________________
જીવના સંસ્થાન - ઈન્દ્રિય આદિ
૩૦૭
विगलिदिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु ।
तिरिएस हंति चउरो, चउद्दसलक्खा उ मणुएसु ।।२४।। (२३०) ગાથાર્થઃ પૃથ્વી-અપ-તેલ-વાયુકાયની એકેકની સાત લાખ યોનિ છે. પ્રત્યેક વનસ્પતિ કાયની દસ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, વિકલેન્દ્રિયની બે-બે લાખ, નારક અને દેવની ચાર-ચાર લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ યોનિ છે.
ભાવાર્થઃ વ્યાખ્યા સ્પષ્ટ છે. વિશેષમાં સર્વે સાથે કરવાથી ચોરાશી લાખ યોનિ થાય. અને અહીં સમાન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના પરિણામોવાળી ઘણા વ્યક્તિઓની એક જ યોનિ થાય. જો આમ ન માનીએ તો દરેક-દરેકની યોનિની અલગ-અલગ ગણતરી કરવામાં આવે તો ઘણી યોનિઓ થાય. અહીં આ સર્વે પણ યોનિ સામાન્ય વડે સચિત્ત-અચિત્ત-મિશ્ર, સંવૃત્ત, વિવૃત્ત-મિશ્ર, શીત-ઉષ્ણ મિશ્ર. આમ નવ પ્રકારે થાય છે. //ર૩, ૨૪il (૨૨૯-૨૩૦) હવે ક્રમથી પ્રાપ્ત એવા યોગદ્વારને કહે છે.
सञ्चं मोसं मीसं, असञ्चंमोसं मणोवई अट्ठ ।
काओ उराल-विक्किय, आहारगमीस-कम्मइगो ।।२५।। (२३१) ગાથાર્થ ઃ (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર, (૪) અસત્યામૃષા એ ચાર મનના એ પ્રમાણે જ ચાર વચનના ભેદો તથા કાયાના દારિક, વૈક્રિય, આહારક અને એ ત્રણના મિશ્ર તથા કાર્મણ - એમ પંદરયોગો છે. રિપોર૩૧
ભાવાર્થ જેમ અગ્નિના સંયોગથી ઈટાદિ લાલ-થાય તેમ મન-વચન અને કાયાના સંબંધીથી આત્માની શક્તિ વિશેષ તે યોગ કહેવાય. ઘરડાને જેમ લાકડી આલંબનરૂપ છે તેમ જીવને આ યોગો ઉપકાર કરનારા છે અને તે સત્યાદિ પંદર પ્રકારે છે. તેમાં જે પ્રકારે હોય તે પ્રકારે અર્થને વિચારવો તે સત્ય. તેનાથી વિપરીત તે મૃષા. બંને સ્વભાવરૂપ હોય તે મિશ્ર. તેનાથી વિપરીત અસત્યામૃષા આ પ્રકારે મનના ચાર અને ઉપર કહ્યા પ્રમાણે વચનના પણ સત્યાદિ ચાર, આ પ્રમાણે આઠ યોગ, કાઉ – એટલે કાયયોગ.
ઉરાલ એટલે ઉદાર, શેષ શરીરથી પ્રધાન શરીર તે દારિક શરીર, તેનો યોગ પણ ઉદાર, પ્રાધાનપણું તે તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ છે. તેનાથી અન્ય અનુત્તરવાસી દેવોના શરીરનું પણ અનંતગુણ હીનપણું હોવાથી. વિવિધ અથવા વિશિષ્ટ પ્રકારની ક્રિયા તે વિક્રિયા તેમાં થયેલું તે વૈક્રિય અને તેનો યોગ પણ વૈક્રિય. તીર્થંકરાદિની પાસેથી સૂક્ષ્મ પદાર્થોને જેના વડે ગ્રહણ કરાય છે તે આહારક તેનો યોગ તે આહારક યોગ. મિશ્ર યોગ ત્રણ પ્રકારે છે. ઔદારિક શરીરવાળાને ઉત્પત્તિના સમયે કાર્મણ શરીરની સાથે મિશ્રતા. વૈક્રિય અને આહારક શરીરને કરવાના સમયે તે બંનેની સાથે મિશ્ર તે ઔદારિક મિશ્ર. દેવાદિની ઉત્પત્તિના સમયે કામર્ણની સાથે વૈક્રિયનું મિશ્રપણું તે તથા જેને વૈક્રિય શરીર બનાવ્યું છે તેવા જીવો
જ્યારે એનો વૈક્રિય શરીરનો ત્યાગ કરે છે ત્યારે દારિક મિશ્રના સમયે ઔદારિકની સાથે મિશ્ર તે વૈક્રિય મિશ્ર. આહારક મિશ્ર વળી આહારક શરીરનું પ્રયોજન પૂર્ણ થયા પછી ફરી ઔદારિક શરીર કરતી વેળાએ ઔદારિકની સાથે મિશ્ર તે આહારક મિશ્ર. કામર્ણ યોગ તે વિગ્રહગતિમાં હોય છે અને કેવલી સમુદ્યાતના