SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આર્દ્રકુમાર કથા ૨૩૫ તપશ્ચર્યાથી શું કામ ખેદ પામો છો ? કેમ કે પ્રાણીઓને શુભ અથવા અશુભમાં નિયતિ (ભવિતવ્યતા) જ કારણરૂપ છે. શું કામ નિરર્થક તપ કરવો ? ll૧૯રી મુનિએ કહ્યું કે હે કલ્યાણકારી ! આવું વચન ફરીવાર બોલતો નહિ. કેમ કે કાર્ય સિદ્ધ થવામાં પહેલું પુરુષાર્થ અને બીજું નિયતિ કારણ છે. ૧૯૩ll વળી જો તું તે માનતો નથી તો તે મૂઢ! તો કંઈપણ વાદ ન કર.મોઢામાં કોળીયો નાખતો નહિ અને મૃતકની જેમ નિશ્ચલ થા. ll૧૬૪જો સર્વનું મૂળ નિયતિ છે. તો તેનું ફળ તે આપશે જ. પરંતુ તેમ થતું નથી. હે ભો ! નિયતિ પણ પુરુષાર્થ વિના ફળ આપતી નથી. //૧૯૪-૧૯પી અને વળી આકાશમાંથી પાણી પડે છે, પૃથ્વી ખોદવાથી પણ પાણી આવે છે. તે બેને શું તું નિયતિ અને પુરુષાર્થ નથી માનતો ? આ પ્રમાણે ગોશાળાને નિરુત્તર કરી આદ્રક મુનિ જીત્યા. ત્યાં રહેલા સર્વેએ ત્યારે જય જયકાર કર્યો. ll૧૯ી ખીલા રૂપ કરાયેલા છે હાથીના દાંત જેમાં, વળી પાથર્યું છે હાથીનું ચામડું જ્યાં એવા હસ્તિતાપસોના આશ્રમમાં આર્દિક ઋષિ આવ્યા. ll૧૬૮ ત્યાં રહેલા તે તાપસો એક હાથીને મારી નાંખીને લાંબા કાળ સુધી તેને ખાતા હતા. તેથી હસ્તિતાપસો એ પ્રમાણે વિખ્યાત (પ્રખ્યાત) થયા. ૧૯૯ો બહુ જીવના ક્ષયથી ડરેલા પોતાને ધાર્મિક માનતા નાના જીવો અને ધાન્યના કણોને પણ તે ખાતા નથી (નાના જીવો અને ધાન્યના અનેક જીવો મરે છે. હાથીને મારવામાં એક જ હાથી મરે એટલે હિંસા ઓછી આવી ઉંધી માન્યતા.) I/૧૭ll ખાવાની ઈચ્છાવાળા તેઓ ભારેખમ લોખંડના શૃંખલાથી બાંધેલો અને અંજન પર્વતની જેવો ઊંચો એક હાથી લાવ્યા હતા. ૧૭૧ી તે હાથીએ પાંચસો સાધુઓથી પરિવરેલા, ભક્તિથી ભૂમિ પર મૂકેલા મસ્તકોથી માણસો વડે વંદન કરાતા તે મુનિને જોઈને કર્મની લઘુતાથી તેનામાં વિવેક ઉત્પન્ન થયો. તેથી વિચાર્યું કે જો હું સાંકળોથી બંધન વગરનો થાઉં તો હું પણ તે મહર્ષિને વંદન કરું. /૧૭૨-૧૭all મુનિના પ્રભાવથી જલ્દીથી તેના બંધનો તૂટ્યા. હાથી મુનિને નમવા માટે દોડ્યો. ll૧૭૪ll હાથીને આવતા જોઈને લોકો આમ તેમ નાસ્યા, ત્યારે જ ઉગેલા વૃક્ષની જેમ મહાસત્ત્વશાળી મુનિ તો ત્યાં જ સ્થિર રહ્યા. ll૧૭પી કુંભસ્થલને જમીન ઉપર મૂકીને (મસ્તક નમાવીને) ભક્તિથી હાથીએ મુનિને વંદન કર્યું. તેમના બંને ચરણકમળોને હાથના સ્પર્શ દ્વારા સુશ્રાવકની જેમ વારંવાર સ્પર્શીને પ્રણામ કર્યા. /૧૭૬ો હવે ઊઠીને અનિમેષ લોચનવાળો તે હાથી વારંવાર ડોકથી વળી વળીને મુનિને જોતો જંગલમાં પ્રવેશ્યો. ll૧૭ી મુનિના તે અતિશયને જોઈને સહન ન કરી શકનાર એવા પણ તે તાપસી આવ્યા. મહાવાદ કરવા લાગ્યા. ક્ષણમાત્રમાં તો તેમને જીતી લીધા. ll૧૭૮ બુદ્ધિમાન મુનિએ ધર્મદેશનાથી તેઓને પ્રતિબોધ પમાડ્યો. જે કારણથી સમતાભાવમાં રહેલા સાધુઓ સર્વને હિત કરનારા જ હોય છે. ૧૭૯ દાંત ચિત્તવાળા તેઓને વીર ભગવાન પાસે મોકલ્યા. જઈને તેઓએ પરમાત્માના હસ્તકમળ દ્વારા સંયમને ગ્રહણ કર્યું. ૧૮૭lી. હાથીના બંધનો તૂટ્યા અને તાપસો બોધ પામ્યા. તેમજ ગોશાળાને પણ જીતીને જયકાર કર્યો તે સર્વે સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામ્યા. ૧૮૧ાા તે મુનિ આવેલા છે તે સાંભળીને તે અતિશયોથી ખેંચાયેલાની જેમ ક્ષણવારમાં જ અભયકુમારની સાથે રાજા તેમને વંદન કરવા માટે ત્યાં આવ્યો. ૧૮૨ll આદ્રકુમાર મુનિને જોઈને ભક્તિના ભારથી પૂર્ણ ભરેલા રાજાએ ત્રણ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કર્યો અને આ પ્રમાણે સ્તુતિ કરી. ll૧૮૩ હે પ્રભો ! સંસારના સર્વસ્વનો ત્યાગ કરનાર ગુણ રૂપી નગરજનો માટે મહાનગર સમાન ! ગર્વ કરતાં કુતીર્થિઓરૂપી હાથી માટે સિંહ સમાન ! આપને નમસ્કાર થાઓ. ll૧૮૪ ખુશ થયેલા મુનિએ સર્વ કલ્યાણને કરનારા સમસ્ત પાપોને હણનારા એવા ધર્મલાભ આશીર્વાદપૂર્વક
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy