________________
ઉદાયન કથા
૧૩
બાજુથી પ્રસરતા નંદી વાજિંત્રના અવાજ વડે દિશારૂપી સ્ત્રીઓને પણ નૃત્ય માટે જાણે ઉતાવળ કરાવતો, ઉલ્લાસ સહિતના રાસના ગાન અને સ્ત્રી સંબંધી કોલાહલના પ્રતિનાદ વડે જાણે સ્વર્ગને પણ રાસ અપાવતો, મનુષ્યોના હર્ષના ઉત્કર્ષ વડે પગના પ્રહારથી પૃથ્વીને પણ નૃત્ય કરાવતો, ઉત્સવ જોવા માટે સૂતેલાને પણ જાણે જાગૃત કરતો અત્યંત મનુષ્યોના સમૂહમાં જલદી જવા માટે અસમર્થ, મંદ મંદ ગતિએ ફરતો એવો તે રથ નગરના દ્વારમાં ગયો. (૨૧૨-૨૧૩-૨૧૪-૨૧૫) ત્યાં નગરની સ્ત્રીઓ વડે આગળ મૂકાયેલી અક્ષતના થાળોની માળા પુણ્યરૂપી વૃક્ષના આરોપણના હેતુથી મૂકાયેલ સ્થાનકોની જેમ શોભતી હતી. (૨૧૭) મહાત્યાગીને ધનના સમૂહને આપવાની જેમ જોતા એવા નગરજનોને અતુચ્છ પુણ્યરાશિને આપતો તે રથ નગરમાં પ્રવેશ્યો. (૨૧૭).
દરેક ઘરમાં ઊંચા લટકાવેલા, આકાશમાં એકબીજાને મળતા એવા ધ્વજો વડે ત્યારે તે સમસ્ત નગર જાણે બાંધેલા ચંદરવાવાળું હોય તેમ શોભતું હતું. (૨૧૮) હવે જૈનરથને જોવામાં ઉત્કંઠા સહિત કેટલીક સ્ત્રીઓ ઉભરાતા દૂધને પણ મૂકીને ભાગ્યભૂત થવા માટે ત્યારે ત્યાં આવી. (૨૧૯) કેટલીક ઘરને શૂન્ય મૂકીને વળી રથના દર્શનના પુણ્ય વડે પોતાને પાપરહિત કરવા માટે ત્યાં આવી. (૨૨૦) બીજી કેટલીક પીરસેલા સ્થાલને મૂકીને રથના દર્શનરૂપ આનંદરસને પીવા માટે તરસ્યાની જેમ ત્યાં આવી. (૨૨૧) વિસ્તાર પામતા આનંદના શરીરવાળી (ઉછળતા આનંદવાળી) પુષ્ટ અને ઉન્નત સ્તનવાળી જલદીથી જવા માટે અસમર્થ એવી કેટલીક સ્ત્રીઓ પોતાને નિંદતી હતી. (૨૨૨) વિકસ્વર નેત્રો વડે રથના તે મહિમાને જોતા આનંદ રસથી (મોટા પેટવાળા થયેલા) અર્થાત્ પૂર્ણ થયેલા કોઈ પણ ભૂખ અને તરસને જાણતા ન હતા. (૨૨૩) એ પ્રમાણે જનો વડે જોવાતો, પગલે પગલે પૂજાતો જિનરથ રાજાના બાંધેલા તોરણવાળા મહેલમાં આવ્યો. (૨૨૪)
હવે રાજા વડે તે પ્રતિમા રથથી ઉતારીને અંતઃપુરની નજીકમાં મનોહર ચૈત્યને કરાવીને સ્થાપન કરાઈ. (૨૨૫) હંમેશાં સ્નાનપૂર્વક નવા વસ્ત્રને ધારણ કરીને ત્યાર પછી પ્રભાવતી તે પ્રતિમાને ત્રણે સંધ્યાકાળે પૂજતી હતી. (૨૨૬) દુષ્ટ એવા આઠ કર્મરૂપી પ્રેત વરને નાશ કરવામાં યંત્ર જેવા અષ્ટમંગલોને અખંડ ચોખા વડે પ્રતિમાની આગળ આલેખતી હતી. (૨૨૭) ત્યારપછી શુભ બગીચાને આનંદરૂપી આંસુના જલની ઊર્મિઓ વડે જાણે સિચતી ન હોય તેમ સંપૂર્ણ વિધિ વડે ચૈત્યવંદનને કરતી હતી. (૨૨૮) અંતરંગ રંગ વડે રંગાયેલી દેવી સ્વયં હવે પ્રભુની આગળ દિવ્યભાવ-રસથી અદ્દભુત નૃત્ય કરતી હતી. (૨૨૯) ઉદાયન રાજા પણ પ્રિયાના પ્રેમની ઈચ્છા વડે પ્રગટ એવા ગ્રામરાગના સ્વરવાળી વીણાને હંમેશાં વગાડતો હતો. (૨૩૦) આવા પ્રકારની સામગ્રી હોવા છતાં પણ રાજાને બોધ થતો ન હતો અથવા તો શેરડીના વાડામાં ઉત્પન્ન થયેલા નળને (તે નામનું ઘાસ) શું મધુરતા થાય ? (૨૩૧) હવે એક વખત મહાદેવીએ શ્રેષ્ઠ એવા જિનને પૂજીને મનોહર રસથી યુક્ત સંગીતની શરૂઆત કરી (૨૩૨) ત્યાં સ્વયં તે ઉદાયન રાજા ત્યારે જાણે વાદ્યનો બનાવનાર જ ન હોય, તેમ વિવિધ પાટો વડે પટને વગાડતો હતો. (૨૩૩) પ્રભાવતી દેવીએ હોંશિયારીથી જાણે મનોહર સર્વે રસોને બતાવતી ન હોય તેમ શાસ્ત્રના ક્રમથી મનોરમ નૃત્યને કર્યું. (૨૩૪)
ત્યારપછી નાટક પ્રકર્ષથી આરૂઢ થયે છતે રાજાએ જેમ યુદ્ધમાં ધડ હોય તેમ દેવીનું નૃત્ય કરતું શરીર મસ્તક વગરનું જોયું. (૨૩૫) હા !! આ શું ? એ પ્રમાણે ક્ષોભથી જલદી રાજાને પ્રમાદથી ત્યારે હાથમાંથી આનક વાજિંત્ર પડ્યું. (૨૩૩) ત્યાર પછી દેવીએ કોપથી પ્રસ્તાવમાં કહ્યું, હે પ્રિય ! શા માટે મસ્તકનાં છેદની જેમ આ પ્રમાણે મારા નૃત્યનો વિચ્છેદ કર્યો. (૨૩૭) ગ્રીષ્મના આતપથી અને અનિષ્ટના જોવાથી