________________
દોષની વિશુદ્ધિ
૨પ૭
ભાવાર્થ : પ્રાસુક એષણીયાદિ આહાર વડે જ નિર્વાહ શક્ય હોતે છતે અશુદ્ધ આધાકર્માદિક દોષો વડે દૂષિત આહાર ગ્રહણ કરનાર અને આપનાર બંનેને સંસારનું કારણ હોવાથી અહિતકારી છે. રોગીના દૃષ્ટાંત વડે જેમ રોગીને ક્યારેક કુપથ્ય પણ અપથ્ય થાય અને વળી અપથ્ય પણ દેશકાળાદિની અપેક્ષાએ પથ્ય થાય. તે પ્રમાણે દુષ્કાળ અને ગ્લાનાદિ અવસ્થામાં તે જ અશુદ્ધ આધાકર્માદિ આહાર પણ હિતકારી છે. જેથી કહ્યું
સર્વ ઠેકાણે સંયમને રક્ષણ કરવું જોઈએ, સંયમથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. આમ કરવાથી પતનથી મૂકાય છે. વળી વિશુદ્ધિ થાય છે અને અવિરતિ થતી નથી.
(ઓઘ નિ.ગા. ૪૭) હું શાસનને અવ્યવચ્છેદ કરીશ. ભણીશ, તપશ્ચર્યા વિગેરેમાં ઉજમાળ પ્રયત્નશીલ બનીશ, ગચ્છનું નીતિપૂર્વક પાલન કરીશ આવા પ્રકારના આલંબન સેવનારો મોક્ષને પામે છે. રામ
(પ્રવ.સા.ગા. ૭૭૯) જિનેશ્વરો વડે એકાંતે કાંઈપણ અનુજ્ઞા નથી આપી અથવા એકાંતે કોઈ નિષેધ કર્યો નથી. તેઓની આ આજ્ઞા છે કે કાર્ય હોતે છતે સત્ય સરળ બનવું જોઈએ, દંભ કરીને ખોટું આલંબન ન લેવું જોઈએ. /૩ (પંચવસ્તુ ગા. ૨૮૦)
આ પ્રમાણે ગાથાર્થ I૧૪(૧૨૮)
અનિર્વાહમાં અનેષણાયનો પણ પરિભોગ હિતકારી છે. આ પ્રમાણે કહ્યું તે શું એમ જ કહ્યું છે અર્થાત્ જેમ તેમ કહ્યું છે ? આવી શંકા કરનારને પ્રત્યુત્તર આપતાં કહે છે - ના, એવું નથી.
फासुअएसणीएहिं, फासुअओहासिएहिं कीएहिं ।
પૂરુંઃ મીસ ય, સાદામ્પા નયા ગાન્ધા (૨૨) ગાથાર્થ : પ્રાસુક અને એષણીયાદિ આહારની પ્રાપ્તિ ન થયે છતે ક્રિીત દોષ વડે દૂષિત આહાર ગ્રહણ કરવો. ત્યાર પછી પૂતિકર્મના દોષથી દૂષિત ત્યાર પછી મિશ્ર દોષથી દૂષિત અને ત્યાર પછી જયણાથી આધાકર્માદિ દોષથી દૂષિત પણ આહાર ગ્રહણ કરવો.
ભાવાર્થ : પ્રાસુક એષણીયાદિ વડે અર્થાત્ આધાકર્માદિ દોષથી રહિત આહાર વડે તેવા આહારાદિથી પ્રાપ્તિ નહિ થયે છતે શાસ્ત્રની પરિભાષા વડે માંગેલું, તેની અપ્રાપ્તિમાં ક્રિીત દોષ વડે, ત્યાર પછી પૂતીકર્મ દોષથી દુષ્ટ આહારાદિ વડે, તેની અપ્રાપ્તિમાં પણ મિશ્રદોષથી દૂષિત વડે, તે ન મળે તો જ આધાકર્માદિ આહારાદિ વડે શરીરની ધારણા કરવા યોગ્ય છે. જયણા વડે અનાગાઢ પ્રયોજનમાં સમસ્ત ક્ષેત્રમાં ત્રણવાર પરિભ્રમણ કરવા પડે પૂર્વપૂર્વના આહારાદિની અપ્રાપ્તિમાં ઉત્તર-ઉત્તર દોષાદિથી દુષ્ટ ગ્રહણ કરવા યોગ્ય છે. વળી આગાઢ કારણે તો સીધું જ આધાકર્મ દોષથી દુષ્ટ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. //hપા (૧૨૯)
આધાકર્માદિના ઉપભોગમાં પહેલા તો આજ્ઞાભંગ કહ્યો. વળી હમણાં તેની જ અનુજ્ઞા કરાઈ એ પ્રમાણે વિરુદ્ધ કેમ ? તો કહે છે કે,