________________
અવંદનીક સાધુ - વંદનમાં દોષ
૨૯૧
હવે યતિધર્મમાં ક્ષત્તિની પ્રધાનતા હોવાથી તેનો જ ઉત્કર્ષ કરતા કહે છે.
जइ खमसि तो नमिजसि, छज्जइ नामंपि तुह खमासमणो ।
अह न खमसि न नमिज्जसि, नामपि निरत्थयं वहसि ।।७४।। (१८८) ગાથાર્થ છે સાધુ! જો તું ક્ષમા રાખીશ, તો અન્યના વંદનને પ્રાપ્ત કરીશ, અને “ક્ષમાશ્રમણ' એવું તારું નામ પણ શોભશે – સાર્થક થશે અને જો ક્ષમા નહિ રાખે તો બીજાના વંદનને પામીશ નહિ અને ક્ષમાશ્રમણ નામને પણ તું નિરર્થક વહન કરે છે. ૭૪૧૮૮
ભાવાર્થ : પ્રગટ છે. I૭૪(૧૦૦) હવે નિરર્થક નામને વહન કરનારાઓને જ ભેદ વડે કહીને તેઓને વિષે કૃત્યને કહે છે.
पासत्थओसन्नकुसीलरूवा, संसत्तऽहाछंदसरूवधारी ।
માટાવનારૂંહિ વિવજ્ઞા , અવંળિજ્ઞા જ નિVIfમ II૭ધા (૨૮૧) ગાથાર્થ : પાર્થસ્થ, અવસત્ર, કુશીલ રૂપવાળા, સંસકત, માથાછંદના સ્વરૂપને ધારણ કરનારની સાથે આલાપાદિ વર્જવા યોગ્ય છે અને તેઓ જિનાગમમાં અવંદનીય કહેલા છે.
ભાવાર્થ : પાર્થસ્થ=જ્ઞાનાદીની પાસે રહે છે. અવસગ્ન એટલે શિથિલ જેવો તે અર્થાત્ સામાચારીના સેવનમાં પ્રકર્ષે કરીને ભગ્ન થયેલો, કુશીલ-કુત્સિત (ખરાબ) છે શીલ જેનું તે અર્થાત્ આવા પ્રકારનો સ્વભાવ છે જેઓનો તે, સંસકત-સદ્, અસદ્ આચારમાં જોડાયેલ. યથાવૃંદ=પોતાની રુચિ પ્રમાણે ઉસૂત્રના પ્રરૂપક તે બંન્નેના સ્વરૂપને ધારણ કરે છે, તેઓની સાથે આલાપાદિ આદિ શબ્દથી સંવાસાદિનો ત્યાગ કરવા યોગ્ય છે. તથા
આલાપ, સંવાસ, વિશ્વાસ, સંસ્તવ અને પ્રસંગ હીન આચારવાળા સાથે કરવો તે સર્વ જિનેશ્વર વડે નિષેધેલ છે. (ઉપદેશમાલા ગા. ૨૨૩)
આ બધા જિનાગમમાં અવંદનીય કહેલા છે. આ સ્વરૂપને સૂચવનારી આગમ ગાથા. તે પાસત્થા બે પ્રકારે છે. (૧) સર્વ પાસત્થા અને (૨) દેશ પાસસ્થા. જે ફક્ત વેશધારી હોય અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી અલગો રહેતો હોય તે સર્વ પાસત્થા અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણો વિગેરેને પાસે રાખે. પણ ઉપયોગ ન કરે. ||૧||
જે કારણ વિના શય્યાતરપિંડ, અભ્યાહત (સામે લાવેલ), રાજપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાપરે તે દેશપાસત્યા. રા.
(પ્રવ. સા. ૧૦૪, ૧૦૫ સંબોધ પ્ર. ગુવધિકારે ૯, ૧૦) નિશ્રા કુલોમાં વિચરે અને કારણ વિના સ્થાપનાકુલમાં પ્રવેશ કરે, સંખડી (જમણવાર)નું અવલોકન કરવા માટે જાય તેમજ પરિચયને કરે છે. ||al (સંબોધ પ્ર. ૧૧) સંસ્તવ એટલે પરિચય તે માતા વિગેરે સાથે સંબંધ ઘટવવા રૂપ છે -