________________
પરપાખંડીના પરિચયમાં જિનદાસ કથા
૩૫૩
બુદ્ધના ઘરમાં જાવ. ૩૨ા જ્યારે તે બૌદ્ધો તે દિવ્ય હાથ વડે તમને બંનેને ભિક્ષા અપાવે ત્યારે જલ્દી હાથ વડે હાથને ધારણ કરીને નમસ્કાર મહામંત્રને મોટેથી બોલીને આ પ્રમાણે બોલવા યોગ્ય છે. હા હો ! તું બોધપામ, બોધપામ આ પ્રમાણે મોહ ન પામ. ૩૩, ૩૪. હવે તે બંને શ્રેષ્ઠ મુનિઓ બુદ્ધના વિહારમાં ગયા. ઋદ્ધિગારવવાળા તેઓએ પણ આવીને હર્ષ વડે કહ્યું. રૂપા આવો ! આવો! જેવી રીતે દિવ્ય આહાર તમને બંન્નેને પણ અપાવીએ. બંન્ને મુનિ પણ ત્યાં ગયા જ્યાં તે હાથ આપે છે. ફકા જેટલામાં ભિક્ષુની વાણી વડે તે બંનેને પણ આપવા માટે તે પ્રવૃત્ત થયો. તેટલામાં તે હાથને પકડીને સાધુઓએ તે ગુરુના આદેશને કહ્યો. ll૩૭ી એકા-એક તેણે પણ તે સાંભળીને સમ્યફ પ્રકારે અવધિને જોડ્યું અને જાણેલા તત્ત્વવાળો તે તેના વડે જલ્દી દિવ્યરૂપવાળો આગળ થયો. ૩૮.
હવે ભક્તિના સમૂહથી નિર્ભર એવા તેણે અદષ્ટચરની જેમ તે સર્વે બૌદ્ધોને દૂર કરીને તે બંને સાધુને વંદન કર્યું. ૩૯lી પૃથ્વી પર અવતરેલા સૂર્ય જેવા, દિવ્ય આભરણાદિ વડે આકાશ અને પૃથ્વીના પેટાળને ભરનારી કાંતિવાળા, લક્ષ્મી વડે સ્વયં ઈન્દ્ર જેવા (તે દેવ) તે બંને સાધુ સાથે જ ગુરુની પાસે આવીને ભૂમિ ઉપર સ્થાપન કરેલા મસ્તકવાળા તથા જોડેલી અંજલીવાળા તેણે ગુરુને નમીને કહ્યું. I૪૦, ૪૧II હે ભગવન્! તમારા વડે સારું થયું. હું હમણા ઉદ્ધાર કરાયો. જો આ પ્રમાણે ન કર્યું હોત તો મિથ્યાત્વથી મૂઢ બુદ્ધિવાળો હું ભવ સમુદ્રમાં ડૂબત. //૪રા અમૃતમાં જેમ માધુર્ય, યૌવનમાં જેમ સૌંદર્ય તેમ પરોપકારમાં ધુર્યપણું, હે પ્રભુ તમારે વિષે જ રહેલું છે. ૪૩ તે ગુરુઓની આ પ્રમાણે પ્રશંસા કરીને અને તેઓની સાથે ચૈત્યમાં જઈને ત્યાં જિનદાસ દેવે પૂજાદિ વડે પ્રભાવનાને કરીને. ll૪ મેઘનું આગમન થયે છતે મોરની જેમ હર્ષથી તાંડવ નૃત્યને કરતા એવા તેણે લોકોની પ્રતિ કહ્યું, તે લોકો સાંભળો-સાંભળો. ૪પી સર્વ ધર્મોમાં ઉત્તમ આ અરિહંતનો સમ્યગુ ધર્મ ભવરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન અને મોક્ષરૂપી મહાવૃક્ષના બીજ સમાન છે. આ ધર્મના પ્રભાવથી જ આ આવા પ્રકારની દેવની ઋદ્ધિ મને થઈ. તેથી તમે પણ આને વિષે પ્રયત્ન કરો બીજાઓ વડે શું? I૪૭ી અને તે અરિહંતના ધર્મના ફલને જોઈને અને સાંભળીને શુભ બુદ્ધિવાળા ઘણા મનુષ્ય અરિહંતના ધર્મને સ્વીકાર્યો. ૪૮ી તે દેવ આ પ્રમાણે અરિહંતના શાસનની પ્રભાવનાને કરીને, ગુરુના ચરણોને નમસ્કાર કરીને દેવલોકમાં ગયો. ૪૯ો તેવા પ્રકારના પ્રભાવવાળા તે આચાર્યો કેટલા થશે જેઓ મિથ્યાત્વ રૂપી સમુદ્રમાં પડતા મૂઢોને પણ ઉદ્ધરશે. (તેથી) તત્ત્વમાર્ગમાં લીન એવા ભવ્યો વડે દુષ્ટ સંકટના સમૂહની જેમ તે પાંખડીઓના સમૂહનો પરિચય પહેલેથી જ ત્યજવા યોગ્ય છે. પછી આ પ્રમાણે પરપાખંડીના સંસ્તવમાં જિનદાસની કથા જાપા(૨૫૧)
હવે સમ્યકત્વવાળાઓની પ્રશંસાને કહે છે. ते धन्ना ताण नमो, तिञ्चिय चिरजीविणो बुहा ते य ।
जे निरइयारमेयं, धरंति सम्मत्तवररयणं ।।४६।। (२५२) ગાથાર્થ : જે પુણ્યવાનું પ્રાણીઓ આ નિરતિચાર સમ્યકત્વને ધારણ કરે છે, તે પ્રાણીઓ ધન્ય છે, તેઓને નમસ્કાર થાઓ, તેઓ જ ચિરકાળ જીવન જીવનારા છે, અને તેવા આત્માઓ જ ખરેખર પંડિત પુરુષો છે. ૪૬ill૨૫૨