________________
છ પ્રકારની છત્રીશી
૨૧૭
બાર પ્રકારનો તપ, સામાયિકાદિ ષડ્ આવશ્યક આ સર્વે મળીને છત્રીસ સૂરિના ગુણો થાય.
विगहा कसाय सन्ना, पिंडो उवसग्गझाण सामइयं ।
માતા ધમ્મો છુ, સૂરિશુળા હુંત્તિ છત્તીસં ।।રૂર।। (૪૬)
ગાથાર્થ : વિકથા, કષાય, સંજ્ઞા, પિંડ, પસર્ગ, ધ્યાન, સામાયિક, ભાષા, ધર્મ આ પ્રમાણે વિકથાદિ નવ
.
ને ચાર ગુણા કરતા સૂરિના છત્રીશ ગુણો થાય છે.
ભાવાર્થ : (૪) વિકથા : સ્ત્રીકથા ભક્ત કથા - દેશ કથા - રાજ કથા.
(૪) કષાય : ક્રોધ – માન - માયા - લોભ.
=
(૪) સંજ્ઞા : આહાર - ભય - મૈથુન - પરિગ્રહ સંજ્ઞા,
(૪) પિંડ એટલે આહાર ઃ અશન - પાન - ખાદિમ - સ્વાદિમ.
1
(૪) ઉપસર્ગો : દેવ - માનુષ - તિર્યંચ સંબંધી તથા આત્મ સંવેદનીયરૂપ. આત્મ સંવેદનીય તે મસ્તક
પગ વિ.ની સ્ખલનાદિ વડે થાય.
(૪) ધ્યાન ઃ આર્ત - રૌદ્ર - ધર્મ - શુક્લ ધ્યાનરૂપ.
(૪) સામાયિક : સમ્યક્ત્વ - શ્રુત - દેશવિરતિ - સર્વવિરતિરૂપ.
(૪) ભાષા : સત્યા - અસત્યા - મિશ્રા - અસત્યાકૃષારૂપ.
તેમાં (૧) સત્યા : આત્મા છે ઇત્યાદિ પ્રકારે.
(૨) અસત્યા : આત્મા નથી ઇત્યાદિ પ્રકારે.
(૩) મિશ્રા : બંને સ્વરૂપવાળી જે પ્રમાણે જાણતા ન હોય છતાં પણ આ નગ૨માં દશ બાળકો ઉત્પન્ન થયા અથવા મર્યા આ પ્રમાણે કહે તે.
(૪) અસત્યામૃષા : આમંત્રણી ભાષા હે દેવદત્ત ! ઇત્યાદિ પ્રકારે.
(૪) ધર્મ : દાન - શીલ - તપ અને ભાવના રૂપ ચાર પ્રકારે.
આ વિકથાદિ નવ ઉપ૨ કહ્યા પ્રમાણે ચા૨ ગુણા કરતા સૂચિગુણો છત્રીસ થાય છે અને અહીં સ્થિતકલ્પાદીનું યથાસંભવ સમ્યગ્ આસેવન, પરિજ્ઞાન, પ્રરૂપણ અને પરિહારાદિ વડે સૂરિગુણપણું જાણવા યોગ્ય છે. તથા
पंचमहव्वयजुत्तो, पंचविहायारपालो ।
પંચસમિઓ તિવૃત્તો, છત્તીસ મુળો ગુરુ હોદ્દ ||રૂરૂ।। (૪૭)
ગાથાર્થ : પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાલવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ પ્રમાણે છત્રીસ ગુણવાળા ગુરુ હોય છે.
ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ પાંચ મહાવ્રતાદિ અઢારનું સ્વયં કરવું અને અન્ય પાસે કરાવવારૂપ દ્વિગુણા ક૨વાથી છત્રીસ ગુણવાળા ગુરુ થાય છે. ૩૭।।(૧૪૭)
હમણાં અનુયોગ પ્રવર્તનને આશ્રયીને ગુરુના ગુણની છત્રીસીને ચાર ગાથા વડે કહે છે.