SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ તામલિ તાપસનું દષ્ટાંત ૩૨૧ થયો. હવે નજીકમાં જ મુક્તિ છે જેની એવો તે પરમહંત થયો. કલા હવે ત્યાં સાધિક બે સાગરોપમ દેવની ઋદ્ધિને ભોગવીને ત્યાંથી ચ્યવીને વિદેહમાં તે તામલીનો જીવ મોક્ષમાં જશે. ll૭૭થી તીવ્ર તપ વડે દુઃસહકષ્ટને સહન કરવા છતાં પણ મિથ્યાદૃષ્ટિપણા વડે આ તાલી સિદ્ધ ન થયો. ll૭૮ll તામલીના તપથી સાતમા ભાગનો પણ તપ જો જિનેન્દ્રના માર્ગમાં રહેલો કરે તો તે પણ સિદ્ધિપુરીમાં જાય. ll૭૯ll તેથી મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓ વડે એકાંતે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પ્રયત્ન કરવા યોગ્ય છે. વળી, મનુષ્યો વડે દુર્જનના સંગ સમાન મિથ્યાત્વ માર્ગ દૂરથી જ વર્જવા યોગ્ય છે. ૮૦ના એ પ્રમાણે તામલિ કથા Roll (૨૪૧). જો આ પ્રમાણે છે તો શું કરવા યોગ્ય છે તે કહે છે. तम्हा कम्माणीयं, जे उ मणो दंसणंम्मि पयइज्जा । दसणवओवेहि सफलाणि हुंति तवनाणचरणाणि ।।४१।। (२४७) ગાથાર્થ ઃ તેથી કર્મરૂપ સૈન્યને જીતવાની અભિલાષાવાળા આત્માએ સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શનવાળો આત્મા જે જે તપ, જ્ઞાન અને ચારિત્ર આચરે છે, તે તે સફળ થાય છે. ૪૧૨૪૭ll ભાવાર્થ સ્પષ્ટ છે. “હંસMમિ પયડુબ્બા' સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ. I૪૧/૨૪થી તો શું સમ્યગ્દર્શન, ચારિત્રથી પણ અધિક છે ? તે કહે છે. भटेण चरित्ताओ, सुठ्ठयरं दंसणं गहेयव्वं । સિiતિ વરરહિયા, હંસાદિયા ન સિનંતિ I૪રા (૨૪૮) ગાથાર્થ : ચારિત્રથી ભ્રષ્ટ વડે સુંદર એવા દર્શનને ગ્રહણ કરવા યોગ્ય છે. ચારિત્રથી રહિત સિદ્ધ થાય છે. પરંતુ દર્શનથી રહિત સિદ્ધ થતા નથી. ભાવાર્થ: આ પણ સ્પષ્ટ જ છે. વિશેષમાં ચારિત્રથી રહિત એટલે દ્રવ્ય ચારિત્રથી રહિત જાણવા. પરંતુ ભાવ ચારિત્રથી રહિત નહિ. કારણ કે ભાવથી ચારિત્રના અભાવમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિનો અભાવ છે અને આગળ સ્વયં જ કહેશે. સારો સમ્યગુદૃષ્ટિ હોવા છતાં પણ ચરણ કરણ વડે રહિત સિદ્ધ થતો નથી. //૪૨૨૪૮ આ પ્રમાણે સમ્યકત્વના સ્વરૂપને કહીને તેના ભેદોને કહે છે. एगविह-दुविह-तिविहं, चउहा पंचविह-दसविहं सम्मं । मुक्खतरु बीयभूयं, संपइराया व धारिज्जा ।।४३।। (२४९) ગાથાર્થઃ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, પાંચ પ્રકારે તેમજ દસ પ્રકારે મોક્ષરૂપી વૃક્ષના બીજભૂત સમ્યકત્વ ધારણ કરવા યોગ્ય છે. ભાવાર્થ: તેમાં (૧) તત્ત્વની રુચિરૂપ એક પ્રકારે (૨) બે પ્રકારે (૧) નૈસર્ગિક જાતિસ્મરણથી ઉત્પન્ન થયેલ. (૨) અધિગમજ - ગુર્નાદિના ઉપદેશથી તત્વના અધિગમથી ઉત્પન્ન થયેલ. (૩) ત્રણ પ્રકારે
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy