________________
૩૧૦
સમ્યક્ત્વ પ્રકરણ
એક અધ્યવસાય સ્થાન હોય છે. સૂક્ષ્મ સંપાયની અપેક્ષા વડે અહીં બાદર સંપરાય છે. આથી અનિવૃત્તિ બાદર સંપરાય કહેવાય છે. (૧૦) સૂક્ષ્મ સંપરાય - જીવો જેના વડે સંસારમાં ચારે બાજુ ભમે છે તે સંપરાય - કષાય. અહીં બાકીના કષાયોના અનુદયથી અને સૂક્ષ્મ કિટ્ટીરૂપ લોભ નામના કષાયના ઉદયથી સૂક્ષ્મ સંપરાય. (૧૧) ઉપશાંત થયો છતો જ કરણ વિશેષથી રાખથી ઢાંકેલા અગ્નીની જેમ ઉદયને અયોગ્ય કર્યો છે મોહ જેને તે ઉપશાંત મોહ. (૧૨) ક્ષણમોહ – ક્ષપક શ્રેણીથી પાર પામેલા, કેવલજ્ઞાનની ઉત્પત્તિના પૂર્વે હોય છે. (૧૩) સયોગી - સયોગી કેવલી કાયા-વાણી અને મનન યોગવાળા, કાયા વડે ચાલે છે. વાણી વડે દેશનાને કરે છે. ‘મમન: સ્ટિનઃ' આ પ્રમાણેના વચનથી કેવલીઓ હંમેશાં મનયોગવાળા નથી એવું ન કહેવું. જેથી કહ્યું છે કે – દ્રવ્ય મનના યોગ વડે મન:પર્યવજ્ઞાનીના અને અનુત્તર દેવલોકના દેવોના સંશયને કેવલજ્ઞાનથી જાણીને દૂર કરે છે. (૧૪) અયોગી - યોગના નિરોધથી અયોગી કેવલી. ગુણી રૂ૫ વડે આનું અભિધાન કરેલું છે તે ગુણ અને ગુણીનો અભેદ ઉપચાર હોવાથી. આ જ્ઞાનાદિ ગુણોના સ્થાનો તે ગુણસ્થાનક, તે ચૌદ છે. તે ન કહ્યું હોવા છતાં પ્રસ્તાવથી જાણવા યોગ્ય છે. આ ગુણસ્થાનકોના કાલ માનને કહે છે. મિથ્યાત્વ ગુણસ્થાનક અભવ્યોને અનાદિ અનંત જાણવા યોગ્ય છે. વળી ભવ્યોને અનાદિ સાંત હોય છે. (૧)
સાસ્વાદન ગુણસ્થાનક છ આવલિકા, ચોથા ગુણસ્થાનકનો સાધિક તેત્રીસ સાગરોપમ, પાંચમા અને તેરમા ગુણસ્થાનકનો દેશોન પૂર્વક્રોડ વર્ષ કાલ છે. (૨) ચૌદમા ગુણસ્થાનકનો પાંચ હૃસ્વાક્ષર જેટલો કાળ છે. ત્રીજુ ગુણસ્થાનક તથા છઠ્ઠાથી બાર સુધીના કુલ આઠ ગુણસ્થાનકનો પ્રત્યેકનો કાળ અંતમુહૂર્તનો છે. (૩) અને બીજું આ વિશેષ છે.
મિથ્યાત્વ - સાસ્વાદન ને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક લઈને જીવ પરલોકમાં જાય છે. અથવા બાકીના અગ્યાર ગુણસ્થાનક સિવાય ત્રણ ગુણ ઠાણામાં રહેલા જીવો પરલોકમાં જાય છે. [૧] (પ્રવ.સા.ગા. ૧૩૦૬) આ પ્રમાણે ગાથાર્થ છે. ૨૭, ૨૮ (૨૩૩, ૨૩૪) જીવના સ્થાન-યોગ-ઉપયોગ અને ગુણસ્થાનકોને કહેવાયા. હવે તેઓની ગતિ આદિ ધારમાં વિચારણા કરાય છે. આથી તેને કહે છે.
गइ इंदिए य काए, जोए वेए कसायनाणे य ।
સંગમ-દંસણજેસા, મવસગ્ને સત્રમાદરે ર૬ (૨૩) ગાથાર્થ ? ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-વેદ-કષાય-જ્ઞાન અને સંયમ-દર્શન-લેશ્યા-ભવ્ય-સમ્યકત્વ સંક્સિઆહારી રહ્યાં (૨૩૫)
ભાવાર્થઃ ગતિ - નારકાદિ ચાર. ઈન્દ્રિય – એકેન્દ્રિયાદિ પાંચ, કાય - પૃથ્વીકાયાદિ છે યોગ - મનોયોગાદિ ત્રણ, વેદ - સ્ત્રીવેદાદિ-ત્રણ, કષાય - ક્રોધાદિ ચાર, જ્ઞાન - મત્યાદિ પાંચ ઉપલક્ષણથી મત્યજ્ઞાનાદિ ત્રણ. અન્યત્ર પણ આ જ વિપક્ષ સહિતના પદમાં કારણ છે. સંયમ - દેશ સંયમ સર્વવિરતિ અને અસંયમ વિગેરે સાત, દર્શનમાં-ચક્ષુદર્શનાદિ ચાર, લેગ્યામાં - કૃષ્ણાદિ છે, ભવ - ભવ્ય અને અભવ્ય બે, સમ્યકત્વમાં - ક્ષાયિક
ઓપશમિક ક્ષાયોપથમિક, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ એમ છ, સંજ્ઞીમાં - સંજ્ઞી અને અસંજ્ઞી બે, આહારી - આહારી અને અણાહારી બે, આના મૂલ ચૌદ ભેદ અને ઉત્તરભેદની અપેક્ષાએ બાસઠ છે.