________________
આદ્રકુમાર કથા
૨૨૯
ઔચિત્ય કર્યું. લીમડાના પાન, સંચળ વગેરે ભેટણાને સ્વીકાર્યા. /પા હવે પ્રેમથી રોમાંચિત થયેલા રાજાએ તેને પૂછયું – મગધના રાજા શ્રેણિક અમારા ભાઈ કુશળ છે ને ? Iકા તેણે પણ કહ્યું કે હે દેવ ! જેને મોતી, રત્ન અને પરવાળાના ભંડાર સરખા તમારા જેવા મિત્ર હોય તે મહાબળવાન બલદેવની જેમ કુશળ છે. IIી. હે દેવ ! ફક્ત તમારા વિષે સ્નેહવાળા અને ઉત્કંઠા પામેલ મોરની જેમ તમારા સમાચારરૂપી વાદળવાળા તેમણે મને અહીં સુધી મોકલ્યો છે. Iટા આર્દિક રાજાએ પણ કહ્યું કે હે મંત્રીનું ! શું કહેવાય ? કેમ કે સ્નેહાળુ શ્રેણિક સરખો બીજો કોઈ પણ અમારો ભાઈ નથી. III તે સાંભળીને આદ્રકુમારે કહ્યું કે હે પિતાજી ! શ્રેણિક રાજા કોણ છે ? જેમના પ્રેમના સર્વસ્વ આગળ એમના સરખો પ્રેમ અન્ય કોઈનો નથી. /૧૦રાજાએ કહ્યું કે પૃથ્વીતલના આભૂષણ સ્વરૂપ મગધ નામનો દેશ છે. રાજાના ઘરની ઉપમા સરખુ ત્યાં રાજગૃહ નામનું નગર છે. ll૧૧ી તેમાં રાજાઓના સમૂહમાં શિરોમણિ સમાન શ્રેણિક રાજા છે. કાળક્રમથી આવેલી અમારે તેમની સાથેની હંમેશની પ્રીતિ છે. /૧૨ી હે પુત્ર ! તેનો આ મંત્રી આ ભેટણાંને લઈને આવેલો છે. તે સાંભળીને આÁકે પૂછ્યું, તમારા સ્વામીને પુત્ર છે કે શું ? II૧all
હર્ષપૂર્વક મંત્રીએ કહ્યું કે નય-નીતિથી ઉપલ, પરાક્રમી, પાંચસો મંત્રીઓના અધિપતિ, કળારૂપી સમુદ્રનો પાર પામેલા, ચાર પ્રકારની નીતિરૂપી વેલડીઓમાં વૃક્ષ સરખા, ચાર પ્રકારની બુદ્ધિનિધાનના સ્થાન સરખા, ચતુરંગી સેનાના અધ્યક્ષ, ચારે વર્ગોનું એકસરખું અનુશાસન કરતા સુનંદાનો પુત્ર, જનના આનંદના અંકુરના સમૂહને પ્રગટ કરવામાં મેઘ (વાદળ) સરખા, સાક્ષાત્ ગુણો વડે જ જાણે કે નિર્માણ કરાયા હોય તેવા ઘણું કહેવા વડે શું ? I૧૪-૧૫-૧૭ા જેને શ્રી વીરસ્વામી દેવ છે, સુસાધુઓ જેના ગુરુ છે, સાધર્મિકો પ્રત્યે અત્યંત મિત્રતા ધરે છે અને ભગવાનના વચનમાં હાર્દિક પ્રીતિ ધરે છે. જેના બુદ્ધિના પ્રપંચથી જગતથી નિશ્ચિત્ત અને નિર્ભય શ્રેણિક રાજા, ચક્રવર્તીની જેમ સામ્રાજ્યને કરે છે. //૧૮ કોઈ પણ પ્રદેશમાં શું સૂર્યને કોઈ જાણતું નથી ? અર્થાત્ જાણે જ તેમ પ્રખ્યાત એવા અભયકુમારને શું તમે જાણતા નથી ? I/૧૯ો તે સાંભળીને ખુશ થયેલા કુમારે રાજાને કહ્યું કે હે દેવ ! (મહારાજા) હું પણ તમારી જેમ શ્રેણિકના પુત્ર અભયકુમાર સાથે મૈત્રી કરવાને ઈચ્છું છું. રાજાએ કહ્યું કે હે વત્સ ! તું મારો કુલીન સુપુત્ર છે તેથી ક્રમથી ચાલી આવેલી પ્રીતિના પાલન માટે જે તારો મનોરથ છે, /૨૦-૨૧ પિતાની અનુજ્ઞા પામેલ તે સવિશેષ પ્રમોદને ભજનાર થયો અને મંત્રીને તેણે કહ્યું કે પિતાજી તમને મોકલે ત્યારે મને મળીને જવું. ર૨ા તેનું વચન સ્વીકારીને રાજાએ આદેશ કરાયેલા આશ્રય (સ્થાન)માં મંત્રી ગયા. મિત્ર પરના વાત્સલ્યવાળા રાજાએ તેનું અતિ વિશાળ આતિથ્ય કર્યું. [૨૩દિવ્ય રત્નોના ઢગલાનું ભૂટણું સમર્પણ કરીને અને તે મંત્રીનું પણ વિશિષ્ટ બહુમાન કરીને રાજાએ તેને વિસર્જન કર્યો. ર૪ll. - હવે તે કુમારને મળ્યો. કુમારે પણ ખુશ થતા અભયકુમાર માટે મહાકિંમતી એવા ભેટયાઓ તેના હાથમાં અર્પણ કર્યા. //રપા અને સંદેશ કહ્યો કે હે મંત્રી ! મારી વાણી પણ તેને કહેજો કે હે અભયકુમાર ! આ આર્તક તમારી સાથે મિત્રતાને ઈચ્છે છે. રકા હવે મંત્રી અને રાજપુરુષોએ રાજગૃહમાં જઈને રાજાને ભેટણાં અર્પણ કર્યા. કુમારે જે અભયકુમારને માટે મોકલેલ તે અભયકુમારને આપ્યું. ર૭ી ખંડ સહિત આમ્રરસ સરખા (જાણે કે) સ્નેહગર્ભિત વાક્યો તેમજ અનેક સંદેશાઓ ખુશ થતા શ્રેણિક રાજાને કહ્યા. ૨૮ આર્દકના સંદેશાને મંત્રીએ અભયકુમારને કહ્યા. બુદ્ધિ વડે અભયકુમારે વિચાર્યું કે જૈન ધર્મના રહસ્યને જાણનાર વ્રતની વિરાધના કરીને કોઈ પણ અનાર્ય દેશમાં આ ઉત્પન્ન થયો છે. આસન્ન ભવ્ય (નજીકમાં