SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર સમ્યક્ત્વ પ્રકરણ હવે પાત્રની શુદ્ધિને કહે છે. तुंबय-दारुय-मट्टी-पत्तं कम्माइदोसपरिमुक्कं । उत्तम-मज्झ-जहन्नं, जईण भणियं जिणवरेहिं ।।२२।। (१३६) ગાથાર્થ ઃ તુંબડાનું-લાકડાનું-માટીનું કર્માદિ દોષથી રહિત એવું ઉત્તમ-મધ્યમ અને જઘન્ય પાત્ર મુનિઓને કલ્પ એ પ્રમાણે જીનેશ્વરો વડે કહેવાયેલું છે. ભાવાર્થ : સુગમ છે. રેરા (૧૩૬) હમણાં ચાર પ્રકારની શુદ્ધિને આચરતા જ સાધુ થાય છે. તે કહે છે. एसा चउक्कसोही, निद्दिट्ठा जिणवरेहिं सव्वेहिं । एयं जहसत्तीए, कुणमाणो भन्नए साहु ।।२३।। (१३७) ગાથાર્થ : આ ચાર પ્રકારની શુદ્ધિ સર્વે જીનેશ્વરો વડે કહેવાયેલી છે. આને યથાશક્તિએ કરતા સાધુ કહેવાય છે. ભાવાર્થ : સુગમ જ છે. ર૩ (૧૩૭) જેને આચરતો સાધુ થાય તે કહેવાયું. હમણાં જેને આચરતો સાધુ ન થાય તે કહે છે. उद्दिट्टकडं मुंजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पञ्चक्खं च जलगए, जो पियइ कहं नु सो साहू ।।२४।। (१३८) जे संकिलिट्ठचित्ता, माइठाणंमि निश्चतल्लिच्छा । आजीविगभयघत्था, मूढा नो साहुणो हुँति ।।२५।। (१३९) ગાથાર્થ : સાધુને માટે બનાવાયેલું જે વાપરે છે. છકાય જીવોનું મર્દન કરીને ઘરને કરે છે અને પ્રત્યક્ષ જલને પીએ છે. તે સાધુ કેવી રીતે કહેવાય ? ૨૪ll૧૩૮. જે સંકિલષ્ટ ચિત્તવાળા - બીજાને ઠગવાની હંમેશાં ઇચ્છાવાળા આજીવિકાનાં ભયથી યુક્ત હોય એવા મૂઢ તે સાધુ નથી. રપાd૧૩૯ ભાવાર્થ : બંને ગાથા સ્પષ્ટ છે. પરંતુ ઉદ્દિષ્ટ-સાધુને માટે તેના વડે કરાયેલ. એટલે કે ઉદ્દિષ્ટકૃત એટલે આધાકર્મ તથા માતૃસ્થાને-બીજાને ઠગવાની હંમેશાં ઇચ્છાવાળા. ર૪, ૨૫ણી (૧૩૮, ૧૩૯) સાધુ-અસાધુના સ્વરૂપને કહીને વળી સાધુના પોતાના તત્વને કહેવાને માટે ઉપદેશને કહે છે. सीलंगाण सहस्सा, अट्ठारस जे जिणेहिं पन्नत्ता । નો તે ધરેફ સí, ગુરુવૃદ્ધી તંતિ વાયબ્બા પારદા (૪૦) ગાથાર્થ જીનેશ્વરો વડે કહેવાયેલા જે અઢાર હજાર શીલાંગને જેઓ સમ્યક પ્રકારે ધારણ કરે છે. તેને વિષે ગુરુ બુદ્ધિ કરવા યોગ્ય છે.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy