________________
સંપ્રતિ રાજાનું દષ્ટાંત
૩૨૯
કાંઈપણ અપાયું ન હોતું. ૧૫૧ી મારા વડે હમણાં તને જીવિત અપાયેલું છે. તેથી હે નંદ ! તું આનંદ પામ, એક રથ વડે જે ગમે તેને ગ્રહણ કરીને તું નીકળ. I/૧૫રી
હવે વિષાદને પામેલા, ક્ષીણ થયેલ બલ અને પરાક્રમવાળા નંદે વિચાર્યું કે વિજળી જેવી ચપલ અને પાપી એવી લક્ષ્મીને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. ૧૫૩ી હવે નંદે બે પત્ની, પ્રિય એવી એક પુત્રી અને સારભૂત એવા રત્નોને રથમાં સ્થાપન કરાવ્યા. ૧૫૪ો વળી પાત્રભૂત એક વિષ કન્યાને ઘરમાં મૂકી આ પ્રમાણેની વિચારણા વડે કે ચંદ્રગુપ્ત આની સાથે વિવાહ કરીને મરે. ૧૫પી. વળી, સુવર્ણ, રત્ન, માણિક્ય, વસ્ત્રાદિ શત્રુઓનું કાંઈ પણ ન થાઓ આ પ્રમાણેની વિચારણા વડે સર્વે વસ્તુઓ નગરજનોને આપીને તે ચાલ્યો. ll૧પવા નીકળતી એવી નંદની પ્રિય પુત્રી પ્રવેશ કરતા ચંદ્રગુપ્તને જોઈને ઉદય પામતા સૂર્યથી જેમ કમલિની તેમ તેણી ઉલ્લસિત થઈ. ૧૫૭ી ત્યાર પછી તેણીને નંદે કહ્યું, હે પાપી ! તું વૈરીને જોવે છે. મારા રાજ્યને હરણ કરનાર પર તું રાગી થઈ છે. તો તું જા તારા પ્રિયને ભજ. TI૧૫૮) ત્યાર પછી પિતાના રથને છોડીને ચંદ્રગુપ્તના રથ પર ચઢ્ય છતે જાણે તે નંદની લક્ષ્મીના ભારથી ચક્રમાં નવ આરા ભાંગ્યાં. ૧૫૯ અપશુકન માનતો અને તેણીને નવારતો ચંદ્રગુપ્ત ચાણિક્ય વડે કહેવાયો કે આ તારે શુકનરૂપ છે તેથી નિષેધ ન કર. ll૧૬૦ના આરા ભાંગવાથી તારે નવવંશ સુધી રાજ્ય થશે તેથી તેણીને રથમાં બેસાડીને ચંદ્રગુપ્ત નગરમાં પ્રવેશ્યો. ૧૯૧II હે નંદ ! મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જો આ મારી શિખા છોડાય છે એ પ્રમાણે કહીને તેના જોતા ચાણિકયે શીખાને છોડી. ૧૯૨//
નંદ બહાર ગયો. વળી તેઓ નંદના ઘરે ગયા અને તે કન્યાને જોઈને ચંદ્રગુપ્ત અને પર્વત બંને રાગી થયા. I/૧૬૩ ચાણિક્ય ચિહ્નો વડે તે વિષ કન્યાને જાણીને કહ્યું, હે ચંદ્રગુપ્ત ! આ એક તારી પત્ની થઈ તેથી આ કન્યા પર્વતની થાઓ. ll૧૬૪ ત્યાર પછી તમારા બંને વડે નંદના સામ્રાજ્યને વિભાગ કરીને ગ્રહણ કરવા યોગ્ય છે. તેથી હવે ત્યારે જ તે કન્યા સાથે પર્વતના વિવાહનો પ્રારંભ કરાયો. ||૧૬પો ત્યાં મંગલ વાજિત્રોને મોટેથી વગાડાયા અને વેદિકાની અંદર સંહારની શિખા વડે અગ્નિ બળાયો. ૧૯૭ll અને
અલના પામતા પામતા નૈમિત્તિકે લાજાંજલી કરી ત્યારે શુદ્ધ લગ્ન હોવા છતાં અગ્નિ થયો. II૧૯૭ી અને લગ્નની વેલામાં સર્પની જેમ કરવાને હાથ લાગતે છતે વિષના આવેગ વડે તે જ ક્ષણે ભીલનો અધિપતિ (પર્વત) મૂછિત થયો. ૧૬૮ હે ભાઈ ચંદ્રગુપ્ત ! હે પિતા ! હે મંત્રી ! ચાણિક્ય મરાયો-મરાયો. રક્ષણ કર રક્ષણ કર આ પ્રમાણે પીડા વડે તે બોલ્યો. ૧૬ જેટલામાં આના પ્રતિકારને ચંદ્રગુપ્ત આરંભે છે તેટલામાં ભ્રકુટિ કરીને ચાણિયે તેને અટકાવ્યો. ૧૭મા અને કહ્યું હજુ પણ તું મુગ્ધ છે. હે રાજનું! તું રાજ્યની નીતિને પણ જાણતો નથી કે અર્ધ રાજ્યને હરણ કરનાર મિત્રને જે ન હણે તે પોતે) હણાય છે. T૧૭૧ી તેથી પાછા જવું, આમ તેમ ફરવું વગેરે વડે તેણે પણ કાલક્ષેપ કર્યો તેથી રક્ષણ વિનાનો તૂટેલા પ્રાણોવાળો પર્વતક મૃત્યુ પામ્યો. ll૧૭રી
તેથી ચંદ્રગુપ્ત બંન્ને રાજ્યનો રાજા થયો અને રાજ્યરૂપી નાટકનો સૂત્ર ચાણિક્ય મહામંત્રી થયો. ll૧૭all ત્યારે ત્યાં જવા આવવાના માર્ગનું જાણકારપણું હોવાથી નંદના દુર્ધર પુરુષો સિદ્ધવિદ્યાવાળાની જેમ ચારે બાજુના ચોરીને કરે છે. /૧૭૪ll તેની રક્ષા માટે નગરમાં આરક્ષકને શોધતાં વેષાંતર વડે ચારે બાજુએ પણ ભમતા એવા ચાણિક્ય. ૧૭૫ll કોઈક જગ્યાએ નલદામ નામના વણાટ કામ કરતા વણકરને જોયો ત્યારે તેનો રમતો એવો પુત્ર મંકોડો વડે ડંસાયો. ૧૭કા રડતા એવા તેણે આવીને તેને કહ્યું, ત્યારે યમના બંધુ