SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ સમ્યક્ત્વ પ્રકરણ માંગણી કરી. તે બંને સાધુઓએ પણ કહ્યું કે હે ભદ્ર ! અમે તો આને વહન કરનારા છીએ. વળી આના સ્વામી તો અમારા ગુરુ છે. [૨૩] ત્યાર પછી અન્નનો અર્થ એવો તે ભક્તિથી પાછળ જતાંની જેમ તે બંનેની પાછળ ગયો. આશ્રયમાં રહેલા ગુરુને જોઈને તેમની પાસે પણ માંગણી કરી. ૨૪ોઅમે બંને આના વડે પ્રાર્થના કરાયેલા છીએ એ પ્રમાણે બે સાધુ વડે ગુરુને કહેવાયું. તેથી ગુરુએ પણ તેના વિષે શ્રુતના ઉપયોગને મૂક્યો. રપ નિચે આ શાસનનો મહાન આધાર થશે. એ પ્રમાણે જ્ઞાન વડે જાણીને ગુરુએ તેને કહ્યું, “હે ભદ્ર ! જો તું વ્રતને ગ્રહણ કરે તો અમે તને ઇચ્છિત આપીએ. તેણે કહ્યું, હે પ્રભુ ! એ પ્રમાણે થાઓ. કલ્યાણને કોણ ન ઈચ્છે. ૨૭, ૨ત્યાર પછી ત્યારે જ દીક્ષા આપીને ભોજનને માટે બેસાડાયેલ તેણે તેવા પ્રકારના તે આહારને કંઠ સુધી ખાધો. l૨૮ll ત્યાર પછી પવનથી ભરેલ ભસ્ત્રાની જેમ સ્કુરાયમાન થયેલ પેટવાળો તે મધ્યાહ્નકાળે શ્રાદ્ધના ભોજન કરેલ બ્રાહ્મણની જેમ ક્ષણવાર સૂતો. ૨૯ હવે ત્યાં અતિ સ્નિગ્ધ અને અતિમાત્રના અશનથી અજીર્ણ થયે છતે ફૂલની પીડા વડે વિસૂચિકા થઈ. ll૩૦II ત્યાર પછી ગુરુએ તેને કહ્યું, હે વત્સ ! શું તું કાંઈક ખાઈશ ? તેણે કહ્યું, હે પ્રભુ! કલ્પવૃક્ષ પાસે હોતે છતે શું ક્ષુધા ઉત્પન્ન થાય. li૩૧ll પરંતુ હમણાં આ પ્રમાણે માંગુ છું કે મારે તમારા ચરણો શરણ થાઓ. આ પ્રમાણે બોલતો ઘણી પીડાવાળો ક્ષય થયેલ આયુષ્યવાળો મરીને તે રંક અવ્યક્ત સામાયિકના પ્રભાવથી જેનો પુત્ર થયો તે હવે વંશ સહિત કહેવાય છે. ૩૨, ૩૩ અહીં જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રના ભૂષણરૂપ સ્પર્ધા વિના લક્ષ્મીવાળો, સુખના એક સ્થાનરૂપ ગોલ્લ નામનો દેશ છે. ll૩૪ો ત્યાં ચણકગ્રામ નામનું પ્રખ્યાત ગામ છે. જે ઘણા ધાન્યથી મનોહર સુકાવ્યની જેમ ગોરસથી યુક્ત છે. llઉપાય ત્યાં સદાચાર પવિત્ર બુદ્ધિવાળો, અરિહંતના ધર્મથી વિશુદ્ધ થયેલ છે આત્મા જેનો એવો, શ્રદ્ધાળુ ઉત્તમ શ્રાવક ચણી નામનો બ્રાહ્મણ હતો. ll૩વા જેના હૃદયરૂપી ગામમાં હંમેશાં પ્રાપ્ત થયેલા ઉત્કર્ષવાળા ચૌદ પણ વિદ્યાસ્થાનો કુટુંબીની જેમ બાધા રહિત વસતા હતા. ll૩ી એક વખત ત્યાં શ્રુતસાગરસૂરિ આચાર્ય આવ્યા અને રાજાની સભામંડપ જેવી તેના ઘરની ઉપરની ભૂમિમાં રહ્યા ૩૮ અને ત્યારે ત્યાં તેની પત્ની ચણેશ્વરીએ પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ દેદીપ્યમાન કાંતિવાળા અને પહેલેથી જ ઉગેલ દાઢવાળા પુત્રને જન્મ આપ્યો. ૩૯ો ત્યાર બાદ તેના જન્મોત્સવને કરીને બારમે દિવસે મોટા ઉત્સવ વડે ચાણિક્ય આ પ્રમાણે નામ કર્યું. I૪૦ll ત્યાર પછી ચણીએ તે પુત્રને ગુરુને વંદન કરાવીને ક્રમથી દાઢના વૃત્તાંતને કહ્યો અને તેના ફલને પૂછયું. //૪૧અતીન્દ્રિયજ્ઞાનથી પ્રત્યક્ષ છે ત્રણે કાળ જેને એવા ગુરુએ કહ્યું, આ મહાન બુદ્ધિવાળો મહારાજા થશે. //૪રા હવે તેણે ઘરની અંદર જઈને વિચાર્યું કે, શું મારો પુત્ર પણ અનર્થને વહન કરનાર રાજ્યને કરીને અધમ ગતિમાં જશે. II૪૩ તેથી ચણીએ વાલક પથ્થર વડે તેની દાઢાને ઘસીને જે પ્રમાણે કર્યું તે પ્રમાણેનું સ્વરૂ૫ ગુરુને જણાવ્યું. Al૪૪ll ગુરુએ તેને કહ્યું, હે ભદ્ર ! તારા વડે આ શું કરાયું ? જે જેના વડે જે પ્રકારે ઉપાર્જન કરાયું હોય તે તેના વડે તે પ્રકારે ભોગવવા યોગ્ય છે. ll૪પા જો કે તારા વડે દાઢા ઘસાઈ તો પણ આ પુત્ર કાંઈક બિંબને કરીને વિસ્તૃત રાજ્યને કરશે. Iકા હવે વીતાવેલા બાળપણવાળા વધતા એવા તે ચાણિજ્ય મેળવવા યોગ્ય ધનની જેમ આચાર્ય પાસેથી સર્વે વિદ્યા ગ્રહણ કરી. II૪૭થી હવે ચંદ્રને જેમ રોહિણી તેમ પુત્રને અનુરૂપ એક બ્રાહ્મણીને જોઈને ચણીએ તેને પરણાવી. ૪૮
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy