________________
ઉદાયન કથા
કહું છું તે સાંભળ. (૯૩) મારા વડે તારું ઈષ્ટ સધાયે છતે તું રડ નહીં. આ વહાણ હમણાં ફૂટે છતે અનાકુલ (ગભરાયા વગર) એવો તું વાનરની જેમ ઉંચો કૂદીને આ વૃક્ષની શાખાને જલદીથી વળગી જજે. (૧૪) તેની ઉપર બે જીવવાળા, બે મુખવાળા, એક ઉદરવાળા, ત્રણ પગવાળા, જુદા જુદા ફળને નહિ ઈચ્છનારા ભારંડ પક્ષીઓ તમે જોશો. (૫) પંચશૈલથી આવીને આ વૃક્ષ ઉપર તેઓ વસે છે. તેથી તેમના પગને લાગેલો એવો તું સવારે જલદીથી ત્યાં (પંચશૈલી જજે. (૬૭) તું જરાય ડરીશ નહીં. જે કારણથી મહાકાય એવા તેઓ ગાય જેમ પોતાના ઉપર લાગેલા ગોકીટને ન જાણે તેમ પગને વળગેલા મનુષ્યને તેઓ જાણતા પણ નથી, (૬૭) તો આ પ્રમાણે ઉપાયને જણાવવા વડે મારા વડે તું પંચશૈલ લઈ જવાયો છે, હે મહાભાગ ! મારા વચનને અન્યથા (વિપરીત) ન માનતો. (૯૮) વાયુ વડે જેમ ધ્વજ કંપે, તેમ વૃદ્ધ ભાવથી કંપતા અંગવાળો બોલ્યો) કે, ખરેખર ! વહાણની અંદર વસતો એવો હું તો મૃત્યુનો જ છું મારું તો મોત છે જ) (૧૯) એ પ્રમાણે વિચારીને તારા સુવર્ણ વડે કુટુંબના પ્રયોજનને કરીને મરવાની ઈચ્છાવાળો એવો જ હું અહીં આવ્યો છું. તેથી હવે મરી પણ જઈશ. (૭૦) તે જ ક્ષણે પ્રાપ્ત થયેલા એ દેશ વડે ભાગી જતા એ વહાણમાંથી ઉછળીને તે શાખાને આલંબીને સુવર્ણકાર વડની ઉપર ચઢી ગયો. (૭૧).
ત્યારબાદ આકાશરૂપી સમુદ્રના પોત (વહાણ) જેવા એવા ભારંડ પક્ષી વડે તરત જ સુખપૂર્વક તે પંચશેલ પહોંચી ગયો. (૭૨) ત્યારબાદ ત્યાં ભમતા એવા તેણે અનેક રત્નના મહેલો વડે સુંદર અને દેખાડ્યું છે આશ્ચર્ય જેણે એવું શ્રેષ્ઠ તે વ્યંતરપુર જોયું. (૭૩) જેના ઘરો પવન વડે હાલતા ધ્વજની નાની નાની ઘંટિકા (ઘંટડી)ના મનોહર અવાજ વડે જાણે તારાઓના સમૂહને “દૂર જાઓ' - એ પ્રમાણે કહેતા હતા. (૭૪) સ્વચ્છ સ્ફટિકના મહેલની ઉપર ફરતી એવી યુવાન સ્ત્રીઓ નૂપુરના (ઝાંઝર) અવાજ વડે પવનના ભ્રમને હરતી હતી. (અર્થાત્ એમનામાં અને પવનમાં વિશેષતા કરનાર ઝાંઝરનો અવાજ જ હતો, બાકી બંનેમાં કંઈ ભેદ ન હતો.) (૭૫) હવે તે પુરમાં હાસા-પ્રહાસાના ઘરને પૂછતો એવો તે કેમે કરીને ઝરૂખામાં રહેલી તે બે વડે જોવાયો. (૭૬) ત્યારબાદ તેને ઘરે લાવીને આગતા-સ્વાગતાપૂર્વક તેણીઓએ કહ્યું કે, “અમે બંને, આ મહેલ, આ રત્નો બધું તારું છે. (૭૭) તું અમારા માટે આ પ્રમાણે કષ્ટ વડે અહીં આવેલો છે. પરંતુ મનુષ્ય દેહવાળાની પત્ની દેવીઓ કેવી રીતે થાય ? (૭૮) તે કારણે ફરીથી ત્યાં જઈને અમારા માટે અગ્નિ પ્રવેશાદિ કંઈક કષ્ટને કર કે જેથી તું અમારો પતિ થાય.” (૭૯) તેણે કહ્યું, “અહીંથી હું આ સમુદ્રને ઓળંગવા સમર્થ નથી. જે કારણથી નહીં ખેડાયેલા માર્ગની જેમ અહીં વાહન વડે પણ આ (સમુદ્ર) દુઃખે કરીને સંચાર કરી શકાય એવો છે.” (૮૦) ત્યારબાદ તે બંને વડે હાથરૂપી કમળ વડે પકડીને હંસની જેમ લઈને અડધી ક્ષણમાં ત્યાં ગૃહ-ઉદ્યાનમાં તેને મૂક્યો. (૮૧) ત્યારબાદ ત્યાં રહેલા તેને જોઈને વિસ્મિત થયેલા બધા લોકોએ કુશલ એવા તેને પૂછયું, “હે ભદ્ર ! તું અહીં કેવી રીતે આવ્યો ?” (૮૨) તે હાસા-મહાસાનું જ ધ્યાન કરતો, એકાગ્ર ચિત્તવાળો અને બધે તે બંનેને જ જોતો એ તે પણ ત્યારે બોલ્યો. (૮૩) “અમે પંચશૈલમાં ગયા, અમારા વડે જોવા યોગ્ય જોવાયું, ત્યાં અમારા ચિત્તને ચોરનારી હાસા-પ્રહાસા દેવીઓ છે. (૮૪) હવે મહાદાનને આપીને, તે બંને પ્રિયાઓને મનમાં ધારીને, ચિતાને રચીને અગ્નિને સાધવાનું (પ્રવેશ કરવા) તેણે શરૂ કર્યું. (૮૫)
ત્યારે તેનો મિત્ર નાગિલ ત્યાં આવ્યો અને તેને કહ્યું, “હે મિત્ર ! મુગ્ધ સ્ત્રીની જેમ આ તારા વડે શું શરૂ કરાયું છે?” (૮૯) અન્ય દેવોની દાસીઓ, કુદેવીઓ એવી તે બંનેને માટે, વરાટ માટે (કોડી માટે) કોટિની જેમ આ મનુષ્ય જન્મને કેમ વેડફે છે ? (૮૭) જે રીતે સ્નાન નહીં કરેલો, ભૂખ-તરસથી પીડાતો, અસંખ્ય