________________
ઉદાયન કથા
૫
હતા) (૧૨) તેમાં આબદ્ધ મુગટવાળા દશ રાજાઓ વડે નમાયેલા ચરણવાળા એવા ઉદાયન નામના રાજા હતા. (૧૩) જે સિંધુ, સૌવીરાદિ સોળ દેશો, વીતભયાદિ ત્રણસોને ત્રેસઠ નગરોનું શાસન કરતા હતા. (૧૪)
વિશ્વની વસ્તુઓને ચંદ્રના કિરણોની જેમ ઉજ્વળ કરતા જેમના યશે જગતને પહેલાની જેમ એક વર્ણવાળું કર્યું. (૧૫) જેના ચંદ્ર જેવા નિર્મળ ગુણોને જોઈને વૈશેષિક જે ગુણોનું નિર્ગુણત્વ કહેતો હતો, તેને કોઈ માનતું ન હતું. (૧૬) જેના મહેલના આંગણાની ભૂમિને વિષે સ્વસ્તિકોને જોઈને એકાંત હોવા છતાં જાળની શંકા કરનાર મૃગની જેમ શત્રુ પ્રવેશ જ નહોતો કરતો. (એકાંતમાં પણ પ્રવેશ ન કરે તેમ) (૧૭) દંડની તાંડવતા વડે અદ્ભુત એવા આના બાણનું તો શું કહીએ કે જેનું એક પણ બાણ લક્ષને વીંધવાનું કરે છે. (૧૮) સર્વ અદ્ભુત કલાનું પાત્ર, રૂપ વડે દેવી જેવી, ચેટકરાજાની પુત્રી પ્રભાવતી એની દેવી (રાણી) થઈ. (૧૯) વિનય, સુશીલતા આદિ ગુણો વડે અત્યંત નિર્મળ એવી જે રાજહંસીની જેમ હંમેશાં પતિરૂપી માનસરોવ૨માં (અથવા પતિના ચિત્તમાં) ૨મતી હતી. (૨૦) સર્વ અદ્ભુત શોભાવાળી એવી જેણીની ગુણોરૂપી મોતીની માળામાં નિર્મલ એવું શીલરત્ન નાયકની શોભાને આશ્રય કરતું હતું. (૨૧) જેની ભક્તિ અરિહંતને વિષે, સંવિભક્તિ સુસાધુઓને વિષે, રાગ તત્ત્વની વિચારણામાં અને અનુરાગ પરમપદને વિષે હતો. (૨૨) તે પ્રભાવતીની કુક્ષિથી થયેલો, પિતાની જાણે બીજી મૂર્તિ જ હોય એવો, યુવરાજ પદને ધારણ કરતો અભીચિ નામનો પુત્ર હતો. (૨૩) તેને (રાજાને) પ્રિય, બીજા પુત્ર જેવો, વિનીત, બળ વડે મહાનિધિ, બહેનનો પુત્ર નામ વડે કેશી હતો. (૨૪)
આ બાજુ અંગ દેશમાં ચંપા નામની પ્રસિદ્ધ મહાપુરી છે, જેમાં વસતો ખુશ થયેલો લોક સ્વર્ગની પણ અવજ્ઞા કરે છે. (સ્વર્ગ કરતાં અધિક સુખી છે) (૨૫) તે પુરીમાં રૂપ વડે કામદેવ જેવો અને સંપત્તિ વડે કુબેર જેવો વિલાસી એવો કુમારનંદી નામનો શ્રેષ્ઠ સુવર્ણકાર હતો. (૨૬) સુરૂપ સ્ત્રીને જોઈ જોઈને પાંચસો સુવર્ણના દાનથી પરણતો લંપટ એવો એ પાંચસો સ્ત્રીઓનો પતિ થયો. (૨૭) તેને પરમ શ્રાવક, શ્રદ્ધાળુ, ધર્મરૂપ કર્મના ઉત્કૃષ્ટ મર્મને જાણનારો મૂર્તિમાન જાણે યથાર્થ જ્ઞાન હોય એવો નાગિલ નામનો મિત્ર હતો. (૨૮)
એક વખત પોતાના ઘરના ઉદ્યાનમાં રાતા અશોક વૃક્ષની નીચે હાથણીઓની વચ્ચે રહેલા હાથીની જેમ પત્નીઓના સમૂહની વચ્ચે રહેલા ક્રીડા કરતા, પહોળી થયેલી આંખવાળા એવા તેણે વાયુથી ઊડેલી સુવર્ણદ્વીપની રજ જેવો, મેઘથી રહિત વીજળીના પુંજ જેવો પશ્ચિમ દિશામાંથી આવતો ઉભટ એવો જ્યોતિનો પુંજ આકાશમાં જોયો. (૨૯-૩૦-૩૧) આ શું છે ! એ પ્રમાણે વિસ્મિત એવા તેણે અડધી ક્ષણમાં તો તેની (તે પુંજની) વચ્ચે જ્યોતિ સહિતની, કેળના કંદ જેવી (કોમળ) બે અપ્સરાઓને જોઈ. (૩૨) ત્યારબાદ પરમ આનંદને વહન કરતા એવા એણે વિચાર્યું કે - શું આ કામદેવની રતિ અને પ્રીતિ એમ બે પત્નીઓ છે ? (૩૩) અથવા શંક૨ની પ્રેમિકાઓ ગંગા અને ગૌરી છે, જે કારણથી આખા જગતમાં પણ આવું રૂપ અતુલ્ય છે. (૩૪) ખરેખર આને બનાવવામાં બ્રહ્મા વડે પીંછીના અગ્રભાગમાંથી જે અમૃતના બિંદુઓ ત્યાગ કરાયા, તે જ ગગનમાં તારા બની ગયા હશે. (૩૫) જો કેમે કરીને રતિક્રીડાના સુખનું એક સ્થાન એવી આ બંને પ્રાપ્ત કરાય તો સુખના અર્થીઓને સ્વર્ગ અને અપવર્ગ વડે શું ? (૩૬) તેઓના દર્શનરૂપ સુધા૨સ વડે સિંચન થવાથી તે જ ક્ષણે પ્રગટ થયેલા ઘણા રોમ અને હર્ષના અંકુરાના સમૂહવાળા એવા, કોશ (જોડ્યા છે) જેવા કરાયેલા ક૨રૂપી કમળવાળા એવા તેણે અત્યંત સ્નેહપૂર્વક કહ્યું, “અગણ્ય પુણ્યના સમૂહ
જ
પ્રાપ્ત કરવા યોગ્ય એવી તમે બંને કોણ છો ?” (૩૭-૩૮)