________________
શ્રેણિક પુત્ર નંદિષેણ કથા
૨૨૭
નીકળ્યા. /૩૪ll તે જોઈને વેશ્યાએ વિચાર્યું કે આ તો અક્ષય મહાનિધિ છે. તેથી તેની પાછળ દોડીને વિલાસી વચનો બોલી. રૂપા હે પ્રાણનાથ ! ભાડુ આપીને તમે બીજે જવાનો પ્રયાસ કેમ કરો છો ? હું તો તમારા વડે ખરીદાયેલી છું અને આ મારા પ્રાણો તમને શોધી રહ્યા છે. ૩ડા વળી તમે સુકુમાળ છો, તમે કઠોર, કર્કશ એવા વ્રતને કેમ ગ્રહણ કર્યું ? હે નાથ ! શું કેળના પાંદડા (કોમળ) કરવતની ક્રિયાને સહન કરે ? //૩૭ી વળી હે સ્વામી ! પૂગીફળ સરખા આપ નાગવલ્લી સરખી મારી ઉપર ચઢીને (આરોહણ કરીને) પોતાને ઉચિત એવી મને ભજો અને તપને છોડો. ૩૮ આ પ્રમાણે સ્નેહના સારરૂપ આર્ટ એવા વચનોને વારંવાર બોલતી તેણીએ પર્વત જેમ સમુદ્રને ખળભળાવે તેમ તેના ચિત્તને ક્ષોભ પમાડ્યો. ૩૯ો ત્યારે જ તેનું ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. પ્રાયઃ સમયે સર્વ પણ ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ll ll અરિહંતના તત્ત્વના સારને જાણનાર પણ, મેરુની જેમ નિશ્ચલ પણ, તે તેણીના વિલાસી મધુર વચનોથી ચારિત્રથી રૂને ચલાયમાન કરવાની જેમ ચલાયમાન થયા. ll૪૧ી વિષ સરખા વિષયોને જાણતો પણ નંદિષેણે કર્મના પરવશપણાથી તેના વચનને સ્વીકાર્યું. //૪રો દરરોજ દશને અથવા તો તેથી અધિક પ્રતિબોધ ન પમાડું તો હું ફરીથી દીક્ષાને સ્વીકારીશ, એમ પ્રતિજ્ઞા કરી. ૪૩. કામદેવથી પ્રેરાયેલા તે ગૃહસ્થ વેષ ધારણ કરીને તેના ઘરમાં રહ્યા. કેટલોક કાળ તેણીની સાથે ભોગોને ભોગવ્યા. ૪૪ો સતત પરિવજ્યાને નિષેધ કરનારા દેવતાના અને જિનેશ્વર ભગવંતના તે વખતે કહેલા તે વચનોને વિચાર્યા. l૪પા દરરોજ દશ ભવ્યોને વ્યાખ્યાનથી પ્રતિબોધ કરીને જિનેશ્વર ભગવંતની પાસે પ્રવ્રયાને માટે મોકલીને પછી જ તે જમતો અન્યથા નહિ. I૪૬ll .
હવે એક વખત તેના કર્મ ક્ષીણ થયે છતે નવ પ્રતિબોધ પામ્યા. દશમો વાહક દેશના માણસ જેવો કોઈ પણ રીતે બોધ પામતો ન હતો. ll૪૭ી હવે ભોજનની વેલા થયે છતે વેશ્યાએ તેને કહ્યું, રસોઈ થઈ ગઈ છે. હે સ્વામિ ! ઉઠો. ll૪૮ તે સાંભળીને પણ તે ઉભો ન થયો. પરંતુ બોધ પમાડવા માટે ત્યાં જ રહ્યા. અપૂર્ણ અભિગ્રહવાળો હું ભોજન કેવી રીતે કરું ? એ પ્રમાણે વિચારતા રહ્યા. ll૪૯ો તેણી વારંવાર બોલાવવા આવતી કે હે નાથ ! રસોઈ એક વખતની તો વિરસ થઈ ગઈ. તેથી બીજીવાર બનાવી લાંબા કાળનો વિલંબ કેમ કરો છો ? પિતા તેણે પણ કહ્યું કે હું શું કરું ? દશમો આ બોધ પામતો નથી. ઈર્ષા સહિત વેશ્યા બોલી કે એ બોધ પામતો નથી તો આજે દશમા તમે પોતે થાવ. હમણાં તો આ જડપણાને મૂકો. ઉઠીને જલ્દીથી આવીને ભોજન કરો અને વિલંબને છોડો. /પ૧-પરા તે સાંભળીને નંદિષેણે વિચાર્યું કે, તે કર્મ ભોગવાય ગયું જણાય છે. એટલે પ્રિયતમાને કહ્યું કે જમવા વડે સર્યું. વ્રતને ગ્રહણ કરીને પછી જમીશ. //પ૩ll ત્યારે જ બુદ્ધિશાળી એવા તે પ્રભુની પાસે જઈને પોતાના સર્વ દુષ્કતને આલોચીને, નિંદા કરીને, ગહ કરીને, ફરીથી ચારિત્રને ગ્રહણ કરીને પ્રભુની સાથે વિહાર કરતા વ્રતને સારી રીતે પાળીને તે દેવલોકમાં ગયા. /પ૪-પપા ભાંગેલા વ્રતવાળા પણ મંદિષેણે જેમ સમ્યગ્દર્શનને દઢપણે ધારી રાખ્યું. ભાગ્યયોગથી વ્રતથી લુપ્ત થયા, પણ સમ્યગ્દર્શન જતું ન કર્યું, તેમ બીજાઓએ પણ આ રીતે જ કરવું જોઈએ. /પિકા.
આ પ્રમાણે નંદિષેણની કથા સમાપ્ત થઈ.