SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સમ્યક્ત્વ પ્રકરણ દૂમિત, ધૂમિત, વાસિત, ઉદ્યોતિત, બલિષ્કૃત, આર્વત, સિકતા, સંમૃષ્ટા, આવી વસતિ વિશુદ્ધિ કોટિ છે. ॥૨॥ અહિં પણ વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. ‘રુમિયં’ એટલે ચૂના વિગેરેથી સફેદ કરેલી, ‘થૂત્રિય’ એટલે દુર્ગંધવાળી હોવાથી છૂટા વિગેરેથી ધૂપેલી, ‘વાસિતા’ એટલે સુંગંધી ચૂર્ણ વિગેરેથી વાસિત કરેલી, ‘ઉદ્યોતિતા’ એટલે રત્ન, દિપક વિગેરેથી પ્રકાશવાળી કરેલી, ‘તિ’ એટલે જેમાં કૂર ચોખા વિગેરેથી બલિ કર્યો હોય, ‘અવત્ત’ એટલે છાણ, માટી, પાણીથી લીંપેલી, ‘સિવા’ એટલે માત્ર પાણી છાંટયું હોય, ‘સંસ્કૃષ્ટા’ એટલે સાવરણી વિગેરેથી સાફ કરેલી. અહિં સર્વ ઠેકાણે સાધુને માટે એમ સમજવું. આવી વસતિ વિશુદ્ધિકોટિ છે તે અવિશુદ્ધકોટિમાં નથી આવતી, એ અર્થ છે. આના અનુસારે ચતુઃશાલા વિગેરે પ્રકારની વસતિ વિષે પણ મૂલ ઉત્તરગુણનો વિભાગ વિચારી લેવો. અહિં સાક્ષાતુ નહિ કહેવાનું કારણ એ છે કે પ્રાય: કરીને સાધુઓ ગામડામાં વિચરતા હોવાથી આવા પ્રકારની વસતિનો અસંભવ છે અને અન્ય આ વસતિના દોષો છે. કાલાતિક્રાન્તા, ઉપસ્થાપના, અભિક્રાન્તા, અનભિક્રાન્તા, વર્ણા, મહાવર્ષ્યા, સાવઘા, મહાસાવદ્યા અને અલ્પ ક્રિયા એમ વસતિના ૯ ભેદો છે. ॥૧॥ માસકલ્પ કે ચાતુર્માસકલ્પ પૂર્ણ થયે છતે ત્યાં જ રહેનારને કાલાતિક્રાન્તતા, માસકલ્પ અથવા ચોમાસીકલ્પ પૂરું થયે છતે અન્ય સ્થાને વિહાર કરીને બે અથવા આઠ માસ પૂરા કર્યા પહેલા ફરી તે જ સ્થાનમાં જતાં ને ઉપસ્થાપના થાય છે, કોઈપણ ભિક્ષુક માટે બનાવેલી અન્ય ચરક, પાંખંડી, ગૃહસ્થો વડે સેવાયેલી તે અભિક્રાન્તા અને નહિ સેવાયેલી તે અનભિક્રાન્તા કહેવાય છે, પોતાને માટે કરાયેલી વસતિને સાધુને આપીને સ્વયં અન્ય બનાવે તે વર્જ્ય કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે, ગૃહસ્થ પોતાના માટે કરેલી વસતિ સાધુને આપી દે અને પોતાના માટે નવી બનાવીને તેમાં રહે તો સાધુને આપેલી વસતિ વર્જ્ય છે. II૧॥ તથા શ્રમણ, બ્રાહ્મણ વિગેરે સર્વ પાખંડીઓ માટે નવી બનાવેલી વસતિ મહાવર્જ્ય છે. પાંચ પ્રકારના નિગ્રન્થાદિ શ્રમણો (નિગ્રન્થ, શાક્ય, તાપસ, ગૈરૂક અને આજીવક) માટે નવી બનાવેલી વસિત સાવદ્યા છે, કેવલ જૈન સાધુઓ માટે બનાવેલી મહાસાવદ્યા છે અને કહ્યું છે કે, પાખંડીઓ માટે આરંભ કરીને નવી બનાવેલી વસતિ મહાવર્જ્ય છે, શ્રમણોને માટે બનાવેલી સાવદ્યા અને જૈન સાધુઓ માટે નવી બનાવેલી મહાસાવઘા છે. ||૧|| આ આઠ દોષો છે. વળી, જે વસતિ સમસ્ત ઉ૫૨ કહેલા દોષોથી રહિત હોય, ગૃહસ્થે પોતાને માટે કરાવી હોય, જિનબિંબની પ્રતિષ્ઠાદિ કાર્ય માટે કરાવી હોય, ઉત્તરગુણો સંબંધી પરિકર્મથી રહિત હોય, તે વસતિ અલ્પક્રિયા છે શુદ્ધ છે. વળી આ દોષના ક્રમમાં કહેવાયેલો પણ ગુણ છે. કારણ કે અલ્પ શબ્દ અભાવવાચી છે તથા ‘સ્ત્રીવર્જિત' એટલે જ્યાં સ્ત્રીઓ પરસ્પર સ્થાન કરતી નતી, જ્યાં રહે છતે સ્ત્રીઓનો અવાજ ન સંભળાય, સ્ત્રીઓ પણ સાધુના મધુર સ્વાધ્યાયના અવાજને સાંભળતી નથી - અહિં ગાથા આ પ્રમાણે છે - જ્યાં સ્ત્રીઓના સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય તથા સ્ત્રીઓ પણ પુરુષોના સ્થાન અને રૂપને ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે, તે વસતિ સ્ત્રીવર્જિત જાણવી. I॥૧॥ સ્ત્રીઓ જ્યાં બેસીને ગુપ્ત વાતો કરે તથા સૂવું, બેસવું વિગેરે શરીર કર્યો વિગેરે કરે તે તેઓનું સ્થાન છે. જ્યાં સ્થાન હોય ત્યાં નિયમા રૂપ હોય - રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. ॥૨॥ સ્ત્રીઓની લીલાપૂર્વકની ચાલ, ઉભા રહેવું, અંગો મરડવા, અર્ધી આંખ કે કટાક્ષ વિગેરેથી જોવું, ભવાં ચઢાવવા, હસતું મોઢું, શણગારો વિગેરે અનેક પ્રકારની સ્ત્રીઓની વિશિષ્ટ ચેષ્ટાઓ જોઈને ભુક્તભોગી સાધુઓને સ્મૃતિ વિગેરે અને અભુક્તભોગી સાધુઓને કૌતુક વિગેરે દોષો થાય છે. IIII રૂપાળા સાધુઓને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy