________________
૩૧૨
સમ્યકત્વ પ્રકરણ
પર્યાપ્ત સંજ્ઞીરૂપ એક, અપર્યાપ્તને ઔપશમિક સમ્યકત્વની ઉત્પત્તિનો અભાવ હોવાથી તેને ઔપશમિક સમ્યત્વને યોગ્ય શુદ્ધિનો અભાવ હોવાથી. અનંતાનુબંધીનો બંધ-ઉદય-આયુષ્યનો બંધ અને મરણ આ ચારે સાસ્વાદનવાળો કરે છે. ઉપશમ સમ્યક્ત્વદૃષ્ટિ આ ચારમાંથી એકે વાનાં કરતો નથી. //// આ પ્રમાણેના વચનથી અપર્યાપ્તને પરભવ સંબંધી ઔપશમિક સમ્યક્ત્વનો પણ અસંભવ છે.
ઉપશાન્ત મોહ નામના ૧૧મા ગુણસ્થાનકવર્તી જીવ ભવક્ષયે સર્વાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થયે છતે પણ ઉત્પત્તિના પ્રથમ-સમયે જ સમ્યક્ત્વના પુંજને ઉદયાવલિકામાં નાંખીને સમ્યકત્વના મુદ્દગલને અનુભવે છે. તેથી અપર્યાપ્તને પથમિક સભ્યત્વ હોતુ નથી. ક્ષાયિક-ક્ષાયોપથમિક અને ઔપથમિક સમ્યક્ત્વમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્ત રૂ૫ બે,
મિશ્રમાં પર્યાપ્ત સંજ્ઞી રૂપ એક, સાસ્વાદનમાં બાદર એકેન્દ્રિય – બેઈન્દ્રિય - તેઈન્દ્રિય – ચઉન્દ્રિય અને અસંજ્ઞી અપર્યાપ્ત અને સંજ્ઞી પર્યાપ્ત તથા અપર્યાપ્ત રૂપ બે કુલ સાત જીવસ્થાનક ઘટે છે. મિથ્યાત્વમાં સર્વે જીવ સ્થાનક, સંજ્ઞી માર્ગણામાં – સંજ્ઞી પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ છે, અસંક્ષી માર્ગણામાં બે સંજ્ઞીના વર્જીને બાર જીવસ્થાક ઘટે છે.
આહારક માર્ગણામાં સર્વે, અનાહારક માર્ગણામાં સાતે અપર્યાપ્તા અને સંજ્ઞી પર્યાપ્તા એમ કુલ આઠ જીવસ્થાનક ઘટે છે.
દેવ-નારક ગતિમાં પહેલા ચાર ગુણસ્થાનક, તિર્યંચ ગતિમાં પહેલા પાંચ, મનુષ્યગતિમાં ચૌદ, એકેન્દ્રિયબેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉન્દ્રિયમાં પહેલાના બે ગુણસ્થાનક, પંચેન્દ્રિયમાં સર્વે, પૃથ્વી-અપૂ અને વનસ્પતિકાયમાં પ્રથમના બે, તેઉકાય અને વાયુકાયામાં એક, ત્રસકાયમાં સર્વે ગુણસ્થાનક ઘટે છે. યોગમાં અયોગીને છોડીને તેર ગુણસ્થાનક, વેદમાં પ્રથમના નવ, ત્રણ કષાયમાં પ્રથમનાં નવ, લોભમાં પ્રથમના દશ, મતિ-શ્રુત અને અવધિ જ્ઞાનમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ નવ, મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તાદિ સાત, કેવલજ્ઞાનમાં છેલ્લા બે, અજ્ઞાનત્રિકમાં પ્રથમના ત્રણ, સામાયિક છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રમત્તાદિ ચાર, પરિહાર વિશુદ્ધિમાં પ્રમત્ત અને અપમત્ત બે, દેશસંયમમાં દેશવિરતિરૂપ એક ગુણસ્થાનક, સૂક્ષ્મ સંપરામાં સૂક્ષ્મસંપરાયરૂપ એક ગુણસ્થાનક, યથાખ્યાત ચારિત્રમાં છેલ્લા ચાર, અસંયમમાં પ્રથમના ચાર, ચક્ષુ-અચક્ષુદર્શનમાં પ્રથમના બાર, અવધિદર્શનમાં અવિરતિ આદિ નવ, કેવલદર્શનમાં છેલ્લા બે, પ્રથમની ત્રણ લેશ્યામાં પહેલા જ, તેજો અને પદ્મમાં સાત, શુક્લ લેગ્યામાં અંત્ય છોડીને બાકીનાં તેર, ભવ્યમાં સર્વે, અભવ્યમાં પહેલું, લાયોપથમિક સમ્યક્ત્વમાં અવિરતિ આદિ ચાર, ઔપથમિકમાં આઠ, ક્ષાયિકમાં અગ્યાર, સાસ્વાદનમાં બીજું, મિશ્રમાં ત્રીજું, મિથ્યાત્વમાં પહેલું, સંજ્ઞીમાં સર્વે, અસંજ્ઞીમાં પહેલા બે, આહારકમાં પ્રથમના તેર, અનારકમાં મિથ્યાત્વ-સાસ્વાદન, અવિરતિ, સયોગી અને અયોગીરૂપ પાંચ ગુણસ્થાનક ઘટે છે.
દેવ-નારક ગતિમાં ઔદારિકદ્ધિક અને આહારકદ્ધિક વિના અગ્યાર યોગ, તિર્યંચગતિમાં આહારદ્ધિક વિના તેર, મનુષ્યગતિમાં સર્વે યોગ ઘટે છે. એકેન્દ્રિયમાં ઔદારિકદ્ધિક-વૈક્રિયદ્ધિક અને કાર્મણ કુલ પાંચ, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ઔદારિકદ્વિક-કાર્પણ કાયયોગ અને છેલ્લી ભાષા આ ચાર યોગ, પંચેન્દ્રિયમાં સર્વે યોગ ઘટે છે, પૃથ્વી-અપ-તેલ અને વનસ્પતિ કાયમાં ઔદારિકદ્ધિક અને કાર્મણરૂપ ત્રણ, વાયુકાયમાં ઉપરના ત્રણ તથા વૈક્રિયદ્રિક એમ કુલ પાંચ યોગ, ત્રસકાર્યમાં સર્વે, મન-વચન યોગમાં કાર્પણ • પ્રતમાં વર્નાનિ લખેલ છે. પરંતુ ૧૪ મે ગુણસ્થાનકે વેશ્યા હોતી નથી. એટલે અહીં મારી શબ્દનો અર્થ પ્રધાન કરવાનો છે. પ્રધાન ગુણઠાણાને છોડીને એટલે ૧૪મા ગુણઠાણાને છોડીને શુક્લલેશ્યા તેર ગુણસ્થાનક સુધી હોય છે.