SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સમ્યક્ત્વ પ્રકરણ જેમ ઊડીને ગઈ. રપો બાળક રહિતની, પોતાના ગામ તરફ જતી એક ભરવાડણ વડે જોઈને તેણી બાલિકા પોતાના બાળકની બુદ્ધિ વડે ગ્રહણ કરાઈ. //રકા તેણીના ઘરમાં હવે ક્રમ વડે વધતી તે બાલિકા નંદનવનમાં કલ્પવૃક્ષની જેમ સૌંદર્યની સંપત્તિને પામી. ૨૭ એક દિવસ તે નગરમાં ઘણા ભંગો વડે નૃત્ય કરતા અનેક નટની મંડળીવાળો કૌમુદી મહોત્સવ થયો. l૨૮l યુવાનોના નેત્રરૂપી અમૃતને અંજન સમાન કુમાર યુવતી એવી તેણી પણ તેને (મહોત્સવને) જોવા માટે પોતાની માતાની સાથે આવી. ૨૯ ત્યાં શ્રેણિક રાજા પણ કૌતુકથી એકલો વીરચર્યા વડે રાત્રિમાં ગુપ્ત વેષ વડે જોવા માટે આવ્યો. ll૩૦ll ત્યારે ત્યાં લોકોની મધ્યમાં ઉભા રહેલા રાજા પણ સામાન્ય જનની લીલા વડે તે દિવ્ય મહોત્સવને જુવે છે. ૩૧II તે ભરવાડણની પુત્રી પણ ત્યાં રાજાની પાછળ રહેલી છતી, ઊંચી કરી છે પગની પાની જેને એવી રાજાના ખભા પર સ્થાપેલા હાથવાળી જોતી હતી. ll૩૨ા ચંદ્રની લેખા સમાન તેણીના હાથનો સ્પર્શ વડે રાજા પણ તે જ ક્ષણે ચંદ્રકાંત મણીની જેમ સંભ્રાન્ત થયો. l૩૩ી હવે વળેલી ડોકવાળા તેણીના મુખને અનુરાગથી જોઈને તેણીના વસ્ત્રના છેડામાં પોતાની વીંટીને બાંધી. ૩૪ll ત્યાર પછી રાજારૂપી ચંદ્ર ત્યાંથી સરકીને જલ્દી પોતાના મહેલે આવીને સર્વ પ્રધાનોમાં શિરોમણી એવા અભયને બોલાવીને કહ્યું. કપા! આજે કોઈના પણ વડે કૌમુદી મહોત્સવને જોતા એવા મારી નામાંકિત મુદ્રિકા હરણ કરાઈ છે તેથી તે અમાત્ય તેને તું જલ્દી શોધ. ૩૦ ત્યાર પછી અભયે જલ્દી તે મંડપને પોતાના સૈનિકો વડે ચારે બાજુથી દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા કિલ્લાની જેમ વીંટ્યો. ૩ણી હવે એક-એક મનુષ્યના વસ્ત્રોને ખેંચીને અને સમસ્તના વાળને શોધીશોધીને તે મહાન બુદ્ધિશાળી મૂકતો હતો. ૩૮ તે ભરવાડણની પુત્રીના વસ્ત્રાદિને શોધતા વસ્ત્રના છેડામાં મુદ્રિકાને જોઈને તેણે પૂછયું, હે શુભે ! આ શું ? li૩૯lી કાનને ઢાંકીને તેણીએ પણ કહ્યું, આ હું કાંઈ પણ જાણતી નથી અને ભયથી ભીરું બનેલી તેણી પવનથી ચલાયમાન થતા ધ્વજની જેમ કંપાયમાન થઈ. II૪l સરળ અને રૂપવાન તેણીને જોઈને મંત્રીએ વિચાર્યું. આના વડે મુદ્રિકા નથી ચોરાઈ પરંતુ રાજાનું ચિત્ત ચોરાયું છે. ll૪૧ી નિચ્ચે આણીને વિષે રાગી થયેલા રાજાએ આને ઓળખવા માટે પોતે જ મુદ્રિકાને બાંધીને હમણાં આણીને લાવવા માટે મને આદેશ કરેલ છે. જો આ પ્રમાણે બુદ્ધિ વડે નિશ્ચય કરીને અભયે તેણીને ધીરજ આપીને પોતાના ઘરે લઈ જઈને સ્નાન કરાવીને સુંદર વિલેપન વડે વિલેપન કરીને સુંદર વસ્ત્રોને પહેરાવીને આભૂષણો વડે વિભૂષિત કરીને, રાજાના અંત:પુરમાં નાંખીને તે પોતે રાજાની પાસે ગયો. ૪૩, ૪૪ો રાજાને પોતાના નામની મુદ્રિકા અર્પણ કરી, હવે રાજાએ પૂછયું, ચોર કેવી રીતે થયો. અભયે કહ્યું, “હે દેવ ! તે ચોર જલ્દીથી કેદખાનામાં નખાયેલ છે. જે સાંભળીને રાજા જલ્દી શ્યામ મુખવાળો થયો. ૪૫, ૪૧ી અભયે પણ કહ્યું, “હે દેવ ! અંતપુર શું કારાગૃહ નથી ? હવે હસીને રાજાએ કહ્યું, “હે વત્સ ! તારા જાણપણામાં શું કહેવાય ? Illી હવે ઉઠીને રાજા જલ્દી અનુરાગથી ખેંચાયેલા મનવાળો ગાંધર્વ વિવાહ વડે તે બાલિકાને પરણ્યો. ૪૮ અને રાજાએ પણ તે ભરવાડણની પુત્રીને પટરાણી કરી અથવા તો અનુરાગથી ગ્રથિલ થયેલા ઔચિત્યને શું જાણે. I૪૯ો એક દિવસ અંત:પુરમાં ગયેલા શ્રેણિક રાજા હર્ષ વડે પોતાની રાણીઓની સાથે પાસા વડે સ્વચ્છંદપણે રમતો હતો. પછી ત્યાં આ પ્રમાણે શરત થઈ કે જીતનાર જે જીતાઈ ગયેલ હોય તેની પીઠ ઉપર ઘોડાની જેમ આરૂઢ થઈને અંકિત થયેલી ભૂમિમાં જાય છે. પ૧// જ્યારે સુવંશમાં ઉત્પન્ન થયેલી રાણીઓ રાજાને જીતતી હતી ત્યારે તેણીઓ પોતાના
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy