________________
સમ્યક્ત્વ પ્રકરણ
તત્ત્વો કહેવાયા, હમણાં તેની શ્રદ્ધા હોતે છતે સમ્યક્ત્વ થાય તે કહે છે.
जीवाइनवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।
માલેળ સદ્દદંતે, અયાયમાળેવિ સમ્મત્ત ।।રૂદ્દ।। (૨૪૨)
ગાથાર્થ : જીવાદિ નવ તત્ત્વને જે જાણે છે તેને તેમ જ નહિ જાણતા છતાં પણ ભાવ વડે શ્રદ્ધા કરનારને પણ સમ્યક્ત્વ હોય છે.
૩૧૬
ભાવાર્થ : જીવાદિ નવ પદાર્થોને જે જાણે છે. શ્રદ્ધા વિના જ્ઞાન નિષ્ફલ છે. આથી જે શ્રદ્ધા કરે છે તેને સમ્યક્ત્વ થાય છે. ફક્ત શ્રદ્ધા વિનાના જ્ઞાનથી સમ્યક્ત્વ થતું નથી. તથા જિનેશ્વરે કહેલા તત્ત્વને શુદ્ધ પરિણામ વડે શ્રદ્ધા કરે છે. અર્થાત્ જિનેશ્વર ભગવંતે કહેલું જ તત્ત્વ છે એ પ્રમાણે માનતે છતે તેને જ્ઞાન ન હોવા છતાં સમ્યક્ત્વ છે. હવે કોઈ શંકાકાર શંકા કરે છે કે,
પૂર્વે દેવાદિના વિષયની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું અને વળી અહીં જીવાદિના વિષયની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું તો આ બંને વાતનો વિરોધ નથી આવતો ? તો જવાબ આપતા કહે છે કે, ના, વિરોધ નથી. કારણ કે, દેવાદિઓનો જીવાદિને વિષે અંતર્ભાવ થતો હોવાથી. ।।૩૬।। (૨૪૨)
સમ્યક્ત્વ મિથ્યાત્વના ત્યાગથી થાય અને મિથ્યાત્વ જણાયેલું જ છોડવાને માટે શક્ય છે. આથી ભેદથી તેના સ્વરૂપને કહે છે.
दुविहं लोइयमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं ।
જોત્તમાં પિ તુવિદું, લેવાય ગુરુવં ચેવ ।।રૂ૭।। (૨૪૩)
ગાથાર્થ : લૌકિક મિથ્યાત્વ બે પ્રકારે જાણવા યોગ્ય છે દેવગત અને ગુરુગત. લોકોત્તર મિથ્યાત્વ પણ બે પ્રકારે જાણવા યોગ્ય છે દેવગત અને ગુરુગત.
ભાવાર્થ : જોગ - જિનેશ્વરના મતની બહાર રહેલા મનુષ્યો, તેઓમાં થયેલું તે લૌકિક મિથ્યાત્વ તે બે પ્રકારે છે. દેવગત અને ગુરુગત. દેવો - બૌદ્ધાદિ તેઓની દેવ બુદ્ધિ વડે પૂજાદિ, ગુરુઓ - શાક્યાદિ તેઓને વિષે ગુરુની બુદ્ધિ વડે પ્રણામાદિ. ઉ૫૨ વર્ણવેલા સ્વરૂપવાળા લોકોથી ઉત્તર એટલે કે, જ્ઞાનાદિ ગુણો વડે પ્રધાનભૂત અરિહંતો તેઓમાં થયેલું મિથ્યાત્વ તે લોકોત્તર મિથ્યાત્વ તે પણ બે પ્રકારે છે. દેવગત અને ગુરુગત તેમાં દેવગત - વીતરાગને વિષે પણ માનતાદિ વડે રાગાદિનું આરોપણ કરવું તે. ગુરુગત - પાર્થસ્થાદિને વિષે ગુરુની બુદ્ધિ વડે વંદનાદિ કરવું તે. II૩૭ના (૨૪૩)
1
હવે આનો પરિહાર કરતે છતે જે ફલ થાય છે તેને કહે છે.
चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेह |
અહં સમ્મત્ત, હોર્ ડં તસ્સ નીવલ્સ ।।રૂ૮।। (૨૪૪)
ગાથાર્થ : ચારે પ્રકારના મિથ્યાત્વનો, મન-વચન અને કાયાથી, કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ રૂપ ત્રણ પ્રકાર વડે જે ત્યાગ કરે છે તે જીવને પ્રગટપણે કલંક રહિત સમ્યક્ત્વ થાય છે. ભાવાર્થ : સ્પષ્ટ છે. ૩૮૫ (૨૪૪)