________________
૨૮૦
સમ્યકત્વ પ્રકરણ
હવે ગીતાર્થ એવા મહામંત્રીએ જીનેશ્વર ભગવંતના બિંબના દર્શન કરાવ્યા. દેવોને વંદન કરાવ્યા અને દુષ્કૃત્યની ગહ કરાવી ll૧૪૩ll સિદ્ધની સાક્ષીએ સમસ્ત પાપોની આલોચના કરાવી. સર્વ જીવોને વિષે નિર્મલ ક્ષમાપના કરાવી. f/૧૪૪ વિષના તાપને આપનારી પાપી એવી સૂર્યકાન્તા પ્રતિ રાજા પાસેના વિશેષથી તેણે મિથ્યા દુષ્કૃત કરાવ્યું. ૧૪પા જે નરકાદિમાં અવશ્ય વેદવા યોગ્ય કર્મને તારી ઉપકારિણી એવી આ અહીં જ શાંત કરાવે છે. ૧૪૭ લાંબાકાળથી કરેલા ધર્મવાળો એવો પણ તું જો આ સૂર્યકાન્તાને વિષે દ્વેષને કરીશ તો ધમેલા સુવર્ણને કૂત્કાર વડે હારી જઈશ. ll૧૪૭ આ પ્રમાણે તેને આ ભવમાં જ નહિ. પરંતુ નરકાદિમાં અનંતીવાર જે તીવ્ર દુઃખોને ભમતા એવા તારા વડે જે સહન કરાયા છે. ૧૪૮ તેની અપેક્ષા વડે આ દુઃખ અલ્પ છે. આમ વિચારીને હે ધીર ! સમાધિવાળા તારે દુઃકર્મનું ફળ સર્વે સહન કરવા યોગ્ય છે. ૧૪૯ાા એ પ્રમાણે કહીને વ્રતના ઉચ્ચારણપૂર્વક અનશનને આપીને, આરાધનાને કરાવીને રાજા શ્રેષ્ઠ સમાધિને પ્રાપ્ત કરાવાયો. ૧૫oll
ત્યાર પછી શુદ્ધ મનવાળો નમસ્કાર મહામંત્રને ઊચરતો, શરણ કરવા યોગ્ય ગુરુના બંને ચરણોને આશ્રય કરાયેલો દેહને છોડીને સૂર્યાભ નામના વિમાનમાં, સૌધર્મ દેવલોકમાં, ચાર પલ્યોપમના આયુષ્યવાળો સૂર્યાભ નામનો ઉત્તમદેવ થયો I/૧૫૧-૧૫રા અને સૂર્યકાન્તા પણ હું વિષને આપનારી જણાઈ ગઈ છું એમ જાણીને નાશી ગઈ અને જંગલમાં સર્પ વડે દંશાયેલી છઠ્ઠી નરકને પામી ૧પ૩ll અને ત્યારે આમલકલ્પા નામની નગરીમાં અવધિજ્ઞાન વડે ત્રણ જગતના નાથ એવા શ્રી વીર પ્રભુને સમવસરેલા જાણીને તે સૂર્યાભદેવ સ્વર્ગથી આવીને અને પ્રભુને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી હે નાથ ! ક્ષણવાર વ્યાખ્યાનને રોકો. ૧૫૪-૧૫ હે પ્રભુ ! હું ગૌતમાદિ મુનીન્દ્રોને વિચિત્ર પ્રકારના નાટકને બતાવીશ. ત્યાર પછી સ્વામી મૌન રહ્યા. ll૧૫ડા હવે ઈશાનખૂણામાં જઈને સિંહાસન કર્યું અને ત્યાં રહેલા જમણી ભુજાથી એકસોને આઠ નાટકોને અને ડાબી ભુજામાંથી પણ તેટલા જ દિવ્યવાજિંત્ર ગાંધર્વ અને મનોહર નાટકની ક્રિયાને જાણનાર તેણે નાટકોને કાઢ્યા. I/૧૫૭-૧૫૮) ત્યાર પછી પૂર્વે નહિ જોયેલા શ્રેષ્ઠ દિવ્ય નાટકની વિધિને ભક્તિ પૂર્વક બતાવીને તે દેવ સ્વર્ગમાં ગયો. ll૧૫૯ી હવે જગતના સ્વામીને નમસ્કાર કરીને ગૌતમ મહારાજાએ પૂછયું. આ દેવ કોણ છે ? અને ક્યા કર્મવડે આવી ઋદ્ધિને પામ્યો ? ૧૯oll પ્રભુએ પૂર્વભવથી માંડીને ગુરુની ભક્તિરૂપી ફલથી અદ્ભુત એવું તેનું વિસ્તાર સહિત ચરિત્રને જણાવ્યું N/૧૯૧ી કે નરક ગમનને યોગ્ય ઉપાર્જિત કરેલા ગાઢ કર્મવાળો એવો પણ આ રાજા કેશીસૂરિજીના પ્રસાદથી શ્રેષ્ઠ દેવ થયો અને ત્યાર બાદ પૂર્ણ થયેલા આયુષ્યવાળો દેવલોકથી ચ્યવેલો મનુષ્યભવને પામેલો વિદેહમાંથી મોક્ષમાં જશે. |૧૯૨ll
આ પ્રમાણે ગુરુની ભક્તિમાં પ્રદેશ રાજાની કથા I૪પા/(૧૫૯) હવે સામાન્ય મનુષ્યોને ઉચિત અન્વય અને વ્યતિરેક વડે ગુરુના લક્ષણને કહે છે.
अक्खरु अक्खइ किंपि न ईहइ । अनुवि भवसंसारह बीहइ । संजमिनियमिहिं खणु वि न मुञ्चइ । પદ મિય સુદ ગુરુ સાજદ્દા (૨૬૦)