________________
સમ્યક્ત્વ પ્રકરણ
(૪૯૮) ત્યારપછી પલ્યોપમના અંતે ત્યાંથી આવેલો અભીચિનો જીવ વિદેહક્ષેત્રને પામીને નષ્ટ થયેલા દેહવાળા સિદ્ધિને પામશે. (૪૯૯)
જે પ્રમાણે ઉદાયન રાજા વડે ઘણા લાંબા કાળે કષ્ટથી આ સમ્યક્ત્વ પ્રાપ્ત કરાયું, એ પ્રમાણે બીજા પ્રાણીઓને પણ આ ભવમાં પ્રાય: કરીને તે સમ્યક્ત્વની દુર્લભતા છે. (૫૦૦)
આ પ્રમાણે “સમ્યકત્વની દુર્લભતામાં ઉદાયન રાજાની કથા” પૂર્ણ થઈ હવે સમ્યક્તના સ્વરૂપને કહે છે -
देवो धम्मो मग्गो साहु तत्ताणि चेव समत्तं ।
तव्विवरीयं मिच्छत्तदंसणं देसियं समए ।।५।। ગાથાર્થ :- દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને તત્ત્વો એ જ સમ્યકત્વ અને તેનાથી વિપરીત તે મિથ્યાત્વદર્શન આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલું છે.
ટીકાર્થ :- દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને તત્ત્વો તે જ સમ્યફભાવ એટલે કે શુદ્ધાત્મ પરિણામરૂ૫ સમ્યકત્વ છે. અહીં ઉપચારથી દેવાદિ તત્ત્વો જ સમ્યકત્વનાં હેતુ હોવાથી સમ્યકત્વ એ પ્રમાણે ઓળખાય છે. જે પ્રમાણે ઘીને આયુષ્ય કહેવાય છે, તેમ તેનાથી વિપરીત એટલે કે, દેવાદિ તત્ત્વોની શ્રદ્ધાથી વિપરીત મિથ્યાત્વદર્શન શાસ્ત્રમાં કહેલું છે.
૧ – “દેવતત્ત્વ” હમણાં જે ક્રમે કહેલું છે. તે પ્રમાણે નિર્દેશ કરે છે. પહેલા દેવતત્ત્વનું વર્ણન કરે છે.
चउतीसअइसयजुओ, अट्ठमहापाडिहेरकयसोहो ।
अट्ठदसदोसरहिओ, सो देवो नत्थि संदेहो ।।६।। ગાથાર્થ :- ચોત્રીશ અતિશયથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યથી શોભિત અઢાર દોષથી રહિત તે દેવ છે. તેમાં સંદેહ નથી સૂત્ર દ્વારા જ આ ગાથાનો અર્થ કહેવાશે. આથી વિસ્તાર કરાતો નથી. ત્યાં અતિશયોના વિભાગને સ્તવ દ્વાર વડે કહે છે.
चउरो जम्मप्पभिई, इक्कारसकम्मसंखए जाए ।
नवदस य देवजणिए, चउतीसं अइसए वंदे ।।७।। ગાથાર્થ :- જન્મથી ચાર, કર્મના ક્ષયથી અગિયાર અને દેવથી ઉત્પન્ન થયેલા ઓગણીસ આ પ્રમાણે ચોત્રીસ અતિશયને હું વંદન કરું છું.
ટીકાર્થ :- સુગમ છે, પરંતુ કર્મનાં ક્ષયથી એટલે ઘાતિકર્મનાં ક્ષયથી ઉત્પન્ન થયેલા જાણવા, તે અતિશયો આ છે.