________________
માયાપિંડ કથા
૨૫૧
પ્રમાણે શીખવાડ્યું કે તારા વડે અત્યંત રીતે આ સેવા કરવા યોગ્ય છે. આ સેવા ખરેખર કામણ કરનાર છે. ||૨ ll રતિ અને પ્રીતિ સમાન પુત્રીને પણ કહ્યું કે તે પ્રમાણે આ મુનિને ક્ષોભ પમાડો જેથી આ જલ્દી તમારે વશ થાય. //ર૧ી આગતા સ્વાગતા કરતી તે નટી વશ કરવાના ઔષધ સમાન મોદકાદિ આહાર વડે તે મુનિને હંમેશાં ઘણો આદર કરતી હતી. રરો વિવેકરૂપી બખ્તરથી રહિત એવા તે મુનિના વ્રતરૂપી પ્રાણોને કાઢવા માટે બંને પુત્રીઓ પણ કટાક્ષાદિ કામના શાસ્ત્રો વડે તે મુનિને હણતી હતી. ૨all પ્રાયઃ કરીને ગયેલા વ્રતના પ્રાણવાળા અને તેથી જ તે પુત્રીઓને વિષે રહેલા મનવાળા અને મર્યાદા રહિત તે મુનિ તે બંનેની સાથે હાસ્યને કરે છે. ૨૪માં એક દિવસ કામરૂપી ગ્રથી વીંટળાયેલા, આલિંગનાદિ ક્રિયાના અભિલાષી એવા તે મુનિને જાણીને નટની પુત્રીઓએ તેને કહ્યું. રૂપી “હે સુભગાગ્રિમ ! જો તમને અમારા બંને વડે પ્રયોજન હોય તો હમણાં પરિવ્રજ્યાને છોડીને અમને બંનેને પરણો. //રકા અને એટલામાં ચારિત્ર મોહનીય કર્મનાં ઉદયથી મુનિનું કુલનું અભિમાન પણ ગયું અને ધૃતરત્ન અર્થાત્ શ્રત પણ ભૂલાયું. //રી
હવે તેણીના રૂપ અને યૌવનથી આકર્ષાયેલા તેણીના વચનને સ્વીકારીને તે પોતાના અભિપ્રાયને એકાન્તમાં ગુરુને કહ્યો. ૨૮ તે સાંભળીને ગુરુએ વિચાર્યું. હા ! કામના પ્રગટપણાને ધિક્કાર થાઓ કે જેના વડે તત્પણ જે આમના જેવાઓનું પણ માહાભ્ય હરાય છે. ll૨૯થી ત્યાર પછી વિષયરૂપી આશા વિષના આવેગને હરવા માટે તેની અનુકંપા વડે ધર્મરૂચિ ગુરુએ તે મુનિને અમૃતની ઉપમાવાળા વચનો વડે કહ્યું. /૩૦| તું ઉત્તમ ગુરુનો શિષ્ય છે, તે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલો છે, તું ઉત્તમ શ્રુતજ્ઞાનવાળો છે હે વત્સ ! તારી આ કેવી બુદ્ધિ ? A૩૧દુઃખે કરીને પાલી શકાય તેવા શીલરૂપી પાણીને લાંબા કાળ સુધી તેં પાલન કર્યું. મેં તમને પણ તપ્યો અને પરિષહોને પણ જીત્યા. ll૩૨ll એ પ્રમાણે ધર્મવીર એવો પણ તું શા માટે કામદેવ વડે જીતાય છે ? બે હાથ વડે સમુદ્રને તરીને શા માટે તું ખાબોચિયામાં ડૂબે છે. [૩૩ભીના થયેલા લોચનવાળા આષાઢાભૂતિએ ગુરુને કહ્યું, “હે પ્રભુ ! હું પણ આ જાણું છું. પરંતુ હમણાં હું મૂઢ થયો છું. ૩૪ હે પ્રભુ ! મહામોહરૂપી સર્પથી કંસાયેલા પ્રાણીઓને અરિહંત રાજા સંબંધી પણ વ્યાખ્યા મંત્ર શું સમર્થ છે ? Il૩પ સૂર્ય ઊગતે છતે પણ જેમ ઘુવડ અબ્ધ થાય છે. તેની જેમ હે પ્રભુ ! હમણાં મને પણ આપ ધર્મને અયોગ્ય જાણો. ઉકા તેથી તમારા ચરણની સેવાના પુણ્યથી હીન, દુરાશયવાળા મને હે પૂજ્ય ! આજ્ઞા આપો. જેથી પોતાના કર્મના ફલને ભોગવનારો થાઉં. ll૩ીહવે તેના અતિ આગ્રહને જાણીને ગુરુએ કહ્યું, “હે વત્સ ! મોક્ષવૃક્ષના બીજસમાન સમ્યકત્વમાં તું દ્રઢ બનજે. ll૩૮ll
હવે પ્રવ્રજ્યાને છોડીને બંને નટપુત્રીને પરણ્યો. ત્યાર પછી તે સર્વનટોના નાટ્ય શિક્ષાનો ગુરુ થયો. IN૩૯ો અને તેના વડે રંજિત થયેલા રાજાઓ અદ્ભુત દાનને આપે છે તે ધન વડે સસરાનો આવાસ તેણે કુબેરના આવાસ જેવો કર્યો. II૪૦હવે તુષ્ટ થયેલો નટ પોતાની બંને પુત્રીને આદર સહિત શિખામણ આપી આ ઉત્તમ પ્રાણી પ્રયત્નથી સેવા કરવા યોગ્ય છે. II૪૧ જોકે ભાગ્યથી કોઈપણ રીતે આના વડે પોતાનો માર્ગ છોડાયેલો છે. તો પણ કાંઈપણ તમારું ખોટું કાર્ય જોઈને આ જલ્દી વિરાગી થશે. I૪૨ા તે કારણથી અપેય પીવા યોગ્ય નથી. અભક્ષ્ય ભક્ષણ કરવા યોગ્ય નથી અને હંમેશાં સદાચારથી પવિત્ર બનીને તમારા બંને વડે રહેવા યોગ્ય છે. Ivall હંમેશાં આ બુદ્ધિશાળી નવા શૃંગારના સારભૂત અંગવાળી તમારા બંને વડે તેની આજ્ઞાને અનુસરવા વડે ઇષ્ટ દેવતાની જેમ આરાધવા યોગ્ય છે. ૪૪ તે પિતાની શિખામણને પ્રાપ્ત કરીને વિશેષથી તે બંને પણ તન્મયતા વડે તેના ચિત્તને હંમેશાં આરાધતી હતી. પી.