SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮૪ સમ્યક્ત્વ પ્રકરણ આજ અર્થને ભાવતા કહે છે. जो भइ नत्थि धम्मो, न य सामइयं न चेव य वयाइं । સો સમળસંઘનન્નો, હાયવ્યો સમળસંયેળ ।।૬।। (૭૦) ગાથાર્થ : જે કહે છે કે વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને વ્રતો નથી તે (પુરુષ) શ્રમણ સંઘ વડે સંઘની બહાર કરવા યોગ્ય છે. ૫૬(૧૯૭૦) ભાવાર્થ : સ્પષ્ટ છે. ૫૬ા(૧૭૦) શા માટે તે બહાર કરવા યોગ્ય છે તો કહે છે. दुप्पसहंतं चरणं, जं भणियं भगवया इह खेत्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्ति वा मोहो ।।५७।। (१७१) ગાથાર્થ : આ ભરત ક્ષેત્રમાં દુપ્પસહસૂરિજી સુધી આજ્ઞાયુક્ત સાધુઓને જે ચારિત્ર ભગવંત વડે કહેવાયું છે. તે વર્તમાનકાળે નથી આવું બોલવું કે માનવું તે મૂઢતા છે. II૫૭૧૭૧|| ભાવાર્થ : દુપ્પસહસૂરિશ્વરજી સુધી આજ્ઞાયુક્ત સાધુઓને ચારિત્ર જે કારણથી શ્રીવીર સ્વામી વડે અહીં ભરત ક્ષેત્રમાં કહેવાયેલું છે. તેથી હમણાં અહીં આ ચારિત્ર નથી આવા પ્રકારની જેની મતિ છે તે તેની મૂઢતા છે. તે સંઘની બહાર કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો અર્થ છે. ।।૫।।૧૭૧ તેવા પ્રકારની બુદ્ધિ અને બલાદિના અભાવથી કેવી રીતે હમણાં ચારિત્રનો સંભવ છે ? તો કહે છે. कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताणं । નાનત્તારદિયાળ, હોર્ નાં નર્ફન સા ।।૮।। (૭૨) ગાથાર્થ : કાલને ઉચિત જયણાથી જીવનારા, માત્સર્ય રહિત ધર્માનુષ્ઠાનોમાં ઉદ્યમવંતને અને જનસમાગમથી રહિત યતિઓને હંમેશાં ચારિત્ર હોય છે. ભાવાર્થ : સુગમ છે. વિશેષ એ કે જનયાત્રા રહિત એટલે પ્રત્યુપકાર (વિનય વિશેષ છે) સુખદુઃખની ચિંતા કરવી વિગેરે લોકવ્યવહારથી મુક્ત થયેલાઓને, જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી ચારિત્ર હોય છે. ।।૫૮||૧૭૨॥ આજ અર્થને સમર્થન કરતા કહે છે. न विणा तित्थं नियंठेहिं, ना तित्था य नियंठया । छक्कायसंजमो जाव, ताव अणुसज्जणा दुण्हं ।। ५९ ।। (१७३) ગાથાર્થ : સામાન્યથી નિગ્રંથ વિના તીર્થ નથી અને તીર્થ વિના નિગ્રંથો નથી. છકાયનું સંયમ જ્યાં સુધી છે ત્યાં સુધી તીર્થ અને નિગ્રંથ, એ બંન્નેનો પરસ્પર સંબંધ ટકે છે.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy