________________
૩૩૨
સમ્યકત્વ પ્રકરણ
સૂરીશ્વરને રાત્રિમાં અપાતો જે અંજનયોગ આપણે સાંભળેલો તેને હમણાં અહિં કરીએ. #l૨૨૯ી એ પ્રમાણે વિચારીને તે બંને વડે યોગ સિદ્ધ કરાયો અને તેના વડે અદૃશ્ય થયેલા તે બંને ચંદ્રગુપ્તની સાથે જમવા માટે ગયા. ર૩૦માં ભોજન કરતા એવા તેને જોઈને અને તેમની બંને બાજુએ બેસીને ભોજન કરીને તે બંને
પ્રમાણે તે બંને દરરોજ ભોજન કરતા હતા. ર૩૧રાજા માટે નક્કી કરેલા દિવસ સંબંધી ભોજનના પ્રમાણ જેટલું ભોજન ખવાઈ ગયે છતે અજીર્ણના ભયથી વૈદ્યો વડે જલ્દીથી તે (રાજા) ઉઠાડી દેવાતો હતો. ર૩રા આ પ્રમાણે એકના ભોજનમાં ત્રણ મનુષ્યો વડે ભોજન કરાય છતે તૃપ્તિ નહિ પામતો રાજા કૃશતાને પામે છે અને શરમ વડે બોલતો નથી. ર૩૩ કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ દુર્બળ એવા ચંદ્રગુપ્તને ચાણિયે પૂછયું કે, હે વત્સ ! શું તારે પણ દુષ્કાલ છે. ર૩૪માં તેણે કહ્યું, હે આર્ય ! હું તૃપ્તિ પામતો નથી. ત્યાર પછી ચાણિક્ય વિચાર્યું કે, અપ્રકટપણે કોઈપણ સિદ્ધ નિચ્ચે આના આહારને હરે છે. //ર૩પી.
બીજે દિવસે ઈંટનું ચૂર્ણ ભોજનના મંડપમાં પાથર્યું તેથી ત્યાં બને બાલકના પગની શ્રેણી થઈ. ર૩વા. તે પંક્તિ વડે મંત્રીએ નિશ્ચય કર્યો કે, નિચ્ચે આ બે સિદ્ધ થયેલા અંજનવાળા છે. ત્યાર પછી તેણે ત્યાં કારને બંધ કરીને જલ્દીથી ધૂમાડાને કરાવ્યો. ll૧૩૭થી ધૂમાડા વડે ઝરતા આંખના અશ્રુઓથી અંજન ધોવાયે છતે રાજાની બંને બાજુએ ભોજન કરતા બંને બાલ સાધુ જોવાયા. ર૩૮ આ બંને વડે હું વિડંબના કરાયો છું, આ પ્રમાણે રાજા જરાક દુર્મનવાળો થયો. ત્યારે શાસનની હલના ન થાઓ તેથી આ પ્રમાણે મંત્રીએ રાજાને કહ્યું. ર૩૯ હે વત્સ ! તું શા માટે કલુષિતપણું ધારણ કરે છે. ખરેખર આજે જ તારી શુદ્ધિ થઈ જે કારણથી બાલમુનિઓની સાથે એક ભાજનમાં તું જમ્યો. ll૨૪૦મા કોણ ગૃહસ્થ સાધુઓની સાથે એક સ્થાનમાં ભોજન કરવા માટે પામે. તેથી તે જ પુણ્યાત્મા છે અને તારું જીવન સાર્થક છે. ||૨૪૧. જે મહર્ષિઓ ભોજન કરતા જોવા પણ મળી શકતા નથી. તેઓની સાથે આજે ભોજન કરવાથી તે કોને વખાણવા યોગ્ય નથી. ર૪૨ા ખરેખર આ મુનિઓ ત્રણ જગતને વંદનીય, કુમાર એવા બ્રહ્મચારી છે. તેમના ચરણની રજ પાવનથી પણ પાવન છે. ૨૪all
આ પ્રમાણે ચંદ્રગુપ્તને બોધ પમાડીને અને તે બે બાલમુનિને વિસર્જન કરીને ચાણિક્ય ત્યાં પાછળ ગયો અને ગુરુને ઠપકો આપ્યો. //ર૪૪ll હે પ્રભુ ! આપના શિષ્યો પણ જો આ પ્રમાણે કરે છે તો અન્યત્ર કયાં પવિત્ર એવું ચારિત્ર હમણાં પ્રાપ્ત થશે. ર૪પII હવે તે ચાણિજ્ય ગુરુ વડે કહેવાયો કે, તું શ્રાવક છે, તારા વડે સ્વર્ગમાં રહેલ તે શ્રાવક ચણ અને શ્રાવિકા ચણી હર્ષ પામશે. ૨૪વા અહીં ઉત્કર્ષ પામેલ દુષ્કાળમાં અને ઉત્કર્ષને પામેલ વૈભવમાં તારા આવા પ્રકારના મહાદાનથી ભવરૂપી સમુદ્ર દુસ્તર નથી. ૨૪૭ી. આથી જ કલ્પવૃક્ષનું આચરણ કરનાર તારા જેવો શ્રાવક અહીં છે એ પ્રમાણે માનીને મારા વડે સઘળો ગચ્છ દેશાંતર મોકલાયો છે. ૨૪૮. મારા આ બંને બાલમુનિઓ આ પ્રમાણે જે વર્તે છે. આથી શ્રાવક એવા તારી મોટી પ્રસિદ્ધિ થશે. ll૨૪૯ ગુરુએ શિષ્યોને પણ કહ્યું, તમારા બંને વડે અહો આ શું કરાયું ? મોટો પરિસહ આવ્યું છતે પણ ખરેખર સાધુઓ વડે આત્મા ત્યાગ કરવા યોગ્ય નથી. ર૫oll હાથી સાથેના સંઘમાં હાથીનું શ્રેષ્ઠપણું, કસોટીના પથ્થર ઉપર સોનાનું શ્રેષ્ઠપણું જણાય છે તેમ ખરેખર સાત્ત્વિકોનું સારપણું સંકટમાં જણાય છે. ll૨૫૧ી ત્યાર પછી પ્રણામ કરીને તે બંને બાલમુનિઓએ પોતાના અપરાધને ખમાવ્યો અને કહ્યું, હે પ્રભુ! ફરી અમે આ પ્રમાણે કરશું નહિ. અમારું દુષ્કત મિથ્યા થાઓ. //પર// આ સાંભળીને લજ્જા