________________
ઉદાયન કથા
૧૯
વિચારીને ઉદાયન રાજાએ કૃપાથી દૂત દ્વારા શત્રુને કહ્યું. (૩૬૭) હે રાજન ! આપણા બન્નેના જ વૈરમાં અહીં મનુષ્યોનો ક્ષય તે ધોબીના આયુષ્યનો ક્ષય થયે છતે ગધેડાના મૃત્યુ જેવું લાગે છે. (૩૬૮) તે કારણથી એકાકી અથવા પગપાળા અથવા પ્રમાણોપેત સુભટો સહિત અથવા વાહન આરૂઢ તુલ્ય સ્થિતિવાળા આપણા બંનેનું જ યુદ્ધ થાઓ. (૩૬૯) રથ પર આરૂઢ થયેલા આપણા બંનેનું સવારે યુદ્ધ થાઓ, એ પ્રમાણે ઉદાયન રાજાના દૂતની આગળ અવંતિ રાજાએ જણાવ્યું. (૩૭૦) હવે ધનુષ્યવાળો ઉદાયન બખ્તર પહેરીને રથમાં આરૂઢ થઈને ગ્રીષ્મ ઋતુના સૂર્યની જેમ દુઃખે કરીને જોઈ શકાય તેવા પ્રતાપ વડે પ્રાતઃકાલે આવ્યો. (૩૭૧) ૨થી એવા મારા વડે ૨થી એવો ઉદાયન નિશ્ચે અજય્ય થશે. આથી પ્રદ્યોત રાજા અનિલગિરિ હાથી પર આરૂઢ થઈને આવ્યો. (૩૭૨) હાથી પર આરૂઢ થયેલા તેને જોઈને ઉદાયન આ પ્રમાણે બોલ્યો. ‘અરે ભ્રષ્ટ પ્રતિજ્ઞાપણું જ તારી હારનું કારણ છે. (૩૭૩) એ પ્રમાણે કહીને ધનુષ્યને ગ્રહણ કરીને દોરીના ટંકાર વડે તે ક્ષણે જ જેમ સિંહનાદ વડે તેમ પ્રદ્યોતના હાથીને ક્ષોભ પમાડતા બલવાનું એવા તેણે વેગથી પોતાના રથને મંડલિકા ભ્રમમાં નાખીને જયરૂપી લક્ષ્મીની લાલસાવાળા તેણે એકાએક યુદ્ધ કરવાનો આરંભ કર્યો. (૩૭૪૩૭૫) ધનુષ્યવાળા તેણે ૨થની પાછળ દોડતા ચંડપ્રદ્યોત રાજાના હાથીના પગના તલને તીક્ષ્ણ એવા બાણો વડે વીંધ્યા. (૩૭૬) ભાથાની જેમ બાણથી પૂર્ણ ભરેલા ચરણો વડે જવા માટે અસમર્થ એવો તે હાથી હવે વજ્રથી હણાયેલા પર્વતની જેમ પૃથ્વી પર પડ્યો. (૩૭૭) હવે ઉદાયને પ્રતિમા અને દાસીના ચોર એવા લાંબા કાળે પ્રાપ્ત થયેલા પ્રદ્યોતને કેશમાં ધા૨ણ ક૨ીને તે ક્ષણે જ બાંધ્યો. (૩૭૮)
ત્યાર પછી બીજો જાણે વિધિ જ ન હોય તેમ તેના ભાલમાં દૈવાક્ષરની ઉપર દાસીપતિ એ પ્રમાણે અંકાક્ષરોને લખ્યા. (૩૭૯) હવે અંકિત દાસની જેમ તે રાજાને ધરણમાં કરીને વીતભયનો અધિપતિ રાજા ઉજ્જયિની નગરીમાં ગયો. (૩૮૦) ભયભીત થયેલી તે દાસી જલદીથી પલાયન થઈ. મહાદોષ કરનારાઓને ખરેખર બીજું કોઈ પ્રતિવિધાન નથી. (૩૮૧) ઉદાયન પણ ત્યાં રહેલી તે પોતાની પ્રતિમાને જોઈને તત્કાલ જ પ્રાપ્ત થયેલા આનંદવાળા તેણે પૂજીને વંદન કર્યું. (૩૮૨) હવે તે પ્રતિમાને લઈ જવા માટે રાજા ગ્રહણ કરતે છતે ત્યારે તે પ્રતિમા વજ્રની શિલાની જેમ વાળના અગ્રભાગ માત્ર પણ ચલાયમાન ન થઈ. (૩૮૩)
હવે ફરી તે પ્રતિમાને પૂજીને કરેલી અંજલિવાળા રાજાએ કહ્યું, મારું ચિત્ત દ્વિધા પામે છે. હે સ્વામિન્ ! કેમ ચલાયમાન થતા નથી. (૩૮૪) હે પ્રભુ ! તારા માટે જ સર્વે આ ઉપક્રમ કર્યો તો હે દેવ ! કિંકર એવા મારે વિષે તું કેમ અપ્રસાદ કરે છે ? (૩૮૫) ત્યારપછી શાસનદેવીએ પ્રતિમાના મુખમાં અવતરીને કહ્યું. હે રાજન્ ! તારા વિના અન્યની આવા પ્રકારની ભક્તિ નથી. (૩૮૬) પરંતુ તારું નગર તારા પછી ધૂળની વૃષ્ટિથી સ્થલરૂપ થશે. તેથી મારા ગ્રહણના આગ્રહને ન કર. (૩૮૭) દેવતાના તે આદેશથી તે પ્રતિમાને વિશેષથી તીર્થની જેમ પૂજીને સ્તુતિ કરીને નમીને રાજા પાછો ફર્યો. (૩૮૮) ત્યાર પછી કેટલુંક પ્રયાણ થયે છતે વર્ષાકાલરૂપી રાજાએ માર્ગની વચમાં તેને રોક્યો. (૩૮૯) તે વર્ષાઋતુના ગર્જના કરતા શ્યામમૂર્તિવાળા મેઘરૂપ, આગળ કર્યું ઈન્દ્ર ધનુષ્યને જેને એવા તલવારરૂપ કરી છે વિદ્યુતને જેને એવા સેનાનીઓ ઉપરાઉપરી પડતી એવી પાણીની ધારારૂપ બાણો વડે કરીને ક્ષત્રિય ધર્મને નહીં જાણનારાની જેમ નાસતા એવા પણ મનુષ્યોને હણતા હતા. (૩૯૦-૩૯૧) તેના ભયથી કોઈ પણ કિંમતી વસ્ત્રોને પહેરતા ન હતા. શ્રીમંતો પણ નગ૨માં જીર્ણ વસ્ત્રવાળા જ ફરતા હતા. (૩૯૨) ત્યારે માર્ગો જલના પ્રાપ્ત થયેલા પ્રસ૨ો વડે