________________
ગાડરીયા પ્રવાહનો ત્યાગ
૨૩૭
આ પ્રમાણે માર્ગની શુદ્ધિની પ્રરૂપણા કરાયા પછી વિવેકીઓ જે કરે છે તે જણાવે છે -
एवं जिया आगमदिट्ठि-दिट्ठसुनायमग्गा सुहमग्गलग्गा ।
गयाणुगामीण जणाण, मग्गे लग्गति नो गड्डरियापवाहे ।।३२।। (१००) ગાથાર્થ ઃ આ પ્રમાણે આગમદષ્ટિથી જેમણે માર્ગ સારી રીતે જાણેલો છે અને જોયો છે તેવા શુભ માર્ગમાં
લાગેલા જીવો ગતાનુગતિક જીવોના ગાડરીયા પ્રવાહરૂ૫ માર્ગમાં જોડાતા નથી. ટીકાર્થ ? આ પ્રમાણે કહેલા ન્યાયથી જીવો-ભવ્ય જીવો-આગમ દૃષ્ટિથી સામાન્ય રીતે જોયેલો અને વિશેષથી
ઉત્સર્ગ અને અપવાદથી જેને માર્ગ જોયેલો છે તેવા શુભ માર્ગમાં લાગેલા ભવ્યજીવો ગતાનુગતિક માણસોના ગાડરીયાના પ્રવાહ જેવા ગાડરીયા પ્રવાહવાળા માર્ગમાં લાગતા નથી. આગમમાં કહેલા માર્ગને જ અનુસરે છે. ૩રા (૧૦૦). હવે “મહાજન જેના વડે જાય તે માર્ગ” એ દષ્ટાંતથી લોક કરે છે તે પ્રવૃત્તિ કલ્યાણકારી છે એવું જે માને છે તેઓને માટે કહે છે. नेगंतेणं चिय लोग-नायसारेण इत्थ होअव्वं ।
બહુમુંડાફવયનો, માળા ફક્તો ફુદ પમાd iારૂરૂાા (૨૦૨) ગાથાર્થ ઘણા મુંડસાધુઓના વચનથી લોકોનું દૃષ્ટાંત એ જ એકાંતે સાર છે એવું અહીં હોતું નથી. આ જ
કારણથી શાસનમાં આજ્ઞા પ્રમાણ છે. ટીકાર્થ : એકાંતથી - સર્વ રીતે અવિવેકી લોકનું દૃષ્ટાંત એ જ સાર-પ્રધાન છે એવી ભાવના ન કરવી.
મોક્ષમાર્ગના વિચારમાં કોઈક ઘણા મુંડાઓના વચનથી જ જો લોકોની પ્રવૃત્તિ બળવાન થાય તો આવું જે આગમનું વચન છે તે ન હોત. જેમ કે- ‘ઝઘડાને કરનારા, યુદ્ધ કરનારા અસમાધિ કરનારા અને મોક્ષને નહિ કરનારા એવા ઘણા મુંડન કરાવેલા સાધુઓ ભરત ક્ષેત્રમાં થશે. શ્રમણો અલ્પ થશે. આ કારણથી તીર્થકરો કહેલી આજ્ઞા એ જ પ્રામાણ્યના વિષયમાં પ્રમાણ છે. ૩૩ (૧૦૧) વળી, बहुजणपवित्तिमित्तं, इच्छंतेहिं इहलोईओ चेव ।
થમ્યો બ્લિાયવ્યો, ને તેહિં વહુનપવિત્તી સારૂ૪ll (૨૦૨) ગાથાર્થ ઘણા જનની પ્રવૃત્તિ માત્રને ઇચ્છનારાઓ વડે ધર્મના વિચારમાં લૌકિક ધર્મ એ ત્યાગ કરવા યોગ્ય
નથી. કારણ કે ત્યાં ઘણા માણસોની પ્રવૃત્તિ થાય છે. ટીકાર્થ સ્પષ્ટ છે “રૂદ્દ' ફક્ત એટલે ધર્મના વિચારમાં અને શિવ સંબંધી શૈવ અને જૈમિની સંબંધી ધર્મ
લૌકિક છે.