________________
૨૬૪
સમ્યક્ત્વ પ્રકરણ
ગાથાર્થઃ પાંચ પ્રકારના આચારમાં રકત, અઢાર હજાર ગુણોના સમૂહથી યુક્ત હે સુંદર ! આઠ કર્મના મથન વડે આ મારા ગુરુ કહેવાયા છે. ||૨૮/૧૪૨/
ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ પાંચ પ્રકારનો આચાર-જ્ઞાનચાર-દર્શનાચાર-ચારિત્રાચાર તપાચાર અને વિર્યાચારના ભેદથી છે. ૨૮/૧૪૨/
આ પ્રમાણે સાધુના સ્વરૂપને કહીને હમણાં છ પ્રકારની છત્રીશી વડે આચાર્યના ગુણોને કહેવા માટે ગાથાના સમૂહને કહે છે.
अट्ठविहा गणिसंपय, चउग्गुणा नवरिं हुंति बत्तीसं ।
विणओ य चउब्भेओ, छत्तीस गुणा इमे तस्स ।।२९।। (१४३) ગાથાર્થ : આઠ પ્રકારની આચાર્યની સંપત્તિ તેને ચાર ગુણી કરતાં બત્રીસ થાય છે અને ચાર પ્રકારનો વિનય આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો છે.
ભાવાર્થઃ ગણ એટલે ગચ્છ તે જેને છે તે ગણી = આચાર્ય તેની સમૃદ્ધિ, તે આઠ પ્રકારની છે. (૧) આચાર, (૨) શ્રુત, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૯) મતિ, (૭) પ્રયોગમતિ, (૮) સંગ્રહપરીન્ના. આ આઠને ચાર વડે ગુણવાથી આચાર્યના બત્રીસ ગુણ થાય છે.
(૧) આચાર સંપત્તિ ચાર પ્રકારની - ત્યાં આચાર એટલે અનુષ્ઠાન તે રૂપી સંપત્તિ તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) સંયમ ધ્રુવયોગમાં યુક્તતા : ચારિત્રમાં હંમેશાં સમાધિ ઉપયોગીપણું, (૨) અસંપ્રગહ: પોતાના જાત્યાદિના ઉત્સકરૂપ આગ્રહનું વર્જન, (૩) અનિયતવૃત્તિ : અનિયત વિહાર, (૪) વૃદ્ધશીલતા : શરીર અને મનની નિર્વિકારતા
(૨) શ્રુત સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) બહુશ્રુતતાઃ યુગપ્રધાનતા, (૨) સપરિચિત સૂત્રતા : ઉમ અને ક્રમ પૂર્વકની વાચનાદિ વડે સૂત્રની સ્થિરતા, (૩) વિચિત્ર સૂત્રતા : પોતાના શાસ્ત્રાદિના ભેદથી, (૪) ઘોષવિશુદ્ધિકરતા ઃ ઉદાત્તાદિ વિજ્ઞાનથી.
(૩) શરીર સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) આરોહ પરિણામ યુક્તતાઃ ઉચિત દીર્ધાદિની વિસ્તરતા, (૨) અનવત્રપ્યતા: અલજ્જનીય અંગપણું, (૩) પરિપૂર્ણ ઇન્દ્રિયતા : ચક્ષુરાદિ ઇન્દ્રિયનું અહીનપણું, (૪) સ્થિર સંહાનતા : તપ વિગેરેમાં શક્તિ યુક્તપણું.
(૪) વચન સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) વચનનું આદેયપણું, (૨) મધુર વચનતા, (૩) અનિશ્રિત વચનતા : મધ્યસ્થ વચનતા, (૪) અસંદિગ્ધ વચનતા.
(૫) વાચના સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) ઉદ્દેશને જાણીને ઃ પરિણામિકાદિ શિષ્યને જાણીને, (૨) સમુદેશને જાણીને, (૩) પરિનિર્વાપ્ય વાચના : પૂર્વે આપેલા આલાવાદિને શિષ્યને ભણાવીને ફરી સૂત્રનું દાન, (૪) અર્થ નિયંપણ : પૂર્વા પરની સંગતા વડે અર્થની વિચારણા.
(૬) મતિ સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અપાય, (૪) ધારણા.
(૭) પ્રયોગ મતિ સંપત્તિ ચાર પ્રકારની અહીં (૧) પ્રયોગ: વાદમુદ્રા તેમાંના આત્મ પરિજ્ઞાન-વાદાદિ વિષયમાં સામર્થ્ય , (૨) પુરુષ પરિજ્ઞાન શું આ વાદી સાંખ્ય હશે કે બૌદ્ધ ? (૩) ક્ષેત્ર પરિજ્ઞાનઃ શું આ