________________
પરપાખંડીની પ્રશંસામાં સુલશા કથા
આવ આવ તમારું સ્વાગત-સ્વાગત. ૪૩॥ સાધર્મિક વત્સલા એવી તેણીએ સ્વયં તેના ચરણને પ્રક્ષાલીને ત્યાર પછી ઘરની સર્વે અરિહંત પ્રતિમાઓ તેને વંદાવી. II૪૪। હવે તે પ્રતિમાઓને પ્રણામ કરીને તેણે પણ કહ્યું, હે બહેન ! ત્રણ લોકના શાશ્વત્-અશાશ્વત ચૈત્યોને તું પણ વંદન કરાવાય છે. II૪૫॥ હવે શ્રેયસી ભક્તિવાળી તેણીએ પણ મનના સંકલ્પથી આગળ રહેલાની જેમ તે સઘળા પણ ચૈત્યોને વંદન કર્યા. ॥૪૬॥ તેણે ફરી તેણીને કહ્યું, હે ભદ્રે ! તારા પુણ્યની અવધિ નથી. જેની પ્રવૃત્તિને મારી પાસેથી સ્વામીએ સ્વયં પૂછાવી. II૪૭॥ તેના વચનને સાંભળીને ઉત્પન્ન થયેલા રોમાંચવાળી તેણીએ પણ સ્વામીને વંદન કર્યું અને પ્રશસ્ત વાણીવાળી તેણીએ હર્ષથી સ્તુતિ કરી. II૪૮॥
૩૫૧
ફરી વિશેષથી પરીક્ષાને માટે અંબડે સુલસાને કહ્યું, હે ભદ્રે ! અહીં બ્રહ્માદિએ અવતરીને ધર્મને ઉપદેશ્યો હતો. ૪૯॥ અને સર્વે નગરજનો તેને પ્રણામપૂર્વક સાંભળતા હતા. હે ભદ્રે ! તું દઢ છે, જેથી તેને જોવામાં પણ કૌતુક ન થયું. IIપા તેણીએ કહ્યું, હે ભાઈ ! જાણવા છતાં પણ ન જાણતો હોય તેમ તું શા માટે આ પ્રમાણે બોલે છે. આ બ્રહ્માદિ તત્ત્વાતત્ત્વને વિચારનારાઓને કેટલા માત્રમાં. ॥૫૧॥ શસ્ત્ર સહિત હોવાથી દ્વેષવાળા. સ્ત્રી સહિત હોવાથી રાગી એવા જેઓને વિષે દેવોનું ચિહ્ન પણ નથી, તેઓને વિષે અહીં સ્પૃહા કઈ ? ૫૨॥ જે રેવતકની સમીપમાં રહેલા લાખો બગીચાને વિષે હંમેશાં રમ્યો હોય તે નીલકંઠ શું વૃક્ષ વગરના મારવાડમાં ઉત્કંઠા સહિત થાય ! ।।૫૩॥ જેણે મનોહર સુગંધવાળા ચમ્પકના ઉદરમાં મકરને પીધો હોય તે ભમરો શું કિંશુકના ફૂલને વિષે રતિને ક્યારેય કરે ? ।।૫૪૫ જોવા યોગ્ય અવધિ લક્ષ્મીવાળા, રાગદ્વેષથી રહિત એવા શ્રી વીર પરમાત્માને જોઈને કોણ અન્યને જોવા માટે ઇચ્છા કરે ! ॥૫॥ હવે અંબડ તેને પૂછીને વારંવાર પ્રશંસા કરતો, અરિહંતના ધર્મમાં સ્થિર થયેલો તે પોતાના સ્થાને ગયો. ૫૬॥ તે સુલસા પણ નિર્મલ એવા અરિહંતના ધર્મને પાલીને અંતે અનશનને કરીને સમાધિ વડે સ્વર્ગમાં ગઈ. ॥૫॥ ત્યાંથી ચ્યવીને અહીં જ આવતી ઉત્સર્પિણીમાં મમતા રહિતના નિર્મમ નામના પંદરમા તીર્થંક૨ થશે. ૫૮ સુંદર વ્રતને ગ્રહણ કરીને ઉપાર્જન કરેલ કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીવાળા તીર્થંકરની તે અદ્ભુત સંપત્તિને ભોગવીને અને ધર્મવિધિની દેશના વડે ભવ્ય જીવોને બોધ પમાડીને સુખને કરનારી એવી મોક્ષનગ૨ીને પ્રાપ્ત કરશે. ૫૯॥ આ પ્રમાણે સુવિવેકને ભજનારા કોઈપણ વડે પાખંડીજનની પ્રશંસા કરવા યોગ્ય નથી. જેથી સમ્યક્ત્વની નિર્મળતાના વશથી અવશ્ય સુલસાની જેમ મોક્ષને પ્રાપ્ત કરે છે. IIઙા
પરપાખંડીની પ્રશંસાના પરિહારમાં સુલસાની કથા ॥૪॥
હમણાં પરપાખંડીના પરિચયમાં દૃષ્ટાંત કહેવાય છે.
જગતને વિષે સુરાષ્ટ્ર નામનો પ્રખ્યાત દેશ છે ત્યાં રેવતકની નજીકમાં ગિરિનગર નામનું નગર છે. ॥૧॥ તેને વિષે નિર્મલ સમ્યક્ત્વવાળો, સ્વીકારેલા બાર વ્રતવાળો, જિનધર્મના રહસ્યને જાણનાર જિનદાસ નામનો શ્રાવક હતો. II૨॥ ત્યાં એક વખત દુષ્કાળ થયે છતે નિર્વાહના અભાવથી બુદ્ધિશાળી એકાકી એવા તેણે સાર્થની સાથે ઉજ્જયિની ત૨ફ પ્રયાણ કર્યું. IIII અને વચમાં કોઈપણ પ્રમાદથી તે સાર્થથી છૂટો પડ્યો. વળી તેનું ભાતું સાથેની સાથે જ ગયું. ૪ અને તેવા પ્રકા૨નો કોઈપણ બીજો સાથે તેને ન મળ્યો. તેથી ના બૌદ્ધભિક્ષુઓના સાર્થની સાથે તે ચાલ્યો. IIII તેઓ વડે કહેવાયું કે, અહો ! માર્ગને વિષે અમારું જો તું આટલા પ્રમાણમાં વહન કરે તો તેથી હે ભદ્ર ! અમે તને ઈચ્છા પ્રમાણે ભોજનને આપશું. IIઙ।। ત્યારે જંગલમાં આવી પડેલા તેણે પણ તે સ્વીકાર્યું. સંકટરૂપી સમુદ્રને તરવા માટે અપવાદ પણ સેવાય છે. IIII