાર્થનાથી સ્વામીએ કેશની એક મુઠીનો લોચ ન કર્યો. મુખરૂપી કમળની પાસે રહેલી ભમરાની શ્રેણીની જેમ ખભારૂપી કૂટ ઉપર રહેલી તે કેશની લટ શોભતી હતી. II૮૩ી ત્યારે જ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સમસ્ત મનોદ્રવ્યને જાણનારું મન:પર્યવજ્ઞાન સ્વામીને થયું. I૮૪ો તેવું કોઈપણ ન હતું કે ત્યારે પ્રભુના દીક્ષાના ઉત્સવમાં ખુશ ન થયું હોય. કેવલ અંતરંગ શત્રુઓ ક્ષોભને પામ્યા. ll૮પા હવે સ્વામીને નમીને સર્વે પણ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા અને બાહુબલિ આદિ પણ પોતપોતાના સ્થાને ગયા. Iટકા મૌન વડે સ્વામીએ કચ્છાદિ સાધુ સહિત વિહાર કર્યો. ભિક્ષા માટે આવેલા પણ (પ્રભુ) લોકો વડે રત્નાદિ વડે નિમંત્રણ કરાતા હતા. ll૮૭થી ભિક્ષાને આપવાને નહીં જાણતા લોકો પાસેથી ભિક્ષાને નહીં પ્રાપ્ત કરતા ભગવાન સુધા-પિપાસાદિ પરીષહોને સહન કરતા હતા. ૮૮ ત્યારે વળી કચ્છાદિ રાજઋષિઓ સુધાદિ વડે ખેદ પામેલા પૂર્વે નહીં વિચારેલા એવા તેઓએ કૃત્યને વિચાર્યું. ll૮૯માં અમારા વડે ભગવાનની ચર્ચા આચરવા માટે શક્ય નથી. કોણ ખરેખર હાથીની સાથે શેરડીને ભક્ષણ કરવા સમર્થ થાય ? Ileolી જ્યાં સુધી ભગવાન બોલતા નથી ત્યાં સુધી વનવાસ કરાય અને જ્યારે ત્યજાયેલા મૌનવાળા પ્રભુ થશે, ત્યારે ફરી પણ આશ્રય કરાશે. ૯૧ી એ પ્રમાણે નિશ્ચય કરીને તે સર્વે વનવાસી થઈને કંદ, મૂલ અને ફલને ખાઈને કાલને પસાર કરવા માટે શરૂઆત કરી. ૯રી પ્રભુએ દીક્ષા ગ્રહણ કર્યું છતે દૂરથી નમિ-વિનમિ આવ્યા. પ્રભુ નિસંગ છે, એ પ્રમાણે નહીં જાણતા તેઓ રાજ્યનો ભાગ લેવા માટે પ્રભુને ભજતા હતા. ૯૩ી એક વખત સ્વામીને નમવા માટે આવેલા ધરણેન્દ્ર તે બંનેને જોઈને તેમની ભક્તિથી હર્ષિત થયેલા ધરણે તેઓને વૈતાઢ્યના ઐશ્વર્યને આપનારી વિદ્યા આપી. ૯૪ો પાઠસિદ્ધ વિદ્યાવાળા તે બંને નમસ્કાર કરીને વૈતાઢ્ય પર્વતના શિખર પર નગરી કરીને બંનેએ ઘરમાં પ્રભુની મૂર્તિને સ્થાપી. ૯૫ વર્ષને અંતે ગજપુરમાં શ્રેયાંસે જાતિસ્મરણથી પારણાની વિધિને જાણીને ઈક્ષરસ વડે સ્વામીને પારણું કરાવ્યું. Iકા
એક વખત વિહાર કરતા ભગવાન તક્ષશિલા નગરીમાં ગયા અને રાત્રિમાં બહાર પ્રતિમા વડે સ્તંભની જેમ સ્થિર રહ્યા. I૯૭ી અને પ્રભુને આવેલા જાણીને જેટલામાં સવારે બાહુબલિ વંદન કરવા માટે આવ્યા તેટલામાં પ્રભુએ, અન્ય જગ્યાએ વિહાર કર્યો. ૯૮l હવે ખેદ પામેલા બાહુબલિએ વિચાર્યું, પુણ્ય વગરનાઓમાં અગ્રેસર એવા મને ધિક્કાર થાઓ. જે કારણથી અહીં આવેલું પણ કલ્પવૃક્ષ મારા વિષયભૂત ન થયું. ll૯૯માં ત્યારપછી અરિહંતના ચરણથી સ્પર્શાયેલી ભૂમિ પણ નમસ્કાર કરવા યોગ્ય છે. એ પ્રમાણે તેણે સુવર્ણ અને રત્નમય નિર્મલ ધર્મચક્રને કરીને ત્યાં ભગવંતની પાદુકા સ્થાપીને ત્યારે સ્વયં ત્રણ જગતને આનંદ ઉત્પન્ન કરનાર મહોત્સવ કર્યો. ૧૦૦-૧૦૧ી હવે અનાર્યદેશોમાં વિહાર કરીને સ્વામી અયોધ્યામાં આવ્યા. પુરિમતાલ ઉદ્યાનમાં ન્યગ્રોધવૃક્ષના નીચે ક્ષીણ થયેલા કર્મવાળા અને કરેલા અઠ્ઠમના તપવાળા સ્વામી વ્રતથી હજાર વર્ષ પસાર થયે છતે ફાગણ વદ અગિયારસના દિવસે ઉજ્વલ કેવલજ્ઞાનને પામ્યા. /૧૦૨-૧૦૩ll ત્યારે પૃથ્વી વિષે વાયુ પણ રજ વગરનો થયો અને નારકના જીવો પણ એક ક્ષણમાત્ર સુખને પામ્યા. /૧૦૪ જલદીથી આસનના કંપ વડે સર્વે દેવતાઓએ આવીને સમવસરણ કર્યું, ત્યાં જગ...ભુ બેઠા. /૧૦પાઈ અને આ બાજુ ભરત રાજા જિનેશ્વરના કેવલજ્ઞાન વડે અને ઉત્પન્ન થયેલા ચક્ર વડે એક કાલે વધામણી પામ્યા. /૧૦/
એક બાજુ પિતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને બીજી બાજુ ચક્રરત્ન ઉત્પન્ન થયું તો પહેલા કોની પૂજા કરું ? એ પ્રમાણે રાજાએ (ભરત રાજાએ) ક્ષણવાર વિચાર્યું. ૧૦૭lી સિદ્ધિના સુખને આપનાર પિતા ક્યાં ?